ગર્લફ્રેન્ડ ને પરત મેળવવા માટે આ વ્યક્તિ સતત પિયાનો વગાડતો રહ્યો અને પછી એક દિવસ આવુ થયુ …

દરરેક માણસ ના જીવન માં પ્રેમ એક વાર તો આવેજ છે પરંતુ આપણે તેને સાચી રીતે ઓળખી નથી શકતા એ થોડું મુશ્કેલ હોય છે.પ્રેમ થયા પછી તે આપણો જ રહી જાય એ પણ ખુબ મોટું કામ છે, જેને નિભાવવું એ દરરેક પ્રેમ કરવા વાળા વ્યક્તિ માટે સરળ નથી હોતું.

પરંતુ કેટલાક એવા પ્રેમ કરવા વાળા પણ આ દુનિયા માં મળી આવે છે કે પોતાના પ્રેમ ને પાછો મેળવવા માટે કઈ પણ કરી શકે છે.ગર્લફ્રેન્ડ ને પછી લાવવા માટે આ માણસ સતત વગાડતો રહ્યો હતો પિયાનો, પણ શું તે પાછી આવી કે નહિ એ જાણવું જરૂરી છે.

ગર્લફ્રેન્ડ ને પાછી લઇ આવવા માટે આ માણસ સતત વગાડતો રહ્યો પિયાનો :

બ્રેકઅપ પછી જીવન સહેલું નથી હોતું અને પોતાના પ્રેમ ને પાછો લઇ આવવો તો નામુનકીન જેવી વાત જ હોય છે.પરંતુ એક એવો આશિક છે કે જેણે સતત પિયાનો વગાડ્યો અને ત્યાં સુધી વગાડતો રહ્યો કે જ્યાં સુધી તેની પ્રેમિકા પાછી ન આવી જાય.

આ વાત ઇંગ્લેન્ડ ના બ્રિસ્ટલ શહેર ની છે, જ્યાં લ્યુક હોવર્ડ નામના એક સંગીતકાર એ પોતાની રિસાઈ ગયેલ ગર્લફ્રેન્ડ ને મનાવવા માટે બ્રિસ્ટલ ના સેન્ટર માં પિયાનો સેટ કર્યો છે અને ત્યાં સુધી વગાડવાનું એલાન કર્યું છે કે જ્યાં સુધી તેની રિસાયેલી ગર્લફ્રેન્ડ પાછી ના આવી જાય.

બ્રિસ્ટલ પોસ્ટ પ્રમાણે , સંગીતકાર લ્યુક હાવર્ડ એ પોતાના ચાર મહિના ની રિલેશનશીપ પછી ૯ સપ્ટેમ્બર ના દિવસે પિયાનો વગાડવાનું શરુ કર્યું.તેનું કહેવું છે કે તે ત્યાં સુધી પિયાનો વગાડશે કે જ્યાં સુધી તેની ગર્લફ્રેન્ડ તેને બીજો મોકો નહિ આપે.

નામ કહેવા ની પાડી દીધી હતી ના :

જોકે ૩૪ વર્ષના લ્યુક એ પોતની ગર્લફ્રેન્ડ નું નામ કહેવા માટે ના પાડી દીધી જેનાથી તેનું નામ બદનામ ન થાય.લ્યુક નું માનવું છે કે એવું કરીને તે તેની ગર્લફ્રેન્ડ ને એમ જણાવવા માંગે છે કે તે તેણીને કેટલો પ્રેમ કરે છે.

લ્યુક એ કહ્યું કે “મારી જગ્યાએ કોઈ બીજું હોત તો આ સ્થિતિ માં ગર્લફ્રેન્ડ ને ફૂલ મોકલત, મેસેજ મોકલાત કે પછી પત્ર લખત પરંતુ આ વસ્તુઓ પરિસ્થિતિ ને ખરાબ થઇ જાય.તેમને હું જણાવવા માંગુ ચુ કે હું તેને કેટલો પ્રેમ કરું છું, હું ઈચ્છું છું કે તે મારો પ્રેમ જુએ અને પાછી આવી જવાનો નિર્ણય કરી લે.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!