જાદુ-ટોના વગર આ ૧૦ સિતારાઓ ને સફળતા નથી મળતી એવું લાગે છે – આવી અંધશ્રદ્ધા અથવા તરકીબો કરતા રહેતા હોય છે

દુનિયા આજે નિરંતર વિકાસ તરફ વધી રહિ છે, પરંતુ આજે પણ ઘણા લોકો અંધવિશ્વાસ અને જાદુ ટોના ની માયાજાળ  માં ફસાયેલા હોય છે.જો તમને એવું લાગે છે કે માત્ર ગરીબ કે અંધવિશ્વાસુ માણસ જ અંધવિશ્વાસ જેવી વસ્તુઓ માં માને છે તો તે તમારી ભૂલ છે.ઘણા બધા સિતારાઓ અને અમીર લોકો પણ આ બધી વાત ને માનતા હોય છે.

સલમાન ખાન :

ભારત ના સૌથી મોટા સુપર સ્ટાર સલમાન ખાન પણ જાદુ ટોના માં માને છે.આજ કારણ છે કે તેઓ પોતાના હાથ માં તેમના પિતા સલીમ દ્વારા આપવામાં આવેલ ફિરોઝા બ્રેસલેટ પહેરે છે. આ તેમની સલામતી માટે પિતા સલમાન એ આપ્યું હતું.

શાહરૂખ ખાન :

શાહરૂખ જાદુ ટોના માં ભલે માનતા ન હોય પરંતુ તે અંક જ્યોતિષ માં જરૂર માને છે. આજ કારણ છે કે તેની બધી જ ગાડીઓના નંબર માં ૫૫૫ જરૂર હોય છે.આ સિવાય પોતાની આઈપીએલ ટીમ કલકતા નાઈટ રાઈડર્સ ની એક પછી એક હાર ને લીધે જ્યોતિષ ની સલાહ માની હતી અને ટીમ ની જર્સી પર્પલ રંગની કરાવી દીધી હતી.

આમિર ખાન :

આમિર ખાન કે જે પરફેક્ટ કલાકાર છે એ પણ અંધવિશ્વાસ માં માને છે.આજ કારણ છે કે તેઓ પોતાની મોટા ભાગની ફિલ્મો તેમના લક્કી મહિના ડિસેમ્બર મહિના માં જ રીલીઝ કરે છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા ની જયારે પણ કોઈ ને કોઈ ફિલ્મ રીલીઝ થવાની હોય છે ત્યારે તે મુંબઈ ના સિદ્ધિવિનાયક મંદિર જઈને દર્શન જરૂર કરે છે.એવું તે ફિલ્મ હીટ થઇ જાય તે માટે કરે છે.

કેટરીના કૈફ :

કેટરીના એક વાર “નમસ્તે લંડન” ફિલ્મ ના પ્રમોશન વખતે અઝ્મેર શરીફ ની દરગાહ માં ગઈ હતી.આ પછી તે ફિલ્મ એ સારી કમાણી કરી હતી. બસ પછી શું હોય કેટરીના એ પછીથી પોતાની દરરેક ફિલ્મ ના રિલીઝ થયા પહેલા અઝ્મેર શરીફ ની દરગાહ માં જવાનું શરુ કરી દીધું.

રણવીર સિંહ :

રણવીર ના કરિયર માં એક સમય એવો હતો કે તેઓ સેટ પર ખુબ જ બીમાર થઇ જતા હતા અને તેમને ઈજા પણ થઇ જતી હતી.પછી પરિવાર ના લોકો ના જણાવ્યા પ્રમાણે પોતાના પગ માં કાળો દોરો બાંધવાનું શરુ કરી દીધું હતું.

અમિતાભ બચ્ચન :

અમિતાભ બચ્ચન પણ એક વિચીતે અંધવિશ્વાસ માં માને છે.તેમનું કહેવાનું છે કે જયારે હું લાઈવ ક્રિકેટ જોવ છું ત્યારે ભારત ની વિકેટ પડવા લાગે છે.આ કારણ ને લીધે જ તેઓ ક્યારેય મેચ લાઈવ જોતા નથી.

શિલ્પા શેટ્ટી :

શિલ્પા પણ એક વિચિત્ર અંધવિશ્વાસ મા માને છે. તે આઈપીએલ માં પોતાની ટીમ “રાજસ્થાન રોયલ્સ” ને જીતાડવા માટે દરરેક મેચ દરમિયાન હાથ માં બે ઘડિયાળ પહેરે છે. તેઓ આ વસ્તુ ને પોતાની ટીમ માટે લક્કી માને છે.

કરણ જોહર :

તમે નોંધ્યું હશે કે કરણ જોહર ની દરરેક ફિલ્મ નું નામ “ક” અક્ષર થી શરુ થાય છે.આ તેમના અંધવિશ્વાસ ની દેન છે.તેમને લાગે છે કે જ્યાં સુધી તેઓ પોતાની ફિલ્મ નું નામ ક ઉપર થી નહિ રાખે ત્યાં સુધી તેની ફિલ્મ હીટ નહિ જાય.જોકે હવે તેઓએ અંધવિશ્વાસ છોડી દીધો છે. 

એકતા કપૂર :

કરણ જોહર ની જેમ જ એકતા કપૂર પણ જ્યોતિષ ના કારણો થી પોતાની દરરેક ફિલ્મો અને સીરીયલ નું નામ “ક” ઉપર થી રાખવા ની આદત છે.એટલું જ નહિ તેઓ તો ફિલ્મ ની શુટિંગ શરુ કરવા અને રીલીઝ કરવાની તારીખ વિશે પણ જ્યોતિષ ની સલાહ લે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!