ખરાબ અને નકારાત્મક શક્તિઓને ઘર માંથી ભગાડવા આ ૬ ઉપાય ફાયદારૂપ નીવડશે – લક્ષ્મીજી નો વાસ થશે

ઘર માં ક્યારેક એટલા બધા દુખ આવી જાય છે કે સુખ નું ક્યાય નિશાન જ નથી દેખાતું.આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે અટકી જાય છે કા બગડી જાય છે.ધન ની હાની થાય છે, પરિવાર માં સૌનું વારંવાર બીમાર પડવું એ કઈક એવી ઘટના છે કે જે આપણે અંદર થી તોડી નાખે છે.

કહેવામાં આવે છે કે એવી સ્થિતિ આ વાત નો સંકેત હોય છે કે તમારા ઘર માં નકારાત્મક શક્તિઓ નો વાસ છે. આ નકારાત્મક શક્તિઓ ને લીધે તમારા પરિવાર માં સંકટ ના વાદળો છવાઈ જતા હોય છે.એવું લાગે છે કે બધી બાજુ થી દુખો જ આવી રહ્યા હોય.આજે અમે તમને આવી નકારાત્મક શક્તિઓ ને ઘરમાંથી ભગાડવા માટે ના છ ઉપાય ફાયદારૂપ નીવડશે.

મીઠા થી ભગાડો નકારાત્મક શક્તિઓ ને :

ઋષિ મુનીયો મુજબ મીઠું એ ખુબ જ શક્તિશાળી પદાર્થ છે.આ નકારાત્મક શક્તિઓ ને ભગાડવા માટે તે ખુબ જ લાભકારી સાબિત થાય છે.આનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે.

ઘરના બાથરૂમ માં એક મીઠા નો ભરેલો વાટકો રાખી દેવો આનથી નકારાત્મક શક્તિઓ ભાગી જશે.આ મીઠા ને સમયે સમયે બદલતું રહેવું.ઘર ના નેરુત્ય ના ખૂણે કાચ ના ગ્લાસ માં પાણી અને મીઠા નું મિશ્રણ રાખી દેવાથી ધન લાભ થાય છે.

દેવી દેવતાઓ ની આરાધના :

ઘર ની અંદર વસેલી કોઈ પણ નકારાત્મક શક્તિઓ ને દેવી દેવતા ઓ ની આરાધના કરી ને ભગાડી શકાય છે.હનુમાન ચાલીસા, ભૈરવ રક્ષા સ્ત્રોત, કાળી માતા ના મંત્રો અને દુર્ગા સપ્તશતી જેવા પાઠ આ સ્થિતિ માં ખુબ જ કામ આવે છે.

ઘંટી અને શંખ વગાડવું :

ઘર માં સવાર અને સાંજે ઘંટી અને શંખ વગાડતા રહેવું જોઈએ.આમાંથી નીકળેલ ધ્વની પોઝીટીવ એનર્જી ઉત્પન્ન કરતી હોય છે, જે નેગેટીવ શક્તિઓ ને ડરાવીને ભગાડવા માટેનું કાર્ય કરે છે.પૂજા પાઠ ના સમયે શંખ અને ઘંટી વગાડવી જ જોઈએ.

બાથરૂમ ની સફાઈ :

ઘર માં સૌથી વધુ નકારાત્મક શક્તિઓ બાથરૂમ માં જ ઉત્પન્ન થાય છે.એટલા માટે તેને સાફ રાખવું ખુબ જ જરૂરી છે.નહીતર ઘર માં આ નકારાત્મક શક્તિઓ નું સ્તર વધતું જ જાય છે.

કરોળિયા ના જાળ ને હટાવી દેવા :

ઘર માં કરોળિયા ના જાળ નું બનવાને અશુભ માનવામાં આવે છે.આનાથી નકારાત્મક શક્તિઓ જલ્દી જ આકર્ષિત થઇ જાય છે.તે ઘર માં વસી જાય છે.એટલે કરોળિયા ના જાળ ને હટાવી જ દેવા જોઈએ.

ગંગાજળ ને છાંટવું :

ઘર માં ગંગાજળ છાંટવા થી નકારાત્મક શક્તિઓ દુર થાય છે અને સાથે જ ગંગાજળ ઘર ને પવિત્ર પણ બનાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!