મળો બોલીવુડના સુપર પ્રખ્યાત ભાઈઓ ની જોડી – લોકો અસલી જીંદગીમાં પણ એમને ભાઈ સમજી બેસેલા

બોલીવૂડ ફિલ્મો માં કેટલીક એવી ફિલ્મો પણ બનેલી છે જેમાં જે સંબંધો ફિલ્મો માં દેખાડવામાં આવતા હતા લોકો તેમને સાચા જ સમજે છે.ફિલ્મો માં અવાર નવાર ભાઈ નું પાત્ર ભજવવા વાળા સિતારાઓ ને લોકો એટલા પસંદ કરવા લાગ્યા છે કે લોકો સાચે જ તેમના સાચા ભાઈ સમજવા લાગ્યા છે.

અમે આજે આજના આ લેખ માં તમને બોલીવૂડ ની ફિલ્મો માં પ્રિય ભાઈઓ વિશે જણાવીશું જેમનું નામ અવાર નવાર લેવાય છે.

ફિલ્મો માં આ રહ્યા સૌથી પ્રિય ઓન સ્ક્રીન ભાઈ :

બોલીવૂડ માં ઘણી એવી જોડીઓ રહી છે જે હમેશા લોકો ના દિલ પર રાજ કરતી રહી છે પરંતુ કદાચ તમે કદાચ જ જાણતા હશો કે ઓન સ્ક્રીન સૌથી વધારે પસંદની ભાઈ ભાઈ ની જોડી કઈ હતી.આ જોડિયો એ દર્શકો ના દિલ પર રાજ કર્યું છે અને આજે અમે તે જ જોડીઓ વિશે જણાવીશું.

રાજેશ અને પ્રેમ (હમ આપકે હે કોન) :

વર્ષ ૧૯૯૪માં આવેલી ફિલ્મ હમ આપકે હૈ કોણ થી સલમાન ખાન એ પ્રેમ અને મોહનીશ બહલ એ રાજેશ નું પાત્ર ભજવ્યું હતું.આમની જોડી એટલી જ પ્રખ્યાત છે કે લોકો આજે પણ તે ફિલ્મ જોઇને તેમના પ્રેમ ને પસંદ કરે છે.ફિલ્મ જોઇને આ ભાઈઓ ની જોડીને લોકોએ ખુબ જ પસંદ કરી હતી અને સાચા જીવન માં પણ સલમાન મોહનીશ ના ખાસ મિત્ર છે.

વિવેક, પ્રેમ અને વિનોદ (હમ સાથ સાથ હૈ) :

વર્ષ ૧૯૯૯ માં આવી ફિલ્મ હમ સાથ સાથ હૈ માં વિવેક નું પાત્ર મોહનીશ બહલ, પ્રેમ નું પાત્ર સલમાન ખાન અને વિનોદ ના પાત્ર માં સૈફ અલી ખાન એ ભજવ્યું હતું.ફિલ્મ સામાન્ય રહી આ ત્રણેય ભાઈઓ નો પ્રેમ જોઇને લોકોની આંખો ભીની થઇ ગઈ હતી.

સાચા જીવન માં પણ તે બધા સાચા મિત્રો છે અને તેમની મિત્રતા આ ફિલ્મ પહેલા થી જ હતી.

રાહુલ અને રોહન (કભી ખુશી કભી ગમ) :

વર્ષ ૨૦૦૧ માં આવી ફિલ્મ કભી ખુશી કભી ગમ માં રહું નું પાત્ર શાહરૂખ ખાન અને રોહન નું પાત્ર ઋત્વિક રોશન એ ભજવ્યું હતું.ફિલ્મ બ્લોકબસ્ટર થઇ હતી અને એમાં આ ભાઈઓ નો પ્રેમ જોઇને દર્શકો નું દિલ ખુશ થઇ ગયું હતું.

જોકે શાહરૂખ અને ઋત્વિકએ એક બીજા સાથે કામ તો નથી કર્યું પરંતુ સાચા જીવન માં બંને ફેમીલી ફ્રેન્ડ છે.

રામ અને લખન (રામ – લખન) :

વર્ષ ૧૯૮૯ માં આવી ફિલ્મ રામ લખન માં રામ નું પાત્ર જૈકી શ્રોફ અને લખન નું પાત્ર અનીલ કપૂર એ ભજવ્યું હતુ. આ સિવાય બંને એ ઘણી ફિલ્મો સાથે કરી છે અને એકબીજાના ભાઈ બની ને સ્ક્રીન પર આવ્યા હતા.તેમની ટ્યુનીંગ એટલી સારી છે કે સાચા જીવન માં પણ તે ખુબ સારા મિત્રો છે.

રાહુલ અને અર્જુન (કપૂર એન્ડ સન્સ) :

વર્ષ ૨૦૧૬ માં આવી ફિલ્મ કપૂર એન્ડ સન્સ માં રાહુલ કપૂર નું પાત્ર ફવાદ ખાન અને અર્જુન કપૂર નું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા એ ભજવ્યું છે.આ ફિલ્મ સુપરહીટ થઇ અને આ ભાઈઓ ના પ્રેમ ને લોકોએ ખુબ જ પસંદ કર્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!