ઘરે થી ભાગીને આ ૨ છોકરીઓ આવેલી – ઓટો વાળાએ એમની સાથે જે કર્યું એ વાંચવા જેવું છે

એક રીક્ષા ડ્રાઈવર ની ઈમેજ સામાન્ય લોકો ની વચ્ચે કઈ ખાસ નથી હોતી. તેઓને અવાર નવાર વધુ પૈસા લેવા, મીટર ની સાથે છેડ છાડ કરવા અને ક્યાય જવા ની ના પાડવા માટે લોકો જાણતા હોય છે.

જોકે તમે એમ ના કહી શકો કે બધા જ રીક્ષા વાળા ખરાબ વ્યક્તિ હોય છે.આમાંથી કેટલાક ખુબ ઈમાનદાર અને સારા દિલ ના હોય છે.હમણા મુંબઈ માં એક ઓટો ચાલકે એવું કામ કર્યું છે કે જેના વિશે જાણીને તમને પણ સલામ કરવાનું મન થઇ જશે.

આ છે આ રીક્ષા વાળો :

મળેલી જાણકારી મુજબ સોનું યાદવ નામનો એક ૨૮ વર્ષ ના રિક્ષાચાલક કે જે મુંબઈ ના કુરલા લોકમાન્ય તિલક ટર્મિનસ માં કામ કરે છે.તેઓ એ એક એવું કામ કર્યું છે કે જે જાણીને કોઈ પણ તેમના વખાણ કરશે.

આ છે ઘટનાં :

૧૨ ફેબ્રુવારી એ તેમની રીક્ષા માં બે કિશોરી સવાર થઇ હતી. તેમની વાત ચિત પરથી સોનું ને લાગ્યું કે તેઓ બેન્ગ્લુરું ની રહેવા વાળી છે અને ઘરે થી ભાગીને મુંબઈ આવી છે.

આ બંને કિશોરીઓ સોનું ની રીક્ષા દ્વારા એક પ્રોડક્શન હાઉસ માં પહુચી હતી. તેમને પ્રોડક્શન હાઉસ વાળા એ ઈન્ટરવ્યું માટે બોલાવી હતી.પરંતુ પ્રોડક્શન હાઉસ ના સિક્યોરીટી ગાર્ડ એ તેમને પોતાનું રિઝયુમ આપવા માટે કહ્યું અને કહ્યું કે ત્યાં કોઈ પણ જાત નો વોક ઇન ઈન્ટરવ્યું નથી.

સોનું એ આપી આ સલાહ :

જયારે કિશોરીઓ ને કોઈ ઈન્ટરવ્યું માં જવા ન મળ્યું ત્યારે સોનું એ તેમને સલાહ આપીને કહ્યું કે તેઓએ જે પ્રોડક્શન હાઉસે તેમને બોલાવ્યા હોય તેમને ફોન કરી ને પૂછી લે. જોકે તે બંનેમાંથી એક પણ પાસે મોબાઈલ ન હતો. એટલા માટે આ બધા જ ફોન સોનું ના મોબાઈલ થી જ થયા.

તેઓએ એ જે નંબર પર ફોન કર્યો ત્યાંથી કોઈ જવાબ ન આવ્યો.એવામાં સોનું ને શંકા લાગી કે કઈક ખોટું છે.પછી સોનું એ તેમને પોલીસ ને જણાવવા વિશે કહી ને સાચી વાત જાણી લીધી.

આ બધું જણાવ્યુ કિશોરીઓ એ :

સોનું દ્વારા સખ્તી થી પુછવા બાદ કિશોરીઓ એ જણાવ્યું કે તેઓ બંને ૧૫ વર્ષ ની છે અને તેઓ કનાકાનગર માં લીટલ એન્જલસ સ્કુલ માં ૯માં ધોરણ માં અભ્યાસ કરે છે.

૧૧ ફેબ્રુવારી એ આ બંને સ્કુલે જવાનું કહી ને ઘરે થી પોતે ભેગા કરેલા ૮૪૦ રૂપિયા લઈને લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન થી મુંબઈ આવી ગઈ હતી. તે બંને એટલા માટે ઘરે થી ભાગી હતી કે તેમને એક્ટિંગ માં પોતાનું કરિયર બનાવવું હતું.

સોનું ના મિત્ર એ કરી મદદ :

આ બધી વાત ની જાણ થયા પછી સોનું એ તે બંને પાસે થી રીક્ષા માટે પૈસા તો ના જ લીધા અને તેમી સુરક્ષા માટે એક સીસીટીવી કેમેરા વાળી રીક્ષા માં બેસાડી રાખ્યા.

આ પછી સોનું ના એક મિત્ર ગુલાબ ગુપ્તા એ અને તેઓએ મળી ને ૭૦૦ રૂપિયા ભેગા કર્યા અને તે કિશોરીઓ ના ઘર જવાની ટીકીટ અને જમવા ની વ્યવસ્થા કરી.આ પછી બંને કિશોરીઓ ૧૪ તારીખે પોતાના ઘરે સલામત રીતે પહુચી ગઈ હતી.

આ રીક્ષાવાળા સોનું ભાઈએ આ બંને કિશોરીઓ માટે જે પણ કર્યું એ ના માટે કોઈને પણ તેમને સલામ કરવા નું મન થઇ જાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!