મોટી સ્ક્રીન પર ભલે માં નો સરસ કિરદાર નિભાવ્યો પણ રીયલ લાઈફમાં આ એક્ટ્રેસીસ ને સંતાન સુખ નથી મળ્યું હજી

બોલીવૂડ ની દુનિયા માં ખુબ જ જલ્દી થી બદલાવો આવી રહ્યા છે. બોલીવૂડ ફિલ્મો જે પહેલા બનતી હતી અત્યારની ફિલ્મો તેના કરતા ખુબ સારા કન્સેપ્ટ ની હોય છે. ત્યાં સુધી કે બોલીવૂડ ની અભિનેત્રીઓ પણ હવે નવી નવી પડકારો નો સામનો કરવો પડે છે. તેઓ એવા પાત્ર ભજવવા માં પણ અચકાતી નથી કે જેનો અનુભવ હજી સુધી તેમને સાચા જીવન માં થયો નથી.

બોલીવૂડ માં ઘણી અભિનેત્રીઓ એવી છે કે જે પોતે ફિલ્મો માં એક માં નું પાત્ર ખુબ જ સારી રીતે ભજવી ચુકી છે. જોકે તેઓ સાચા જીવન માં માતૃત્વ નો અનુભવ હજી સુધી કર્યો નથી. અહી અમે તમને બોલીવૂડ ની એવી ૫ અભિનેત્રીઓ વિશે જણાવવા ના છીએ.

સ્કાઈ ઇસ પિંક માં પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડા ની છેલ્લી ફિલ્મ સ્કાઈ ઇસ ધ પિંક હતી. આ ફિલ્મ માં તેઓએ બે બાળકો ની માતા નું પાત્ર ખુબ જ સારી રીતે ભજવ્યું હતું. સાચા જીવન માં જોઈએ તો પ્રિયંકા ચોપડા અત્યારે બાળકો માટે ની પ્લાનિંગ કરી રહી છે, જોકે આ ફિલ્મ માં તેઓએ જે રીતે માતા નું પાત્ર ભજવ્યું છે તેને જોઇને કોઈ એવું ન કઈ શકે કે પ્રિયંકા એ હજી સુધી માતૃત્વ નો અનુભવ કર્યો નથી.

દીપિકા પાદુકોણ બાઝીરાવ મસ્તાની માં :

સંજય લીલા ભણસાલી ની ફિલ્મ બાજીરાવ મસ્તાની નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ એ મસ્તાની ની ભૂમિકા ભજવી હતી. રણવીર સિંહ નું પાત્ર આ ફિલ્મ માં પેશ્વા બાજીરાવ નું હતું. દીપિકા પાદુકોણ એ આ ફિલ્મ માં રણવીર નું પાત્ર બાજીરાવ ની સાથે લગ્ન કર્યા હતા.

આ બંને ને શમશેર બહાદુર નામનો એક પુત્ર હતો. ફિલ્મ માં શમશેર બહાદુર ની માતા નું પાત્ર દીપિકા પાદુકોણ એ ભજવ્યું હતું.દીપિકા પાદુકોણ ના ભજવેલા આ પાત્ર ને જોઇનેકોઈ ન કહી શકે કે તેઓએ પણ સાચા જીવન માં હજી માતૃત્વ નો અનુભવ કર્યો નથી.

કંગના રનૌત ની પંગા અને મણીકર્ણિકા :

સિલ્વર સ્ક્રીન પર માં નું પાત્ર ભજવતા કંગના રનૌત ને ઘણી વાર જોવા મળે છે. ફિલ્મ મણીકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી માં તેઓએ માં નું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ માં એક માતા નું પાત્ર તેઓએ ખુબ જ સારી રીતે ભજવ્યું હતું.આટલું જ નહિ હાલ માં રીલીઝ થયેલી ફિલ્મ પંગા માં પણ કંગના રનૌત એ માતા નું પાત્ર ખુબ જ સારી રીતે ભજવ્યું છે.

આમાં કંગના રનૌત એક સફળ માં, એક મહેનતુ પત્ની અને એક રેલ્વે કર્મચારી ના પાત્ર માં નજર આવી. સાથે જ ફિલ્મ માં તે પોતાના બાળકો માટે કેટલા બલિદાન આપે છે તે જોવા જેવું છે. આ જોઇને કોઈ એમ ના કહી શકે કે હજી સુધી તેમના લગ્ન પણ નથી થયા.

કેટરીના કેફ ટાઈગર ઝીંદા હૈ માં :

આ ફિલ્મ માં સુપરસ્ટાર સલમાન ખાન ની સાથે કેટરીના કેફ જોવા મળી હતી. ફિલ્મ માં તેમનો એક પુત્ર પણ છે. તેનું નામ જુનિયર છે. આ ફિલ્મ માં પુત્ર ની ભૂમિકા પણ ખુબજ ભાવનાત્મક રીતે દેખાડવામાં આવી છે.કેટરીના કૈફ એ આ ફિલ્મ માં એક માતા નું પાત્ર ખુબ જ સારી રીતે ભજવ્યું છે. કેટરીના કૈફ અત્યારે કુવારી છે, પરંતુ તેમણે ફિલ્મ માં ભજવેલ માતા ના પાત્ર ને જોઇને કોઈ એમ ન કહી શકે કે તેઓ હજી કુવારા છે.

જહાનવી કપૂર ધડક માં :

શ્રીદેવી ની દીકરી જહાનવી કપૂર એ વર્ષ ૨૦૧૮ માં ફિલ્મ ધડક માં બોલીવૂડ માં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ માં તે ઇશાન ખટ્ટર ની સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.પહેલી જ ફિલ્મ માં જહાનવી કપૂર ને એક માતા નું પાત્ર પણ મળ્યું હતું.ફિલ્મ માં બનવા ને લઈને જહાનવી ખુબ જ ઉત્સાહિત હતી. સાથે જ બાળક ને જન્મ આપ્યા પછી તેમના ચહેરા પર આવેલા ભાવ જોવા લાયક હતા.

આ ફિલ્મ માં જહાનવી ના આ માતા ના પાત્ર ને જોઈ ને કોઈ ના કહી શકે કે તે પોતાના અંગત જીવન માં એક માના પાત્ર થી ખુબ જ દુર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!