પૈસા થી લઈને સંતાન પ્રાપ્તિ સુધીની તમામ ઈચ્છાઓ મહાશિવરાત્રિએ આ રીતે શિવજીનો અભિષેક કરવાથી પૂર્ણ થશે

ભગવાન ભોળાનાથને ખુબ જ દયાળુ માનવામાં આવે છે.જયારે કોઈ સાચા મનથી ભગવાન શિવ ની આરાધના કરે છે ત્યારે તેની ઈચ્છાઓ જરૂર પૂરી થાય છે.મહાશિવરાત્રી ભગવાન ભોલેનાથ નો સૌથી મુખ્ય તહેવાર છે, જે હમણાં જ આવવાનો છે.આ એક પવિત્ર અને મહત્વપૂર્ણ અવસર હોય છે કે જયારે તમે ભગવાન ભોળાનાથ ને આરાધના કરી ને પ્રસન્ન કરીને તેમનો આશીર્વાદ મેળવવા કરીને પોતાના જીવન ને ખુશીઓ થી ભરી દેવાનો.

વર્ષો જૂની પરંપરા છે શિવજીના અભિષેક ની :

મહાશિવરાત્રિ ના અવસરે ભગવાન ભોળાનાથ ના ભક્તો દ્વારા તેમનો અભિષેક કરીને તેમની વિશેષ પૂજા કરવાની પરંપરા વર્ષો થી ચાલી રહી છે.એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ ને અભિષેક ખુબ જ પસંદ છે.મહાશિવરાત્રી નો તહેવાર ૨૧ ફેબ્રુવારી ના દિવસે છે અને તેની તૈયારીઓ ભક્તો એ શરુ કરી દીધી છે.વિધિ – વિધાન થી મહાશિવરાત્રી ના અવસર પર પૂજા કરવાનો ખુબજ મહત્વ છે, કેમકે ભગવાન શિવ ની આરાધના આ ખાસ અવસર પર સાચી શ્રદ્ધા અને સાચા મન થી પૂજા કરી લેવામાં આવે તો સમજી લેવાનું કે બેડો પર થઇ ગયો.આમ કરવાથી ભક્તો ની બધીજ મનોકામનાઓ પૂરી થાય છે. મહાશિવરાત્રી એટલા માટે ખાસ છે કેમકે આ દિવસે ભગવાન શંકર ના લગ્ન થયા હતા.

અભિષેક ના પ્રકાર :

ભગવાન ભોળાનાથ ની પૂજા અર્ચના કરવાની મહાશિવરાત્રી ના અવસર પર ઘણી રીત છે.આના માટે ઘણા પ્રકાર ના વિધિ – વિધાન પણ બનાવવા માં આવ્યા છે.એવી માન્યતા છે કે આ વિધિ વિધાન મુજબ ભોળાનાથ ની પૂજા મહાશિવરાત્રી માં કરવા માં આવે તો ભગવાન શિવ ખુશ થઇ ને પોતાના ભક્ત ની મનોકામનાઓ પૂરી કરી દે છે.મહાશિવરાત્રી ના દિવસે અલગ અલગ પ્રકાર થી પોતાની મનોકામનાઓ અનુસાર  અભિષેક કરે છે અને ભોળાનાથ ની કૃપા મેળવી ને પોતાના અને પોતાના પરિવાર નું જીવન ધન્ય કરી શકે છે. તમને આ વાત ની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે, કે કઈ પ્રકાર ની મનોકામના માટે તમે ભગવાન શંકર નો કઈ રીતે અભિષેક કરવો આ ખાસ મહાશિવરાત્રી ના તહેવાર પર કરવું જોઈએ.

લગ્ન કરવા માટે :

જો તમે એવા લોકો માંથી એક હોય કે જેઓ પોતાના લગ્ન ન થવાને લીધે પરેશાન છો અને લાખો પ્રયાસો પછી પણ તમારા લગ્ન નથી થઇ રહ્યા તો હવે તમારે વધારે નિરાશ થવાની જરૂર નથી. આ મહાશિવરાત્રી પર તમે ભગવાન ભોળાનાથ નો અભિષેક કેસર થી કરી અને આ દરમિયાન મનમાં લગ્ન ની ઈચ્છા રાખજો. પછી જુઓ કેટલી જલ્દી થી તમારા લગ્ન ની શરણાઈ વાગશે.અટકેલા કામ પુરા થવા માટે :

કોઈ પણ પ્રકાર નું તમારું કામ જો અટકી રહ્યું હોયતો તમે આ મહાશિવરાત્રી ના પુણ્ય અવસર પર ભગવાન શિવ નો અભિષેક શેરડી ના રસ થી કરો અને સાથે તે કામ જલ્દી થી પૂરું થઇ જાય એવી મનોકામના કરો જેથી ભગવાન ભોળાનાથ ની તમારા પર કૃપા થશે અને તમારું અટકેલું કામ થઇ જશે.

ઉધાર અને પાપ થી છુટકારો મેળવવા :

જો તમને એવું લાગે છે કે તમે જીવન માં જાણી -અજાણી રીતે ઘણા પાપો કર્યા છે અથવા તમારા પર ઉધાર છે તો તમને ભગવાન શંકર ની કૃપા થી ઉધાર માંથી મુક્તિ અને સાથે જ પાપ પરથી મુક્તિ પણ મળી જશે.એના માટે તમે તમારે ભગવાન ભોળાનાથ ની પૂજા મધ થી કરવી.બિમારીઓ દુર કરવા :

જો કોઈ પણ બિમારી તમને મટી જ નથી રહી તો આનો પણ ઉપાય છે. આ મહાશિવરાત્રી ના અવસર પર તમે ભોળાનાથ નો અભિષેક દૂધ માં પાણી ઉમેરી ને કરવું. આનાથી તમારું સ્વાસ્થ્ય સુધારી જશે.સંતાન અને સમૃદ્ધિ માટે :

જો તમને સંતાન સુખ નથી મળી રહ્યું તો આ મહાશિવરાત્રી ના તહેવાર માં પૂરી શ્રદ્ધા થી શિવલિંગ નો કાચા દૂધ થી અભિષેક કરવો જેથી જલ્દી જ તમને સંતાન નું સુખ મળી જશે.સાથે જ જો તમે ધન અને આયુષ્ય માં વૃદ્ધિ મેળવવા માંગતા હોવ તો તમારે ગાય ના ઘી થી ભગવાન શિવ નો અભિષેક કરવો.Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!