કરીનાના ભાઈના લગ્નમાં આ કપલને લીધે મહેફિલમાં ચાર ચાંદ લાગ્યા – જુવો વિડીયો

બોલીવૂડ ની અભિનેત્રી કરીના કપૂર ના પિતરાઈ ભાઈ અરમાન જૈન ના હાલ માં જ લગ્ન થયા. લગ્ન માં આખું કપૂર ખાનદાન લાંબા સમય પછી એક સાથે જોવા મળ્યું હતું, જેની કેટલીક તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ બધા જ વિડીયો માં થી એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલો છે, જેમાં એક એવું કપલ જોવા મળી રહ્યું છે કે જે સામાન્ય રીતે પડતી થી દુર જ રહે છે. કપૂર ખાનદાન ની પાર્ટી નો એક અંદરનો વિડીયો બહાર આવ્યો છે કે જેમાં બધાની નજર આ કપલ પર હતી.

મન મૂકી ને નાચી હતી કરીના કપૂર :

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ને તેના ભાઈ ના લગ્ન માં મન મુકીને નાચતી જવામાં આવી હતી. આ વિડીયો પણ અત્યારનાં દિવસો માં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ લગ્ન માં કરીના કપૂર સિવાય કરિશ્મા કપૂર એ પણ ખુબ જ સારું પર્ફોર્મન્સ આપ્યું હતું.પરંતુ અમે અહી એવા એક કપલ ની વાત કરી રહ્યા છીએ કે જે સામાન્ય રીતે મીડિયા ની નજરો થી દુર જ રહે છે, પરંતુ આ પાર્ટી માં બંને એક સાથે નજર આવ્યા હતા.

કપૂર ખાનદાન ની પાર્ટી માં નજર આવ્યું આ કપલ :

આમતો કપૂર ખાનદાન ની પાર્ટી ના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા, પરંતુ તેમાંથી એક વિડીયો લોકો માટે ખાસ હતો કેમકે તે અંદર નો વિડીયો હતો, જેમાં એક કપલ નજર આવ્યું હતું જેને જોઇને લોકો નું ધ્યાન તરત જ તેમની પર પડ્યું હતું.

અમે વાત કરી રહ્યા છીએ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ ની, જે કરીના કપૂર ના ભાઈ ના લગ્ન ની પાર્ટી માં ખુબ નાચતા જોવા મળ્યા હતા. બંને એ એકબીજા સાથે ડાન્સ તો કર્યો જ પરંતુ સાથે સમય પણ પસાર કર્યો હતો.

કરી રહ્યા છે એક બીજા ને ડેટ ?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો માં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ એક બીજા સાથે સમય પસાર કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે.એટલું જ નહિ, બંને એક બીજા સાથે વધારે આરામદાયક લાગી રહ્યા હતા.એવા માં માનવામાં આવી રહ્યું છે કે આ બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે.જોકે તેઓએ પોતાની ડેટ ની ખબર બધાથી છુપાવીને રાખી છે, જેને લીધે લોકો ને તેમની પ્રેમ કહાની વિશે ખબર નથી.

આ વિડીયો આવ્યા પછી આ બંને ના અફેયર ની ચર્ચા ચાલી રહી છે, અને એવું માનવામાં આવી રહ્યું છે કે બંને એક બીજાને ઘણા બધા સમય થી ડેટ કરી રહ્યા છે.

નવા વર્ષે પણ દેખાણા હતા સાથે :

સમાચાર નું માનીએ તો આ પહેલી વખત નથી કે બંને એક બીજા સાથે જોવા મળ્યા હોય, પરંતુ આનાથી પહેલા પણ ઘણી વાર એકબીજા સાથે જોવા મળ્યા હતા. નવા વર્ષે બંને એક સાથે નવા વર્ષ ને માણતા જોવા મળ્યા હતા.કિયારા અડવાણી છેલ્લા ઘણા સમય થી કબીર સિંહ ને લઈને ચર્ચા માં હતી. ફિલ્મ માં પોતાની એક્ટિંગ થી લોકો નું દિલ જીતી લીધું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!