ફોટો જુવો – બોલીવુડની સૌથી સુંદર કોરિયોગ્રાફર શક્તિ મોહન – આ ૪ બહેનો નચાવે છે આખા બોલીવુડને…

કોરિયોગ્રાફર એ વ્યક્તિ હોય છે જે કોઈ પણ ફિલ્મ, નાટક કે વિડીયો માં ડાંસ ને કોરિયોગ્રાફ કરતા હોય છે.એક ડાંસર ક્યાં પ્રકારે ડાંસ કરે છે અને તેના ક્યાં ક્યાં સ્ટેપ્સ હશે આ બધું એક કોરિયોગ્રાફર જ નક્કી કરે છે.ફિલ્મ અને ટીવી માં આ કોરિયોગ્રાફર ની ખુબ જ ડિમાંડ રહે છે.

એક ફિલ્મ ના ગીત ને આકર્ષક બનાવવા માટે કોરિયોગ્રાફર લીડ એક્ટર્સ અને બાકી બેક ડાન્સર્સ માં સિંક બેસાડવા અને સાચા સ્ટેપ્સ કરવા માટે જવાબદાર છે.બોલીવૂડ માં ઘણા પ્રખ્યાત કોરિયોગ્રાફર છે જેમકે ફરાહ ખાન , સરોઝ ખાન, રેમો ડિસુઝા વગેરે.પરંતુ આજે અમે તમને ભારત ની સૌથી સુંદર કોરિયોગ્રાફર સાથે મળવવા જઈ રહ્યા છીએ.

આ છે આ સુંદર કોરિયોગ્રાફર :

શક્તિ મોહન બોલીવૂડ ની સૌથી સુંદર કોરિયોગ્રાફર છે.૧૨ ઓક્ટોબર ૧૯૮૫ માં દિલ્લી માં જન્મી શક્તિ ૩૪ વર્ષની છે.શક્તિ એ પોતાના કરિયર ની શરૂઆત ઝીટીવી ના “ડાન્સ ઇન્ડિયા ડાન્સ” સીઝન ૨ રીયાલીટી શો થી એક કન્ટેસ્ટંટ થી કરી હતી.આ સિવાય તે “ડાન્સ ઇન્ડિયા ડાન્સ” માં ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી કેપ્ટન પણ રહી ચુકી છે.

શક્તિ વર્ષ ૨૦૧૪ માં “ઝલક દિખલા જા” ની ફાઈનાલીસ્ટ પણ હતી.એક જમના માં “ડાન્સ ઇન્ડીયા ડાન્સ” ની કન્ટેસ્ટંટ રહેલી શક્તિ એ જ શો ની જજ પણ બની ચુકી છે.આનાથી જ તમે અંદાજો લગાવી શકો છો કે તેણીએ પોતાના કરિયર માં કેટલી સફળતા મેળવી હશે.

 

View this post on Instagram

 

Wishing that you have the greatest day ever today ? #happinessmatters #livelovelaugh

A post shared by Shakti Mohan (@mohanshakti) on

નીતિ મોહન ની નાની બહેન છે :

શક્તિ ગાયક નીતિ મોહન ની નાની બહેન છે અને એક્ટ્રેસ – ડાન્સર મુક્તિ મોહન ની મોટી બહેન છે.ટીવી સિવાય શક્તિ ધૂમ 3, તીસ માર ખાન, રાઉડી રાઠોડ, પદ્માવત સહીત ઘણી ફિલ્મો ના ગીતો માં બેકગ્રાઉન્ડ ડાન્સ કરતી દેખાઈ ચુકે છે.શક્તિ માત્ર એક સારી ડાન્સર જ નહિ પરંતુ તે દેખાવા માં પણ ખુબ જ સુંદર છે.શક્તિ ની સુંદરતા ની સામે બોલીવૂડ ની ઘણી એક્ટ્રેસ ફેલ થઇ જાય તેમ લાગે છે.

 

View this post on Instagram

 

Aao kudiyon ni Gidda Pao kudiyon ??

A post shared by Shakti Mohan (@mohanshakti) on

ઈન્સ્ટાગ્રામ પર છે ખુબ જ એક્ટીવ :

ઈન્સ્ટાગ્રામ પર શક્તિ થોડા સમય થી ખુબ વધારે જ એક્ટીવ રહે છે.અહી તે પોતાની સુંદર અને આકર્ષક તસ્વીરો મુકે છે.તમને જાણી ને હેરાની થાશે કે ઈન્સ્ટાગ્રામ પર શક્તિ ના ૭૩ લાખ થી પણ વધુ ફોલોવર્સ છે.તે જયારે પણ કોઈ ફોટા શેર કરે છે,તો તરત જ હજારો ની સંખ્યા માં તેને લાઇકસ અને કમેન્ટ મળી જાય છે.

જુવો શક્તિ ના ઈન્સ્ટાગ્રામ પર ના કેટલાક ખાસ ફોટા :

 

View this post on Instagram

 

?

A post shared by Shakti Mohan (@mohanshakti) on

આજે અમે તમને શક્તિ ના ઈન્સ્ટાગ્રામ પરના કેટલાક ખાસ અને ખુબ જ સુંદર ફોટા બતાવવા ના છીએ.અમારો દાવો છે કે જયારે તમે આ ફોટા ને જોશો તો તમારું દિલ પણ શક્તિ માટે ધડકવા લાગશે.

 

View this post on Instagram

 

F.A.H.S.U.N

A post shared by Shakti Mohan (@mohanshakti) on

શક્તિ ની આ બેમિસાલ સુંદરતા ને જોઇને તેના પ્રસંશકો એ તેને ટેગ પણ આપ્યો છે.તેઓ શક્તિ મોહન ને બોલીવૂડ ની સૌથી સુંદર મહિલા કોરિયોગ્રાફર કહે છે.

ત્રણ બહેનો જ છે :

શક્તિ મોહન નો કોઈ ભાઈ નથી પરંતુ તેની ત્રણ બહેનો જ છે, જેમના નામ નીતિ મોહન, કૃતિ મોહન અને મુક્તિ મોહન છે.શક્તિ ના પીતા નું નામ બ્રિજમોહન શર્મા અને માતા નું નામ કુસુમ મોહન છે.શક્તિ એ પોતાનો અભ્યાસ મુંબઈ ના સેંટ ઝેવિયર કોલેજ માં કર્યો છે.તેને ડાન્સ કરવાનો ખુબ જ શોખ છે.પોતાના આજ ટેલેન્ટ ને તેણીએ પોતાનું કરિયર બનાવ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!