પત્નીને જુગારમાં હારી ગયો અને કહ્યું જા જીતનાર સાથે જતી રે અને પછી જે થયું….

મહાભારત ની લડાઈ તો તમને યાદ જ હશે કે જે એક મહિલા ને લીધે થઇ હતી.જો પાંડવો એ પોતાની પત્ની દ્રૌપદી ને જુગાર માં ન હારત તો કદાચ તે યુદ્ધ જ ન થાત.કઈક એવી જ વાત બિહાર ના બાંકા ની સામે આવી છે જેણે મહાભારત ની એક ઘટના ની યાદ અપાવી દીધી છે.

એક સામાન્ય માણસ જુગાર માં પોતાની પત્ની ને હારી ગયો અને તેને એ પણ કહી દીધું કે જા જીતનાર સાથે પાસે ચાલી જા. પછી એ સ્ત્રી સાથે જે થયું એ આશ્ચર્ય જનક છે. તો ચાલો જાણીએ શું છે આ વાત ?

પત્ની ને જુગાર માં હારી ગયો આ માણસ :

બિહાર ના બાંકા માં બનેલી એક ઘટના એ મહાભારત ની કથા ની યાદ અપાવી દીધી જેમાં પાંડવો તેમની પત્ની દ્રૌપદી ને જુગાર ની રમત માં હારી ગયા. આ બાબત માં જુગાર માં હાર થયા પછી જુગાર માં મહાભારત થી થોડું અલગ જ થયું.

બાંકા જીલ્લા માં અમરપુર થાના ક્ષેત્ર માં એક ગામ માં પતિ એ પત્ની ને જુગાર માં દાવ પર લગાવી દીધી અને હારી ગયો. આ પછી તે દાવ પર હારી જવાને લીધે પોતાની પત્ની ને જીતવા વાળા ની સાથે જવાનું કહી દીધું.

આવું થયું જયારે પત્ની એ ના પાડી :

પતિ એ પત્ની ને જીતનાર સાથે જવા કહી દીધું આ પછી તેની પત્ની એ આ માટે ના પાડી ત્યારે પત્ની ના ગળા માં ફાંસી નો ફંડો ચડાવી અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો.પરંતુ જયારે પત્ની એ કોઈ રીતે છૂટવા નો પ્રયત્ન કર્યો ત્યારે એક પથ્થર થી તેનું માથું ફોડી નાખ્યું. આના પછી સ્થાનીય લોકો એ ઘાયલ મહિલા ને હોસ્પિટલ લઇ ગયા અને હવે તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

ઘાયલ પત્ની એ જણાવ્યું કે પતિ અવાર નવાર તેને મારતો ફૂટતો હતો અને એક અઠવાડિયા પહેલા જ તેની સાથે મારકૂટ કરી હતી અને સાથે જ તેને ઘરેથી પણ કાઢી મૂકી હતી.ત્રણ દિવસ પહેલા જ તે પિયર થી આવી છે અને બે દિવસ સુધી બધું જ સારું ચાલ્યું પરંતુ ત્રીજા દિવસે સોમવારે મોડી રાત્રે ઘરે આવી ને તેના પતિ એ તેને ખુબ જ માર માર્યો.પછી તેને કહ્યું કે તે પત્ની ને જુગાર માં હારી ગયો છે અને મંગળવાર એ જીતવા વાળો આવશે અને પત્ની ને તેની સાથે જવાનું છે.

બીજા લગ્ન કર્યા હતા :

પીડિત મહિલા એ જણાવ્યું કે તેમના લગ્ન મુંગેર જીલ્લા માં થયા હતા અને એક જ વર્ષ પછી તેના પતિ નું મૃત્યુ થઇ ગયું હતું આ પછી તે પોતાના બે બાળકો સાથે પોતાના પિયર જ રહેવા લાગી હતી.

આ જોઈ ને તેમના સ્વજનો એ તેના બીજા લગ્ન કરાવી દીધા હતા. ગામના લોકો પ્રમાણે આ મહિલા નો પતિ છેલ્લા ૫ – ૬ વર્ષો થી દિલ્હી માં મજુરી કરતો હતો. ૨-૩ મહિના પહેલા જ તે ગામ માં પાછો આવ્યો હતો. આનાથી પહેલા તે બીજા લગ્ન પણ કરી ચુક્યો હતો પરંતુ તેના ખરાબ આચરણ ને લીધે બંને પત્નીઓ તેને છોડી ને ચાલી ગઈ હતી.

આના પછી તેના આ મહિલા સાથે લગ્ન થયા ત્યારે તે શરૂઆત મા તો સારી રીતે જ રહેતો હતો પરંતુ થોડા વર્ષો પછી તેની સાથે માર કૂટ કરવા લાગ્યો.તેની અંદર દારુ અને જુગાર જેવી ખરાબ આદતો હતી જેને લીધે તેના ઘર માં ઘણી વાર ઝઘડા થતા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!