મહાશિવરાત્રીનો આ વિશેષ સંયોગ લાવશે આ પ્રમાણે ફેરફાર – ઈચ્છા મુજબ ફળ મેળવવા આ વસ્તુઓ થી અભિષેક કરવો

ભગવાન શિવ ની કૃપા જેમના પર વર્ષે છે તેમનું જીવન ધન્ય જ થઇ જાય છે.ભગવાન ભોળાનાથ ખુબ જ દયાળુ છે.મહાશિવરાત્રી એ ભગવાન શિવ ની આરાધના કરવા માટે સૌથી પ્રમુખ પર્વ છે, જે આ વખતે ૨૧ ફેબ્રુવારી એટલે કે કાલે આવી રહ્યો છે.આ દિવસે બાબા ભોલેનાથ ની સાચી શ્રદ્ધા અને વિધિ વિધાન થી અભિષેક કરવાનો એક મોટું મહત્વ છે.આમ તો આ વખત ની મહાશીરાત્રી એટલે પણ ખાસ છે કે આ વખતે ખુબ જ શુભ સંયોગ પણ બની રહ્યો છે.

ખુબ દુર્લભ સંયોગ છે :

આ વખતે મકર રાશિ માં શનિ અને ચંદ્ર રહેવાના છે. ધનુ માં ગુરુ અને કુંભ રાશિ માં બુધ માં રહેવા વાળા છે. આ સિવાય શુક્ર નો વાસ મીન રાશિ માં આ મહાશિવરાત્રી ના અવસર પર થવાનો છે.

આટલા વર્ષ પહેલા બન્યો હતો આવો સંયોગ :

આ વખતે બનવા જઈ રહેલ આ સંયોગ છેલ્લે ૧૯૬૧ માં મહાશિવરાત્રી ના દિવસે બન્યો હતો. એટલે આ સંયોગ ૫૯ વર્ષ પહેલા બન્યો હતો. તેનાથી પણ ખાસ વાત એ છે કે જ્યોતિષો ના જણાવ્યા પ્રમાણે આ દિવસે સર્વથાસિદ્ધિ નો યોગ બનવા નો છે.

આ છે શુભ મુહુર્ત :

વાત કરીએ મહાશિવરાત્રી ના શુભ મુહુર્ત ની તો આની શરૂઆત ૨૧ ફેબ્રુવારી શુક્રવાર સાંજે ૫ વાગીને ૨૨ મિનીટ પર શરુ થશે. આ શુભ મુહુર્ત બીજા દિવસે એટલે કે ૨૨ ફેબ્રુવારી એ સાંજે ૭ વાગી ને ૨૦ મિનીટ સુધી રહેશે. આ શુભ મુહુર્ત દરમિયાન પૂજા કરવાથી ભોલાનાથ ની કૃપા થાય છે.

આવી રીતે કરવી પૂજા :

પૂજા કરવા માટે તમારે એક માટી નો લોટો લેવો, જેમાં પાણી કે દૂધ ભરી ને તેમાં બિલીપત્ર, આક્ળો અને ધતુરા ના ફૂલ ની સાથે ચોખા મૂકી દેવા. પછી તેને શિવલિંગ પર ચઢાવવું. 

જો તમે ભગવાન શિવ ની પૂજા ઘરે જ કરવા ઈચ્છતા હોય તો તમારે પહેલા ઘરમાં માટી ની એક શિવલિંગ બનાવવું અને પછી શિવલિંગ ની પૂજા કરવી.

આ કરવાનું પણ ન ભૂલવું :

નિશિથકાળ માં જો તમે મહાશિવરાત્રી ના અવસર પર ભગવાન શિવ નું પૂજન કરીએ તો આનાથી શુભ અને ફળ આપવા વાળી તક બીજી કોઈ નહિ થઇ શકે.ચારે પહરો માં પણ કોઈ પણ સમયે  શંકર ભગવાન શંકર ની પૂજા કરી શકાય છે. સાથે જ શિવ પુરાણ નો પાઠ કરવો અને સાથે જ મહામૃત્યુંન્જય મંત્ર અને ઓમ નમ: શિવાય જેવા મંત્રો નો જપ કરવો.

આનાથી કરવો અભિષેક :

જળ થી જો ભગવાન શિવ નો અભિષેક કરીએ તો શાંતિ મળે છે. જો દૂધ થી અભિષેક કરીએ તો સમસ્યાઓ તમારા જીવન થી દુર રહે છે.દહીં થી અભિષેક કરવા થી આજ્ઞાકારી સંતાન પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે.

જો ધન અને સંપતિ પ્રાપ્ત કરવા હોય તો તમારે ભોલેનાથ નો અભિષેક પંચમૃત થી કરવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!