કિટી પાર્ટી’ એટલે શું ? – શું તમે તમારી કિટી પાર્ટીમાં આટલી એક્ટીવીટી કરો છો?

કિટી પાર્ટી એક પ્રકાર ની પાર્ટી જ હોય છે, કે જે સ્ત્રીઓ દ્વારા કરવા માં આવે છે.ભારત માં કિટી પાર્ટી નું ચલણ ખુબ જ વધુ છે અને ભારત ના દરરેક શહેર માં સ્ત્રીઓ પાર્ટી જરૂર થી કરે છે.આ પાર્ટી એક અલગ પ્રકાર ની પાર્ટી હોય છે, આ પાર્ટી દરમિયાન સ્ત્રીઓ ખુબ જ મસ્તી કરે છે.

જોકે એવી સ્ત્રીઓ પણ છે કે જેમને કિટી પાર્ટી તો શું આ પાર્ટી દરમિયાન શું શું કરવામાં આવે છે તેના વિશે ની પણ જાણકારી હોતી નથી.આજે અમે તમને કિટી પાર્ટી થી જોડાયેલ બધીજ જાણકારી આપીશું.જેથી કરીને તમે પણ તમારા ઘર માં આ પાર્ટી કરી શકો અને મસ્તી પણ કરી શકો.તો ચાલો પહેલા જાણીએ કે કિટી પાર્ટી હોય છે શું ??

શું હોય છે કિટી પાર્ટી ?

કિટી પાર્ટી સામાન્ય રીતે એક શેરી ની સ્ત્રીઓ ભેગી થઇ ને કરતી હોય છે અને વધુ પડતી લગ્ન કરેલી સ્ત્રીઓ ભેગી મળી ને આ પાર્ટી નું આયોજન કરતી હોય છે. ઘણી સ્ત્રીઓ અઠવાડિયા માં એક વાર આ પાર્ટી કરતી જ હોય છે.તો કેટલીક સ્ત્રીઓ મહિના માં એક વાર આ પાર્ટી નું આયોજન કરે છે.

કિટી પાર્ટી માત્ર એક પાર્ટી નથી, આ પાર્ટી દરમિયાન સ્ત્રીઓ સમિતિ પણ બનાવે છે જેને લીધે તેઓ ને પૈસા ભેગા કરવા માં મદદ મળે છે.

આવું કરવા માં આવે છે આ પાર્ટી માં :

આજ ના સમય માં આ પાર્ટીનો ખુબ જ ટ્રેંડ ચાલી રહ્યો છે. કિટી પાર્ટી થી સંબંધિત ઘણા સવાલો છે જેમકે આ પાર્ટી નું મેન્યુ, પાર્ટી નું વેન્યુ, થીમ અને શણગાર વગેરે. ચાલો જાણીએ આ બધાજ પ્રશ્નોના જવાબ.

ગપસપ :

કિટી પાર્ટી ગપસપ માટે જાણીતી છે. કેમકે આ પાર્ટી દરમિયાન સ્ત્રીઓ ખુબ જ ગપસપ કરતી હોય છે.ગપસપ સિવાય અઠવાડિયા કે મહિના માં શું નવું થયું તેના વિશે એક બીજાને જણાવે છે.

રમતો :

આ પાર્ટી મજા કરવા માટે તેમાં ઘણી બધી રમતો નું આયોજન પણ કરવામાં આવે છે.આ રમતો રમવા થી પાર્ટી માં ખુબ જ મનોરંજન થાય છે.આ પાર્ટી દરમિયાન સંગીત ખુરસી, પત્તા, ડમ્બ ચરદેસ જેવી ઘણી રમતો પણ રમવામાં આવે છે.સાથે જ જે પણ આ રમત માં જીતે છે તેને એક ઇનામ પણ આપવામાં આવે છે.

ખરીદી :

અત્યારે ઘણી બધી સ્ત્રીઓ ઘરે બેસી ને ખરીદી કરવાનું પસંદ કરે છે.કિટી પાર્ટી દરમિયાન સ્ત્રીઓ એક બીજા પાસેથી સલાહ લઈને ઓનલાઈન કપડાઓ પણ ખરીદે છે.એટલુજ નહિ ઘણી વાર તો પાર્ટી માં કપડા વેચવા વાળા ને પણ બોલાવી લે છે અને સાથે મળી ને કપડા ની ખરીદી કરે છે.

ગીફ્ટ :

કેટલીક પાર્ટીઓ માં ગીફ્ટ પણ આપવા માં આવે છે.જે સ્ત્રી ના ઘરે પાર્ટી રાખવામાં આવી હોય છે, તે પોતાના ઘરે આવેલી સ્ત્રીઓ ને કઈ ને કઈ ગીફ્ટ પણ આપતી હોય છે.

મેન્યુ :

કિટી પાર્ટી માં સમોસા, ચા, કોફી, નાસ્તો વગેરે જેવી વસ્તુઓ રાખવા માં આવે છે.કેટલીક સ્ત્રીઓ પોતાના ઘરે આ બધી વસ્તુઓ બનાવે છે તો કેટલીક બહાર થી લઇ આવે છે.

સજાવટ :

આ પાર્ટી ની થીમ અનુસાર જે સ્ત્રી ના ઘરે પાર્ટી હોય છે તે પોતાના ઘર ને સજાવે પણ છે. આ સિવાય કેટલીક વાર સ્ત્રીઓ ઘર ની બહાર જઈ ને હોટલ માં પણ કિટી પાર્ટી કરતી હોય છે.

તો આ રીતે અલગ અલગ સ્ત્રીઓ કિટી પાર્ટી નું આયોજન કરી ને તેની મજા માણે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!