ઈસ્માઈલ દેશ બનતા પહેલા ઈરાનમાં લોકોની જીંદગી કંઇક આવી હતી – બધા ફોટા જોઇને હેરાન થઇ જશો

ઈરાન ઇસ્લામિક દેશ છે અને આ દેશ માં રહેતા લોકો ને શિરિયા ના કાયદા નું પાલન કરવું પડે છે.જે લોકો આ દેશ માં શિરિયા ના કાયદા નું પાલન નથી કરતા અને કાયદા નો ભંગ કરે છે તેમને જેલમાં પૂરી દેવા માં આવે છે.

ઈરાન માં રહેવા વાળી મહિલાઓ પર ઘણી બધી પાબંદીઓ લગાડવામાં આવી છે અને આ દેશ ની સ્ત્રીઓ ને હિઝાબ પહેરવું જરૂરી છે.ઈરાન દેશ માં ૮૦ ના દશક માં શિરિયા નો કાયદો લાગુ કર્યો હતો અને આ કાયદો લાગ્યા પછી ઈરાન માં રહેતા લોકો નું જીવન એકદમ બદલાઈ ગયું છે.

૭૦ ના દશક માં ખુબ જ મોડર્ન હતું :

એવું કહેવામાં આવે છે કે ૭૦ ના દશક માં આ દેશ ખુબ જ મોડર્ન હતો અને આ દેશ માં રહેતા લોકો ને કોઈ પણ કામ કરવાની આઝાદી હતી.આ દેશ ની મહિલાઓ જે ઈચ્છે એ પહેરી શકતી હતી.૭૦ ના દશક મા આ દેશ પશ્ચિમી દેશો કરતા પણ વધુ મોડર્ન હતો. પરંતુ જેવી આ દેશ માં ઇસ્લામિક ક્રાંતિ આવી ત્યારે આ લોકો ને ઘણા પ્રકાર ની પાબંદીઓ લગાવી દેવા માં આવી.

એટલુજ નહિ ઇસ્લામ વિરોધી સંસ્કૃતિ નો પ્રચાર કરવા ના આરોપ માં ૮૦ ના દશક માં આ દેશની આઠ જાણીતી હસ્તીઓ ને જેલ માં પૂરી દેવા માં આવી હતી.

પ્રખ્યાત ગાયિકા ને છોડવો પડ્યો હતો દેશ :

૭૦ ના દશક માં ઈરાનનું નામ ખુબ જ મોડર્ન દેશો માં આવતું હતું. આ દેશ માં પ્રખ્યાત પોપ ગાયિકા ગુગુશ પશ્ચિમી સંસ્કૃતિ થી ખુબ જ પ્રભાવિત હતી અને ખુબ જ મોડર્ન હતી.પરંતુ જેવી આ દેશ માં શિરિયા નો કાયદો લાગુ પડ્યો તેઓને પોતાનો દેશ છોડવો પડ્યો.

પાબંદીઓ થી ઘેરાયેલ છે મહિલાઓ :

ઈરાની ક્રાંતિ થયા પહેલા આ દેશ ની મહિલાઓ આઝાદ હતી. તેઓ ગમે તે પહેરી શકતી હતી અને ગમે ત્યાં આવી જઈ શકતી હતી.પરંતુ આજે બધું જ બદલાઈ ગયું છે અને આ દેશ ની મહિલાઓ પાબંદીઓ થી ઘેરાયેલ છે અને તેમને હિઝાબ માં રહેવું પડે છે.

પહેલા સ્ત્રીઓ ને કેટલી આઝાદી હતી તે તમે આ ફોટા પર થી જોઈ શકો છો. તેઓ કોઈ ની પણ બીક રાખ્યા વગર બેલબોટમ, મોટા કોલર નું ટીશર્ટ પહેરી શકતી હતી.

અયાતુલ્લાહ ખમૈની એ લાગુ કર્યો હતો આ કાયદો :

વર્ષ ૧૯૭૯ માં ઈરાન ના શાશક મોહમદ રેઝા પહલવી ના સતા પરથી હટવા પછી અયાતુલ્લાહ ખમૈની એ દેશ ની કમાન સંભાળી હતી.આ દેશ ના શાસક બનતા ની સાથે જ તેઓએ ઈરાન ને ઇસ્લામિક દેશ બનાવી દીધો અને આ દેશ માં શિરિયા નો કાયદો લાગુ કરી દીધો હતો.૮૦ ના દશક માં આ કાયદો લાગુ પડ્યા પછી ઘણા લોકો અહી થી દેશ મૂકી ને ચાલ્યા ગયા હતા. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!