કુંડળીમાં મંગળ હોય તો આ ૩ તકલીફો સહન કર્યે જ છૂટકો – આવો ઉપાય ફાયદો આપી શકે છે

મંગળ ગ્રહ ઉર્જા નો ગ્રહ છે.કુંડળી માં આ ગ્રહ ની સાચી દિશા હોય તો વ્યક્તિ નું ભાગ્ય ખુલી જાય છે અને જીવન માં તેને દરરેક વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે.જોકે કુંડળી માં આ ગ્રહ ની સ્થિતિ ખોટી જગ્યા એ હોય તો આ ગ્રહ જીવન ને દુખો થી ભરી શકે છે. મંગળ ગ્રહ ના ભારી હોવાથી નીચે જણાવી દીધેલી સમસ્યાઓ જીવન માં જરૂર આવે છે.

કરજા ની સમસ્યા :

કુંડળી માં જો મંગળ ગ્રહ ભરી હોય તો વ્યક્તિ કરજા માં ડૂબી શકે છે. જો તમે ખુબ જ કરજા માં છો તો સમજી લો કે તમારી કુંડળી માં મંગળ ગ્રહ ની દિશા ખોટી છે અને આ ગ્રહ ને લીધે તમારે આર્થિક સંકટ નો સામનો કરવો પડશે. આ સ્થિતિ ને સારી કરવા અને કરજા થી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે.

ઉપાયો :

  • મંગળવાર ના દિવસે સવારે સ્નાન કરીને માથા પર લાલ ચંદન લગાવવું. આવું કરવાથી કુંડળી માં રહેલા આ ગ્રહની સ્થિતિ મજબુત થશે અને કરજા થી મુક્તિ મળે છે.
  • એક ભોજપત્ર પર મંગળ દેવતા ના મંત્ર ને ૨૧ વાર લખવું. આ મંત્ર લાલ ચંદન ની મદદ થી લખવું.મંત્ર લખ્યા પછી આ ભોજપત્ર ને પાણી માં પધરાવી દેવું.આ ઉપાય કરવાથી પણ તમને કરજા માંથી મુક્તિ મળી જશે.
  • ગરીબ લોકો ને મંગળવાર ના દિવસે મીઠું ભોજન જમાડવું.

ઓછો સાહસ હોવો :

મંગળ ગ્રહ ની ખરાબ સ્થિતિ હોવાને લીધે વ્યક્તિમાં સાહસ ખુબ ઓછો હોય છે અને તે હમેશા ડરેલો અનુભવ કરે છે. એટલું જ નહિ વ્યક્તિ હમેશા તનાવ માં જ રહે છે.

ઉપાયો :

  • જો તમારી અંદર સાહસ ખુબ ઓછો હોય તો તમે મંગળ ગ્રહ ની પૂજા કરો. મંગળ ગ્રહ ની પૂજા કરવાથી શરીર માં ઉર્જા નો સંચાર થાય છે.મંગળ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે શિવજી ની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.એટલે તમે મંગળવાર ના દિવસે સવારે શિવલિંગ પર પાણી ચઢાવવું.
  • મુંગો રત્ન મંગળ ગ્રહ સાથે જોડાયેલ રત્ન છે. આ રત્ન ને ધારણ કરવાથી સાહસ ની અછત નો અનુભવ નહિ થાય અને મનમાં કોઈ પણ પ્રકાર નો ડર ઉત્પન્ન થતો નથી.

જમીન કે સંપતિ નો વિવાદ હોવો :

મંગળ ગ્રહ જો ખોટી રાશી માં હોય તો વ્યક્તિ જમીન થી જોડાયેલ વિવાદો માં ફસાઈ જાય છે.સાથે જ જમીન કે સંપતિ નું નુકસાન પણ સહન કરવું પડી શકે છે.આ માટે નીચે જણાવેલા ઉપ્યો કરવા.

ઉપાયો :

  • તાંબા થી બનેલી કોઈ વસ્તુ ને મંગળવાર ના દિવસે પોતાના ઘર ની દક્ષીણ દિશા માં સ્થાપિત કરવી.ધાતુ સિવાય ઈચ્છો તો મંગળ યંત્ર ને પણ ઘર માંર રાખી શકો છો.
  • જે જમીન ને લઈને વિવાદો ચાલી રહ્યા હોય તે જમીન પર મંગળવાર ના દિવસે પૂજા કરવી અને તે જમીન માં તાંબા નો સિક્કો દબાવી દેવો.આ ઉપાય કરવાથી જમીન થી જોડાયેલા વિવાદો દુર થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!