ઇન્ડીયન ક્રિકેટ ટીમના ટોપ સ્ટાર કે.એલ.રાહુલ આ એક નાની ભૂલને લીધે ૧૪ દિવસ કૈદ રહેલા – વાંચો અજાણી વાતો

આજના સમય માં ટી-૨૦ ક્રિકેટ માં માત્ર રાહુલ નો જ સિક્કો ચાલી રહ્યો છે.જયારે પણ કે એલ રાહુલ ક્રીઝ પર પોતાનું બેટ લઈને ઉતારે છે અને પોતાની બેટિંગ નો જલવો દેખાડે છે, તો ટીમ ઇન્ડિયા ને જોત અપાવી ને જ પાછા આવે છે. કે એલ રાહુલ ના રન ની ગણતરી કરીએ તો તેમના રમવા ની રીત જોઇને ખબર પડી જાય છે કે આજના સમય માં તે ટી-૨૦ ક્રિકેટ ના બાદશાહ છે.

આમ તો આજેથી એક વર્ષ પહેલા પરિસ્થિતિઓ ખુબ જ અલગ હતી.આહુલ એ પોતાના કરિયર માં એક એવી ભૂલ કરી હતી કે જેને લીધે તેમને ટીમ ઇન્ડિયા માંથી બહાર જવું પડ્યું હતું.સાથે જ તેને લીધે તેને પોતાના ઘર માંથી બહાર નીકળવા માં પણ બીક લાગતી હતી.

બીસીસીઆઈ એ કર્યા હતા સસ્પેન્ડ :

ગયા વર્ષે ૧૧ જાન્યુવારી ૨૦૧૯ ના દિવસે કે એલ રાહુલ ને બીસીસીઆઈ એ સસ્પેન્ડ કરીને ટીમ ઇન્ડિયા માંથી અસ્થાયી રૂપ થી બહાર કરી દીધા હતા.તેમને સસ્પેન્ડ કરવાનું કારણ હતું કે તેઓએ ભારત ની ટીમ ના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ની સાથે ઇન્ડિયન ટોક શો માં કોફી વિથ કરણ માં મહિલાઓ વિરુદ્ધ એક આપતીજનક વાત કરી હતી.

જેને લીધે તે બંને ને ઓસ્ટ્રેલીયા ના દૌરા થી પણ પાછા બોલાવી લેવામાં આવ્યા હતા અને સાથે જ તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા.આ ઘટના પછી રાહુલ અંદર થી તૂટી ગયા હતા, એક ઈન્ટરવ્યું દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે સસ્પેન્ડ થયા પછી તેઓએ બે અઠવાડિયા સુધી પોતાની જાતને એક રૂમ માં બંધ કરી લીધા હતા.

આ સમયે તેના ઘરે થી બહાર નીકળવા માટે પણ ડર લાગતો હતો.૨૪ જાન્યુવારી ૨૦૧૯ ના દિવસે કે એલ રાહુલ પરથી તેમની પર થી બીસીસીઆઈ ને સસ્પેન્શન દુર કરી દીધું હતું.સાથે જ તેમને ટીમ ઇન્ડિયા માં પાછા સામેલ કરી દીધા હતા.

માનસિક રૂપ થી અપસેટ થઇ ગયા હતા :

ટીમ માંથી બહાર નીકળી ગયા પછી કેએલ રાહુલ માનસિક રૂપ થી અપસેટ થઇ ગયા હતા અને આ માનસિક આઘાત એ તેમને વધારે મજબુત ક્રિકેટર બનાવી દીધા છે.જેનું સૌથી મોટો પુરાવો આ હતું કે તેઓએ વિશાખાપટ્ટનમ ના ટી૨૦ ના મેચ માં ઓસ્ટ્રેલીયા ની સામે શાનદાર અર્ધશતક ની પારી રમી હતી.

સસ્પેન્શન દુર થયા પછી ની પેલી જ મેચ માં તેઓએ ૩૬ બોલ માં ૫૦ રન કરી દીધા હતા.તેમની જ ખુબ જ સારી બેટિંગ ને લીધે ટીમ ઇન્ડિયા ને ૨૦૧૯ ના વિશ્વકપ માં જગ્યા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!