જયારે વરરાજો હેલીકૉપટર માં જાન લઈને પહોંચ્યો ત્યારે દુલ્હને આવા પોઝ આપ્યા

લગ્ન એક એવી સ્થિતિ છે જે મોટા ભાગના લોકો આખા જીવન માં એક વાર જ કરતા હોય છે. જોકે કોઈક કોઈક એક કરતા વધુ વખત પણ કરતા હોય છે.એટલા મોટા ભાગના લોકો પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે કઈ ને કઈ એવી વસ્તુ કરતા જ હોય છે કે જેને લીધે તેમના લગ્ન લોકો ના માટે અને તેમના માટે ખુબ જ યાદગાર રહી જાય.

એવા માં આજે અમે તમને એક એવા વરરાજા વિશે જણાવીશું કે જેઓ પોતાના લગ્ન ની જાન હેલીકોપ્તર માં લઈને પહોચ્યા હતા. આ વાત પર મોટા ભાગના લોકો ને વિશ્વાસ નહિ આવે પણ આ વાત સાચી છે અને આ વાત ગુજરાત ની જ છે.તો ચાલો જાણીએ આ વરરાજા અને તેમના લગ્ન વિશે.

ભરૂચ ના ઝઘડિયા તાલુકા ની છે આ વાત :

ભરૂચ ના ઝઘડિયા તાલુકા ના પાણીથા ગામ માં રવિવારે અચાનક એક સફેદ રંગનું હેલીકોપ્ટર ઉતર્યું. આ જોઇને ગામના લોકો આ હેલીકોપ્ટર ને જોવા માટે બહાર આવી ગયા હતા. 

જયારે તેઓએ જોયું ત્યારે તેમને જાણ થઇ કે આતો કોઈ વરરાજા છે કે જે પોતાની જાન લઈને આવ્યા છે.

આ છે વરરાજા  :

વડોદરા માં રહેતા વસંત પટેલ કે જેઓ સાવલી માં પ્લાસ્ટિક ની ફેક્ટરી ધરાવે છે તેમના પુત્ર બાદલ પટેલ પોતાના લગ્ન માં આ હેલીકોપ્ટર લઈને આવ્યા હતા.

આમની સાથે થયા હતા લગ્ન નક્કી :

આ વરરાજા બાદલ પટેલ ના લગ્ન પાણેથા ગામ ના અતુલ પટેલ નામના વ્યક્તિ ની પુત્રી અનલ પટેલ સાથે થયા હતા નક્કી.અતુલ પટેલ પોતે ધારીખેડી સુગર ફેક્ટરી ના માલિક છે.

પરિવારજનો સાથે પડાવ્યા ફોટા :

વરરાજા બાદલ એ હેલીકોપ્ટર ની બાજુ માં પોતાના પરિવાર જનો સાથે ફોટા પડાવ્યા હતા.

લિમોઝીન માં બેસીને ગયા હતા પરણવા :

બાદલ પટેલ એ હેલીકોપ્ટર પર થી ઉતરી ને પરણવા માટે લિમોઝીન માં ગયા હતા આ દ્રશ્ય જોવા માટે પણ ઘણા લોકો ઉમટી પડ્યા હતા.

આટલા બધા લોકો હેરાન ન કરે તે માટે બે બાઉન્સરો ને પણ રાખવામાં આવ્યા હતા.

વધુ ની સાથે પણ પડાવ્યો ફોટો :

આ બાદ બાદલ પટેલ એ તેમની વધુ એટલે કે અનુ પટેલ ની સાથે હેલીકોપ્ટર ની બાજુ માં ઊભીને ફોટા પદ્વ્યા હતા. હેલીકોપ્ટર અને લિમોઝીન લઈને પરણવા આવી ને તેઓએ પોતાના આ લગ્ન ને ખરેખર યાદગાર બનાવી દીધા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!