માધુરી દીક્ષિતના આ ગાઉન પહેરેલા ફોટો થયા વાઈરલ – પતિદેવ સાથે આ રીતે પોઝ આપ્યા

માધુરી દીક્ષિત બોલીવૂડ ની એક એવી અભિનેત્રી છે કે જે પોતાના હસવા થી જ લાખો લોકો નું દિલ જીતી લે છે.દેશભર માં લોકો તેમને ઘણા નામો થી ઓળખે છે.કોઈ તેમને “ધક ધક ગર્લ” ના નામથી ઓળખે છે તો કોઈ તેમને “મોહિની” નામ થી બોલાવે છે.તેમની સ્માઈલ સિવાય લોકો તેમના ડાન્સને પણ ખુબ જ પસંદ કરે છે.

વર્ષ ૧૯૯૯ માં કર્યા લગ્ન :

ફિલ્મો માં સફળ થઇ ગયેલી અભિનેત્રી માધુરી દીક્ષિત એ વર્ષ ૧૯૯૯ માં અમેરિકા ના પ્રખ્યાત સર્જન ડોક્ટર શ્રીરામ નેને ની સાથે લગ્ન કરી લીધા.જણાવી દઈએ કે જયારે તેમના લગ્ન થયા ત્યારે શ્રીરામ ને અંદાજ પણ નહતો કે માધુરી ભારત ની આટલી મોટી સ્ટાર છે.

લગ્ન પછી માધુરી દીક્ષિત ના બે દીકરાઓ થયા જેમનું નામ આરીન અને રેયાન છે.માધુરી અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની અને તેમના પરિવાર ની તસ્વીરો શેર કરે છે.

તરતજ વાયરલ થઇ જાય છે ફોટા :

માધુરી દીક્ષિત જેવો કોઈ પણ ફોટો સોશિયલ મીડિયા માં શેર કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.એવામાં માધુરી નો એક એવો લુક વાયરલ થઇ રહ્યો છે, જે તેમના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

પતિ સાથે પહોચી આ પાર્ટી માં :

વાયરલ થઇ રહેલી માધુરી ની તસ્વીરો એ એક ફિલ્મ પ્રોડ્યુસર ની દીકરી ના રિસેપ્શન ની પાર્ટી છે.આ પાર્ટી માં તે પોતાના પતિ ડોક્ટર શ્રીરામ સાથે પહુચી હતી.આ દરમિયાન આ કપલ નો ખુબ સારો અંદાજ જોવા મળ્યો.

આ હતો લુક :

જો વાત કરીએ માધુરી ના લુક ની તો તેઓ એ ગોલ્ડન રંગ નું ગાઉન પહેર્યું હતું, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.આ સાથે તેઓ એ મેચિંગ ઈયરીંગ, હાથ માં પાટલા, ચાંદલો અને લિપસ્ટિક કરી હતી.

પતિ નો પણ લુક હતો જોરદાર :

માધુરી ની સાથે આવેલા તેમના પતિ નો લુક પણ ખુબ જોરદાર હતો. તેઓએ કાળા રંગનું કોટ-પેન્ટ પહેર્યું હતું, જેમાં તેઓ ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.માધુરી અને શ્રીરામ એક બીજા ને પરફેક્ટ કોમ્પ્લીમેન્ટ કરી રહ્યા હતા.

એક સમયે બોલીવૂડ માં રાજ કરતી હતી માધુરી :

એક સમય એવો હતો કે જયારે માધુરી દીક્ષિત એ બોલીવૂડ માં રાજ કરતી હતી, જોકે આજે પણ લોકો તેમની આવેલી ફિલ્મ જોવા માટે મોટી સંખ્યા માં ઉમટી પડે છે.છેલ્લે તેઓ અભિષેક વર્મન દ્વારા નિર્દેશિત ફિલ્મ “કલંક” માં જોવા મળી હતી.જોકે આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ થઇ ગઈ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!