મહાશિવરાત્રિ ના દિવસે રાશી પ્રમાણે આ રીતે મહાદેવની પૂજા કરવાથી કિસ્મત ચમકી ઉઠશે – વાંચો વિગત

આ વર્ષ મહાશિવરાત્રી ૨૧ ફેબ્રુવારી ના છે. ફાગણ મહિના ની કૃષ્ણ પક્ષ ની ચતુર્નાદશી ના દિવસને ભગવાન શિવ ના લગ્ન ની ચતુર્દશી માનવામાં આવે છે. આ ચતુર્દશી ને શિવપુરાણ માં મહાશિવરાત્રી કહેવામાં આવ્યું છે.

આ શિવરાત્રી ની આગળ મહા લાગવાનું એક મોટું કારણ છે. આમ જોઈએ તો શિવરાત્રી તો દરરેક મહિના માં આવે છે, પરંતુ ફાગણ મહિના ની શિવરાત્રી વર્ષ માં માત્ર એક જ વાર આવે છે.

મહાશિવરાત્રી ને શિવ અને શક્તિ ના મિલન ની રાત કહેવામાં આવે છે એટલા માટે આનું ખુબ જ મહત્વ છે.આ દિવસે જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ મુજબ પૂજા કરે છે તો તેને ખુબ જ લાભ થઇ શકે છે.

મેષ રાશિ :

આ રાશિ ધરાવતા લોકો એ લાલ રંગના પુષ્પો થી શિવજી ની પૂજા કરવી અને મધ થી અભિષેક કરવો સાથે જ “ઓમ નમ: શિવાય” નો જપ કરવો.

વૃષભ રાશિ :

આ રાશિ ના લોકોએ મહાશિવરાત્રી ના દિવસે સફેદ ફૂલ શિવજી ને અર્પિત કરવા અને દૂધ ચડાવવું સાથે મહા મૃત્યુંન્જય મંત્ર નો જાપ કરવો.

મિથુન રાશિ :

મિથુન રાશિ ના લોકો એ આ દિવસે અર્ક, ધતુરા ના ફૂલ અને દૂધ થી શિવજી નો અભિષેક કરવો. સાથે જ શિવચાલીસા નો પાઠ કરવો.

કર્ક રાશિ :

આ રાશિ ના લોકો એ મહાશિવરાત્રી ના દિવસે સફેદ કમળ કે સફેદ ફૂલ ચઢાવવા સાથે દૂધ અર્પણ કરવું શિવઅષ્ટક વાંચવું.

સિંહ રાશિ :

આ રાશિ ના લોકો એ લાલ ફૂલ અને પંચામૃત દ્વારા શિવજી ની પૂજા કરવી.

કન્યા રાશિ :

કન્યા રાશિ ના લોકો એ મહાશિવરાત્રી ના દિવસે ફૂલ, ભાંગ અને સુગંધી તેલ દ્વારા શંકર ભગવાન નો અભિષેક કરવો.શિવ પુરાણ માં વર્ણન કથા વાંચવી.

તુલા રાશિ :

આ રાશિ ના લોકો એ સફેદ ફૂલ અને દૂધ થી ભગવાન શિવ નો અભિષેક કરવો મહાકાલ સહ્સ્ત્નામ વાંચવું લાભકારી થશે. 

વૃશ્ચિક રાશિ :

આ રાશિ ના લોકો એ લાલ ફૂલ અને સરસવ ના તેલ થી ભગવાન શંકર ની પૂજા કરવી અને શિવજી ના ૧૦૮ નામનો સાચા મન થી જપ કરવો.

ધન રાશિ :

ભગવાન ને પીળા ફૂલ અર્પિત કરવા તથા સરસો ના તેલ થી પૂજન-અભિષેક કરવો. ૧૨ જ્યોતિર્લીંગ નું સ્મરણ કરવું.

મકર રાશિ :

ભોળાનાથ ને ભૂરા – કાળા ફૂલ તથા ગંગાજળ થી પૂજન અને અભિષેક કરવો.શિવ પંચાક્ષર મંત્ર નો જપ કરવો લાભકારી થશે.

કુંભ રાશિ :

ભૂરા ફૂલ તથા પાણી થી ભગવાન શિવ નું પૂજન કરવું.

મીન રાશિ :

પીળા ફૂલ તથા મીઠા પાણી થી પૂજન કરવું રાવણ રચિત શિવ તાંડવ નો પાઠ કરવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!