લગ્નના ૪૭ વર્ષ પછી જયા-અમિતાભે આ ફોટો શેર કર્યા – લંડન જવાની જલ્દીમાં આ રીતે લગ્ન કરવા પડેલા હતા

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલીવૂડ ની સૌથી ચર્ચિત જોડિયો માં થી એક છે. આમના લગ્ન ને ૪૭ વર્ષ થઈ ગયા છે. તેઓએ પોતાના ફિલ્મી કરિયર માં એક થી વધુ એક સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. વર્ષ ૧૯૭૩ માં ૩ જુન ને દિવસે અમિતાભ  બચ્ચન એ જ્યા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા.

હમણાં જ ગયેલા વેલેનટાઈન ડે ના અવસર પર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.આમાંથી એક તસ્વીર એ જગ્યા ની છે કે જ્યાં તેઓના લગ્ન થયા હતા અને બીજી તસ્વીર તેમના લગ્ન ના ઘણા વર્ષો પછી ના કોઈ ફંક્શન ની છે.

આ ફિલ્મ માં મળ્યા હતા પહેલી વાર :

જ્યા બચ્ચન પહેલી વખત ઋષિકેશ મુખર્જી ની ફિલ્મ “ગુડ્ડી” ના સેટ પર અમિતાભ બચ્ચન ની સાથે મળ્યા હતા. આના પછી વર્ષ ૧૯૭૩ માં બંને એક સાથે “ઝંઝીર” ફિલ્મ માં દેખાયા હતા.

જણાવી દઈએ કે ઝંઝીર ફિલ્મ ના રીલીઝ થયા ની પહેલા જ તેમની લવ સ્ટોરી માં એક ઘુમાવ આવ્યો જયારે તેમના મિત્રો એ એક શરત રાખી હતી કે જો ફિલ્મ હીટ ગઈ તો તેઓ ફરવા માટે લંડન જશે.

પિતા એ ના પાડી હતી લગ્ન થી પહેલા સાથે જવાની :

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંને લગ્ન ની પહેલા જ ફરવા જવા માંગતા હતા, પરંતુ અમિતાભ બચ્ચન ના પિતા હરિવંશ રાય બચ્ચન એ તેમને લગ્ન ની પહેલા જયા ની સાથે ફરવા જવા ની ના પાડી દીધી હતી.

તેઓએ કહ્યું કે લગ્ન થયા પહેલા તમને બંનેને સાથે લંડન જવા ની રજા ન આપી શકું.

નિરાશ થવા ને બદલે અમિતાભ એ ભર્યું આ પગલું :

અમિતાભ ના માતા પિતા એ અમિતાભ ને લંડન જવા ની ના પાડતા, અમિતાભ બચ્ચન તેમના માતા પિતા ની આ “ના” થી નિરાશ થવાને બદલે તેઓએ પોતાની લવ લાઈફ માં સૌથી મોટો કદમ ઉઠાવ્યો અને આ અનુભવ્યું કે લગ્ન નો નિર્ણય લેવા નો સાચો સમય છે.

તરત જ હા પાડી દીધી :

જયારે અમિતાભ બચ્ચન એ જયા ને લગ્ન માટે પ્રપોઝ કર્યા અને તેઓને લગ્ન કરવાનો નિર્ણય લીધો, આ પછી તેઓ પોતાના માતા પિતા ની પાસે તેમની મંજુરી લેવા માટે પહોચ્યા અને તેઓએ તરતજ હા પાડી દીધી.

થોડાક જ દિવસો ની અંદર બધુજ નક્કી થઇ ગયું અને ૩ જુન ૧૯૭૩ ના દિવસે તેઓ લગ્ન ના બંધન માં બંધાઈ ગયા અને તે જ દિવસે તેઓ લંડન માટે રવાના થઇ ગયા.

લગ્ન ના થોડા ક વર્ષો માં જ અમિતાભ ના અફેયર ની ચર્ચા ચાલી :

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના લગ્ન થયાના થોડા વર્ષો પછી રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચે ના અફેયર ની વાત ચાલી હતી.માત્ર ત્રણ વર્ષ પછી જ બંને ના અફેયર ની વાત ફિલ્મ જગત માંથી આવવા લાગી.

એક ઈન્ટરવ્યું માં રેખા વિશે કહ્યું હતું કઈક આવું :

અમિતાભ ને જયારે એક ઈન્ટરવ્યું માં રેખા વિશે કહ્યું હતું કે “તે મારી સહ કલાકાર છે અની જયારે અમે એક સાથે કામ કરતા હતા ત્યારે એક બીજાની સાથે મળવું એ સ્વાભાવિક છે અને જો સામાજિક રીતે પણ જોશો તો અમારી વચ્ચે એવું કઈ પણ નથી.”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!