ઘરમાં આ દિશામાં આ રીતે જ દીવાલ પર પિતૃ ના ફોટા લગાવવા જોઈએ – વાંચો માહિતી

સામાન્ય રીતે દરરેક લોકો ના ઘરમાં તેમના પિતૃઓ એટલે કે પૂર્વજો ની છબીઓ હોય જ છે.જે ખુબ જ સારી વાત છે.પરંતુ મોટાભાગના લોકો ને એ જાણ નથી હોતી કે તેમના પિતૃ ની આ તસ્વીરો કઈ દિશા માં રાખવી જોઈએ અને કઈ દિશામાં ન રાખવી જોઈએ.

આજે અમે તમને આ વિશે ની કેટલીક બાબતો વિશે જ જણાવીશું.તો ચાલો જાણીએ કઈ દિશા માં પિતૃ ની છબી ને રાખવી જોઈએ અને કઈ દિશા માં ન રાખવી જોઈએ.

મંદિર માં કદી ન રાખવી :

કેટલાક લોકો જાણતા અજાણતા તેમના પિતૃઓ ની છબી મંદિર માં રાખી દે છે. જે સારી વાત નથી. કેમકે આમ કરવું એ અશુભ ગણાય છે.એટલા માટે જો તમે આવું કરતા હોય તો તરતજ મંદિર માંથી પિતૃઓ ની છબી કે ફોટા હટાવી લે જો.

પૂર્વ દિશા માં રાખી શકાય :

સામાન્ય રીતે પૂજા ઘર ને ઇશાન ખૂણા માં રાખવામાં આવે છે, જો તમારા ઘરમાં આવું હોય તો તમે પિતૃઓ ના ફોટા ને પૂર્વ દિશા માં રાખી શકો છો.

કેટલાક લોકો પૂર્વ દિશા માં પૂજા ઘર રાખે છે.જો આવું હોય તો તેમણે પિતૃઓ ના ફોટા ને ઇશાન ખૂણે લગાવવા જોઈએ.

ઉતર દિશા માં પણ રાખી શકાય છે :

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉતર દિશા ને ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે.એટલે પિતૃઓ ના ફોટા ને ઉતર દિશા માં પણ રાખી શકાય.આમ કરવું શુભ ગણાય છે.આ સાથે જ ઘરના દરવાજા ની ઉપર ની દિવાલ માં પણ ન લગાવી શકાય કેમકે દરવાજા પરથી વારંવાર લોકો ની અવર જવર ચાલુ હોય છે.આને પિતૃઓ નું અપમાન કર્યું ગણાય.એટલે ક્યારેય ઘરના દરવાજા ની ઉપર ની દીવાલ માં ન લગાડવા પિતૃઓ ના ફોટા.

દક્ષીણ અને પશ્ચિમ માં ક્યારેય ન લગાડવા :

ઘણા લોકો પોતાના ઘર ની દક્ષીણ ની કે પશ્ચિમ દિશા માં પણ તેમના પિતૃઓ ના ફોટા લગાવે છે, જે બરાબર ન કહેવાય.કેમકે દક્ષીણ કે પશ્ચિમ દિશા માં પિતૃઓ ના ફોટા રાખવાથી ઘરનો વિકાસ રૂંધાય છે અને ધન સંપતી નો વિકાસ પણ થતો નથી.

મધ્ય ભાગ માં પણ ન લગાડાય :

ઘરના મધ્ય ભાગ માં તો ક્યારેય પિતૃઓના ફોટા ન લગાડવા જોઈએ.કેમકે મધ્ય ભાગ માં રાખવાથી તેમના સન્માન ને ઠેસ પહુચે છે.એટલા માટે જો તમે પણ આવું કરતા હો તો આજે જ હટાવી લો તમારા પિતૃઓના ફોટા ને ત્યાંથી.

ફૂલ નો હાર જરૂરી છે :

પિતૃઓના ફોટા પર એક કુદરતી સાચા ફૂલ નો હાર ચઢાવવો ખુબ જ જરૂરી છે, અને થઇ શકે તો આ ફૂલ ના હાર ને રોજ બદલાવવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!