પાણી પૂરી ની લારી કરી, ભૂખ્યા પેટે ટેન્ટ માં સુતો અને હવે પાક સામે શદી લગાવી – અન્ડર ૧૯ નો ભારતીય ખેલાડી

ભારતીય અન્ડર-૧૯ ટીમ માં સામેલ થયેલા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ ની વાત કઈક એવી છે કે જે ખરાબ સમય વિતાવી ને કોઈ પણ વ્યક્તિ એ મેળવેલ સફળતા ને દર્શાવે છે.જેનાથી આખી દુનિયાને આશ્ચર્ય થઇ ગયું.કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે આ મુકામ સુધી પહોચવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો છે.

આજે અમે તમને ૧૭ વર્ષના યશસ્વી જયસ્વાલ ના વિશે જણાવવાના છીએ.જેઓએ હાલ માં જ પોતાની સ્ટોરી થી બધેને આશ્ચર્યચકિત કરી દીધા છે.આજ ના સમય માં યશસ્વી જયસ્વાલ નું નામ ભારતીય ક્રિકેટ ટીમ ના પ્રેમીઓ માટે અજાણ નથી રહ્યું. અન્ડર -૧૯ ટીમ ના આ બેટ્સમેન ની રમત ના પ્રસંશકો ની સંખ્યા ખુબ ઝડપ થી વધી રહી છે.

પાકિસ્તાન ની સામે કરી ધૂવાધાર બેટીંગ :

જણાવી દઈએ કે ગયા મંગળવાર ના દિવસે પોટચેસ્ટરૂમ દક્ષીણ આફ્રિકા માં યશસ્વી એ પાકિસ્તાન ની સામે જે રીતે પ્રદર્શન આપ્યું તે જોઇને એવું કહી શકાય છે કે ભારતીય ક્રિકેટ ટીમ નું ભવિષ્ય ખુબ જ સુરક્ષિત છે. આ પારી માં યશસ્વી એ ૧૦૫ રન બનાવ્યા અને છેલ્લા બોલ માં છક્કો લગાવી ને ટીમ ને જીત અપાવી દીધી અને સાથે જ પોતાની એક સદી પૂરી કરી. 

આ બેટ્સમેન ની સ્ટોરી મુંબઈ ના રસ્તાઓ થી શરુ થઇ હતી અને હવે વર્લ્ડ કપ સુધી પહુચી ગઈ છે. ગયા વર્ષે ભારતીય ટીમ ની અન્દર-૧૯ ટીમ એ શ્રીલંકા ને ૧૪૪ રન થી હરાવીને છઠ્ઠી વખત એશીયા કપ જીત્યો હતો.આ શ્રેણી દરમિયાન ઘણા બધા ખેલાડીઓ એ ખુબ જ સારું પ્રદર્શન આપ્યું હતું અને આ બધા માંથી જ એક હતા યશસ્વી. ટીમ ના ઓપનીંગ બેટ્સમેન યશસ્વી એ ફાઈનલ મેચ દરમિયાન ૮૫ રન ની પારી રમી હતી.આ સિવાય યશસ્વી એ ત્રણ મેચો માં કુલ ૨૧૪ રન કર્યા હતા.

ત્રણ વર્ષ સુધી રહ્યા હતા એક તંબુ માં :

આખો દિવસ ક્રિકેટ રમી ને તેના માં એટલી શક્તિ વધતી ન હતી કે જેને લીધે તે દુકાન માં કામ કરી શકે એટલા માટે તે દુકાન પર જઈને સુઈ જતા હતા.એક વાર ડેરી ના માલિકે તેમના સામાન ને દુકાન થી બહાર ફેકી દીધો હતો.એટલા માટે ત્રણ વર્ષ સુધી તેઓ એક તંબુ ને પોતાનું ઘર સમજીને રહેતા હતા.તે પોતાની સમસ્યાઓ ને પોતાના ઘર ના લોકો ને જણાવવા માંગતા ન હતા.

ક્યારેક ક્યારેક તેના ઘરના લોકો થોડા પૈસા મોકલી આપતા હતા.પરંતુ તે પૈસા થી ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું.એટલા માટે તે ખાલી સમય માં પાણીપૂરી વેચતા હતા જેથી થોડા પૈસા આવી જાય.પરંતુ ક્યારેક એવું પણ થતું હતું કે તેને ખાલી પેટ સુવું પડતું હતું.

૧૧ વર્ષના હતા ત્યારે ડેરી માંથી ભગાવી દીધા હતા :

તમને જાણીને આશ્ચર્ય થશે કે યશસ્વી મુંબઈ માં યુનાઈટેડ ક્લબ માં ગાર્ડ ની સાથે ત્રણ વર્ષ સુધી એક તંબુ માં રહ્યા હતા, જે તેના સંઘર્ષ વિશે જણાવે છે.આ સિવાય યશસ્વી પહેલા ડેરી માં પણ કામ કરતા હતા જ્યાં તેઓને ઘણી રાત્રે ભૂખ્યું સુવું પડયું હતું. 

સૌથી દુખની વાત તો એ છે કે યશસ્વી જયારે ૧૧ જ વર્ષના હતા ત્યારે જ તેમને આ ડેરી માંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ બધું તેણે એક જ સપનું જોઇને સહન કરી લીધું કે તેઓ ભારતીય ક્રિકેટ ટીમ માં રમશે.

ઉતરપ્રદેશ ના છે યશસ્વી :

યશસ્વી ભારતીય ક્રિકેટ ટીમ માં રમવાનું સપનું જોઇને ઉતરપ્રદેશ થી મુંબઈ આવ્યા હતા.આ સપના ને લીધે તેમને આટલી બધી સમસ્યાઓ નો સામનો કરી શક્યા.હવે યશસ્વી ૧૭ વર્ષના છે અને એક મધ્યમ કક્ષા ના ધાકડ બેટ્સમેન છે. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!