જબ વી મેટ થી લઈને ગૌરી મેમ સુધીમાં સૌમ્યા ટંડન માં આટલો બદલાવ આવ્યો છે – ફોટા જુવો

ગોરી મેમ ના નામ થી પોતાની એક અલગ જ ઓળખ બનાવવા વાળી અભિનેત્રી સોમ્યા ટંડન નો આજ ના સમય માં કોઈ પરિચય દેવા ની જરૂર નથી. વર્ષ ૨૦૦૬ માં સોમ્યા ટંડન એ પોતાના ટેલીવિઝન ના કરિયર ની શરૂઆત કરી હતી, પરંતુ આજના સમય માં લોકો તેને તેના સાચા નામ ને બદલે “ભાભી જી ઘર પર હૈ” ની “ગોરી મેમ” ના નામથી ઓળખે છે.

શું તમે જાણો છો કે ટેલીવિઝન માં કામ કરવાની સાથે જ સોમ્યા ટંડન પોતાની કળા ફિલ્મો માં પણ દેખાડી ચુકી છે? સોમ્યા ટંડન એ બોલીવૂડ ની ફિલ્મ “જબ વી મેટ” થી પોતાના બોલીવૂડ ના કરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માં સોમ્યા ટંડન એ કરીના કપૂર ની બહેન ની ભૂમિકા ભજવી હતી.

નાનું પાત્ર હોવા છતાં પણ સુંદરતા ના કર્યા વખાણ :

“જબ વી મેટ” ફિલ્મ માં ભલે જ સોમ્યા ટંડન નું પાત્ર ખુબ નાનું હતું પરંતુ લોકો એ તેમની સુંદરતા અને તેમના અભિનય ના ખુબ જ વખાણ કર્યા હતા. એક ઈન્ટરવ્યું માં સોમ્યા ટંડન એ જણાવ્યું હતું કે કેવી રીતે લોકો એ એક વાર તેમને કરીના કપૂર ની સાચી બહેન સમજી ને બધી બાજુ થી ઘેરી લીધી હતી અને તેને બચાવવા માટે તેમના બોડીગાર્ડ ને આગળ આવવું પડ્યું હતું.

સોમ્યા ટંડન એ વર્ષ ૨૦૦૬ માં ટેલીવિઝન કરિયર ની શરૂઆત કરી હતી. આના સિવાય સૌમ્ય એ “મેરી આવાઝ કો મિલ ગઈ રોશની” માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સોમ્યા ટંડન એ ધારાવાહિકો માં કામ કરવા ની સાથે સાથે ઘણા બધા રીયાલીટી શો માં હોસ્ટ પણ કર્યું છે.

ઘણા ટેલીવિઝન ના કરીયર માં ઘણા બધા શો માં કર્યું છે કામ :

સોમ્યા ટંડન એ પોતાના ટેલીવિઝન ના કરિયર માં ઘણા બધા ટીવી શો માં કામ કર્યું છે, પરંતુ તેમને વધુ ઓળખ ટીવી પર પ્રસારિત શો “ભાભીજી ઘર પર હૈ” થી મળી. આ ધારાવાહિક માં સોમ્યા ટંડન એ “ગોરી મેમ” એટલે અનીતા ભાભી નું પાત્ર ભજવ્યું હતું.

આ પાત્ર લોકો ને એટલું પસંદ આવ્યું હતું કે વધુ પડતા લોકો તેમને સોમ્યા ને બદલે ગોરી મેમ ના નામે જ ઓળખે છે.સૌમ્યા જોવા માં ખુબ જ સુંદર, ગ્લેમરસ અને ફીટનેશ ફ્રિક છે.  

૨૦૧૬ માં કરી લીધા હતા લગ્ન :

સોમ્યા ટંડન એ વર્ષ ૨૦૧૬ માં પોતાના બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ ની સાથે લગ્ન કરી લીધા હતા. આ બંને લગ્ન ની પહેલા એક બીજા ની સાથે ૧૦ વર્ષ સુધી રીલેશનશીપ માં રહ્યા હતા.વર્ષ ૨૦૧૯ માં સોમ્યા એ એક પુત્ર ને જન્મ પણ આપ્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!