૯ કરોડ પગાર તેમ છતાં કેન્ટીનથી સેન્વીચ ચોરનાર આ વ્યક્તિને કંપનીએ આવી સજા આપી – વાંચવા જેવી વાત

આજ સુધી તમે ઘણી વાર એવું સાંભળ્યું હશે કે ગરીબી ને લીધે લોકો પોતાની ભૂખ મટાડવા માટે અને પોતાનું અને તેના પરિવાર નું પેટ ભરવા માટે ખોરાક ની ચોરી કરતા હોય છે.પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે વર્ષના કરોડો રૂપિયા કમાતો હતો.આટલા પૈસા કમાતા હોવા છતાં આ વ્યક્તિ એ પોતાની ઓફીસ ની કેન્ટીન માંથી રોજ સેન્ડવીચ ચોરીને ખાતો હતો.

જયારે આ બાબત સામે આવી તો બધા જ લોકો આ જાણીને હેરાન થઇ ગયા.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પારસ શાહ ના વિશે કે જે પોતાની ઓફીસ ની કેન્ટીન માંથી સેન્ડવીચ ચોરી ને ખાતા હતા.

લંડન ની સિટી બેંક માં કરતા હતા કામ :

તમને જાણીને આશ્ચર્ય થશે કે લંડન ની સીટી બેંક માં કામ કરવા વાળા ભારતવંશી બેંકર પારસ શાહ ને સ્ટાફ કેન્ટીન માંથી સેન્ડવીચ ચોરીને ખાવા ના આરોપ ના લીધે નોકરી પરથી કાઢી મુકવા માં આવ્યા.માત્ર સેન્ડવીચ ચોરી કરવાની આટલી નાની ઘટના પછી બેન્ક દ્વારા આટલો મોટો અને કઠોર નિર્ણય લેવાના કારણે વિતીય જગત માં લોકો ગભરાટ મચાવી દીધી છે.

પારસ શાહ ની ઉમર ૩૧ વર્ષ છે.લંડન ના સીટી બેંક માં નોકરી કરવા વાળા પારસ શાહ ની વાર્ષિક આવક અંદાજે ૯ કરોડ રૂપિયા છે.જોકે અત્યાર સુધી એ જાણવા નથી મળ્યું કે પારસ છેલ્લા કેટલા સમય થી સેન્ડવીચ ચોરી ને ખાતા હતા.

સૌથી મોટા ક્રેડીટ ટ્રેડરો મા એક છે :

પારસ શાહ સીટી બેંક ના કેનેરી વ્હાફ્ર માં સ્થિત મુખ્યાલય માં નોકરી કરતા હતા.પારસ શાહ ની ગણતરી બેંક ના સૌથી મોટા ક્રેડીટ ટ્રેડરો માં થતી હતી.પારસ યુરોપ ની સાથે સાથે મધ્ય પૂર્વ એશિયા અને આફ્રિકા માં બોન્ડ ની ટ્રેડીંગ કરવાનો ડીપાર્ટમેન્ટ પણ સંભાળતા હતા.

આ સિવાય પારસ સેક્યુરીટી અને રિસ્ક મેનેજમેન્ટ ના ક્ષેત્રે પણ નેતૃત્વ કરતા હતા.પારસ એ બાથ યુનીવર્સીટી થી અર્થશાસ્ત્ર માં ઓનર્સ ની ડીગ્રી પ્રાપ્ત કરી છે, એ પછી એચએસબીસી થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.આ સાથે જ તેણે ગોલ્ડમેન સેક્શ સમૂહ માં પણ કામ કર્યું છે.

૨૦૧૭ માં જોડાયા હતા સીટી બેંક માં :

વર્ષ ૨૦૧૭માં પારસ સીટી બેંક ની સાથે જોડાયા હતા અને બોન્ડ ટ્રેડીંગ કરવાનો ડિપાર્ટમેન્ટ સંભાળ્યો હતો.હાલ માં જ પારસ શાહ પર બેંક ની કેન્ટીન માંથી સેન્ડવીચ ચોરી ને ખાવાનો આરોપ લગાવવા માં આવ્યો છે.જોકે હજી આ આરોપ સાબિત તો નથી થયો અને આ વિશે ની તપાસ થઇ રહી છે.સેન્ડવીચ ચોરી ને ખાવાના આરોપ ને લીધે પારસ ને નોકરી પરથી અસ્થાયો રૂપ થી સસ્પેન્ડ કરી દેવા માં આવ્યા છે.આટલો બધો અભ્યાસ મેળવવા અને આટલા પૈસા કમાવવા છતાં જો પારસ શાહ પરનો આ આરોપ સાચો થાય તો તેના અને તેના પરિવાર માટે આ ખુબ જ શરમજનક વાત કહેવાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!