મલાઈકા અને અર્જુન વેલેન્ટાઇન ડે ના દિવસે શું કરતા હતા? – હોટેલની અંદર ના ફોટો બહાર આવ્યા

૧૪ ફેબ્રુવારી ના દિવસે આખી દુનિયા માં વેલેન્ટાઇન ડે મનાવવા માં આવે છે અને વધુ પડતા લોકો પોતાના પાર્ટનર ને ખાસ અનુભવ કરાવવા માટે સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરે છે.જ્યાં સામાન્ય લોકો આ દિવસ ઉજવવા માં આગળ હોય છે તેમાં સિતારાઓ પણ કઈ ઓછા નથી.

બધા સિતારાઓ એ પોતાના ચહિતા લોકો સાથે ખાસ તસ્વીરો શેર કરી હતી અને આમાં અર્જુન કપૂર – મલાઈકા અરોરા પણ સામેલ છે. પરંતુ મીડિયા માંથી એક ખબર સામે આવી છે કે મલાઈકા અને અર્જુન એ એક હોટેલ માં વેલેન્ટાઇન ડે મનાવ્યો ? આ વાત ની સાબિતી સોશિયલ મીડીયા પર આવેલી તસ્વીરો પરથી મળે છે.

મલાઈકા અને અર્જુન એ આ રીતે મનાવ્યો વેલેન્ટાઇન ડે :

જયારે પણ આપને બોલીવૂડ ના સિતારાઓ વિશે વાત કરીએ ત્યારે તેમના અફેયર ની વાત ચર્ચા માં આવી જ જાય છે.આ દિવસો માં ફિલ્મ જગત માં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ખાન સૌથી હોટ કપલ બની ગયું છે જેની ખુબ જ ચર્ચા થઇ રહી છે.

થોડા સમય પહેલા સુધી તો તેઓએ પોતાના સંબંધ ને છુપાવીને રાખ્યો હતો પરંતુ હવે તેઓ જાહેર માં જ પોતાના પ્રેમ નો ઈઝહાર કરે છે. સોશિયલ મીડિયા પર પોતાની અગત જીવન ની તસ્વીરો પણ શેર કરે છે અને તેમના ચાહકો ને તેમના પ્રેમ સંબંધ વિશે જણાવે છે.

એકબીજા ની સાથે પસાર કરે છે ખુબજ સમય :

થોડા દિવસો પહેલા વેલેન્ટાઇન ડે પર પણ તેઓએ કેટલીક તસ્વીરો શેર કરી હતી જે કોઈ એક ખાસ રૂમ માં તેઓ એ વેલેન્ટાઇન મનાવ્યો હોય તેવું લાગે છે. તેઓ એક બીજાની સાથે ખુબ જ વધુ સમય પસાર કરે છે અને આ સિવાય તે માલદીપ તો ક્યારેક અમેરિકા રજાઓ માણવા માટે જાય છે. 

પરંતુ આ વખતે વેલેન્ટાઇન ડે ને તેઓ એ ખુબ જ ખાસ રીતે મનાવ્યો હતો. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કઈ જગ્યાએ હતા એ તો કોઈ ને નથી ખબર પરંતુ તેઓ એ પોતાના હોટેલ ના રૂમ ની તસ્વીરો શેર કરી છે. અહી ખુબ જ ક્યુટ એવી મૂર્તિ નજર આવી રહી છે. આજુ બાજુ સ્ટ્રોબેરી રાખેલી છે અને પાછળ ગુલાબ થી સજાવેલ છે.

૪૫ વર્ષ ની છે મલાઈકા :

મલાઈકા ની ઉમર ૪૫ વર્ષ અને અર્જુન કપૂર ની ઉમર ૩૩ વર્ષ ની છે આમ છતાં આ કપલ એક ખુબ રોમેન્ટિક કપલ છે. ઉમર માં આટલો અંતર હોવાને લીધે લોકો તેમના આ સંબંધ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, પરંતુ આ પ્રેમ કરવા વાળાઓ ને કઈ ફર્ક પડતો નથી. અર્જુન અને મલાઈક પોતાના આ સંબંધ વિશે ખુલી ને વાત કરે છે અને તેઓ જલ્દી જ લગ્ન કરવા ના છે. અર્જુન કપૂર ના પિતા બોની કપૂર આ સંબંધ ની વિરુધ છે પરંતુ તેઓ એ પોતાના પિતા ને માનવી લીધા છે અને જલ્દી જ તેઓ મલાઈકા સાથે લગ્ન કરવાના છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!