લગ્નના એકદમ પહેલા નેહા કક્કડ ને ધર્મેન્દ્રએ આશીર્વાદ આપ્યા – આ તસવીરો વાઈરલ થઇ

બોલીવૂડ ની ધાકડ સિંગર નેહા કક્કડ અત્યારે તેના લગ્ન ને લઈને ખુબજ ચર્ચા માં છે.નેહા ના લગ્ન ને લઇ ને ઘણી બધી ખબરો આવી રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ૧૪ ફેબ્રુવારી ના દિવસે લગ્ન કરશે.

હા, નેહા કક્કડ અને આદિત્ય નારાયણ ના લગ્ન ની ખબરો હમણા મીડિયા માં ખુબ જ આવી રહી છે.જેને લીધે તેના પ્રસંશકો ખુબ જ ઉત્સાહિત છે.એવા માં હવે તેમની જોડી ને ધર્મેન્દ્ર નો આશીર્વાદ પણ મળી ગયો છે.

ઘણા સમય થી ચાલી રહી છે વાતો :

ઘણા સમય થી નેહા કક્કડ અને આદિત્ય નારાયણ ના લગ્ન ની વાતો ખુબજ વાયરલ થઇ રહી છે.આ ખબર કેટલી સાચી છે કે કેટલી ખોટી તેના વિશે તો અત્યારે કોઈ પણ જાણકારી મળી નથી.

આ મુદ્દા પર નેહા કે આદિત્ય બંને માં થી કોઈ પણ ખુલી ને વાત કરી રહ્યા નથી, પરંતુ બંને ની વચ્ચે કઈક ચાલી તો રહ્યું જ છે, જેની શરૂઆત ઇન્ડિયન આઈડલ ના સેટ પર થઇ હતી.આ બંને ની લવસ્ટોરી ની શરૂઆત ઇન્ડિયન આઈડલ ના સેટ પર થી જ થઇ હતી.હવે આ બંને ની જોડી ને ધર્મેન્દ્રજી નો આશીર્વાદ પણ મળી ગયો છે.

વાયરલ થયેલી તસવીરો માં દેખાઈ રહ્યા છે ધર્મેન્દ્ર :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો માં તમે જોઈ શકો છો કે ધર્મેન્દ્ર નેહા અને આદિત્ય નારાયણ ને આશીર્વાદ આપતા નજર આવી રહ્યા છે.આ તસ્વીરને લઈને એવો દાવો કરવા માં આવી રહ્યો છે કે ધર્મેન્દ્રજી એ આ બંને ની જોડી ને આશીર્વાદ આપ્યો છે કેમકે બંને જલ્દી થી જ લગ્ન કરવાના છે.

હવે પછી ના ૭ દિવસો માં જ ખબર પડશે કે ખરેખર શું થવાનું છે બંને ના લગ્ન થવાના છે કે નહિ.

લગ્ન ની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે :

મીડિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આદિત્ય અને નેહા બંને ના લગ્ન ની તૈયારીઓ પણ ચાલુ થઇ ગઈ છે.આ કારણે જ તેમના ઘરના લોકો ખુબ જ વ્યસ્ત છે.

એટલુજ નહિ નેહા અને આદિત્ય ને લઈને અવાર નવાર કોઈ ને કોઈ વિડીયો પણ વાયરલ થતો રહે છે.

ઉદિત નારાયણે કહ્યું આવું :

નેહા અને આદિત્ય ના લગ્ન ની ખબરો વિષે મીડિયા દ્વારા ઉદિતજી ને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મીડિયા એ તો પહેલા થી જ બંને ની જોડી બનાવી દીધી છે.સાથે જ તેમણે કહ્યું કે વહુ તરીકે હું તો નેહા ને સ્વીકારવા માટે તૈયાર જ છું. જોકે તેમણે મીડિયા ને ચોખ્ખી તો કોઈ જાણકારી આપી નથી.

હવે ખરેખર શું સાચું છે તેની જાણકારી તો ૧૪ ફેબ્રુવારી ના દિવસે જ ખબર પડશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!