પોપટલાલની જેમ તમારા લગ્ન પણ ના થતા હોય તો આ ઉપાય સફળ રહેશે – ૧ વર્ષમાં લગ્ન નક્કી

તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરીયલ ના પોપટલાલ ની જેમ ઘણા લોકો ના લગ્ન સાચે જ થવા માં સમસ્યાઓ આવતી હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર માં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને કરવાથી લગ્ન જલ્દી થી થઇ જાય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળી માં લગ્ન નો યોગ ના હોય અને ગ્રહો ની સ્થિતિ ને અનુકુળ ન હોવાને લીધે લગ્ન થવા માં સમસ્યા થતી હોય છે.જોકે લગ્નની સાથે જોડાયેલા ઘણા ઉપાયો કરવામાં આવે તો બધાજ ગ્રહો અનુકુળ થઇ જાય છે અને કુન્લી માં લગ્ન નો યોગ બની જાય છે.

જલ્દી લગ્ન કરાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર માં કેટલાક ઉપાયો જણાવ્યા છે અને આ ઉપાયો કરવા થી લગ્ન એક જ વર્ષ ની અંદર થી જાય છે.એટલે જો કોઈને પોપટલાલ ની જેમ લગ્ન ન થતા હોય અને કુંડળી માં લગ્ન નો યોગ નથી બની રહ્યો તો આવા ઉપાયો ને જરૂર કરવા.

હનુમાનજી ની પૂજા કરવી :

કુંડળી માં માંગલિક દોષ હોય તો પણ લગ્ન થવા માં ઘણી બધી સમસ્યાઓ આવે છે.કુંડળી માં આ દોષ હોય તો મંગળવાર ના દિવસે વ્રત રાખવો અને હનુમાનજી ની પૂજા કરવી.પૂજા કરતી વખતે હનુમાનજી ને સિંદુર ચઢાવવા અને લાડવા નો પ્રસાદ ચઢાવવા.સાથે જ રામાયણ નો બાલકાંડ નો પાઠ કરવો.આ ઉપાય કરવાથી મંગલ દોષ દુર થઇ જાય છે અને લગ્ન જલ્દી થી થઇ જાય છે.

દાન કરવું :

કોઈ ગરીબ કન્યા ના લગ્ન થઇ રહ્યા હોય તો તેને લાલ રંગની સાડી અને પૈસા નું ગુપ્ત દાન કરવું.એવું કરવા થી લગ્ન એક વર્ષ ની અંદર થઇ જાય છે.કોઈ કન્યા ના લગ્ન માં ગુપ્ત દાન કરવાથી રાહુ નો દોષ દુર થાય છે.

શિવ ની પૂજા કરવી :

સારો જીવન સાથી મેળવવા માટે શિવજી અને પાર્વતી માં ની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે માં પાર્વતી ની પૂજા કરવા થી સાચો જીવનસાથી મળે છે અને આ જ કરણ છે કે ઘણી કન્યાઓ દ્વારા પાર્વતી થી જોડાયેલા વ્રતો રાખે છે.

કાળા તલ અર્પિત કરવા :

શની ગ્રહ ને લીધે જો લગ્ન ના થતા હોય તો શનિવાર ના દિવસે શિવલિંગ ને કાળા તલ અર્પિત કરવા.શિવલિંગ પર કાળા તલ ચઢાવવા થી શની ગ્રહ તમારી અનુકુળ થઇ જાય છે.આ સિવાય શનિવાર ના દિવસે અડદ, લોઢું અને સાબુ નો એક કાળા રંગના કપડા માં બાંધીને આ કપડા નું દાન કરવું.

પીળા રંગના વસ્ત્રો પહેરવા :

જ્યોતિષશાસ્ત્ર માં ગુરુ ગ્રહ ને લગ્ન ના કારક માનવામાં આવે છે અને ગુરુવાર ના દિવસે ગુરુ ની પૂજા કરવાથી લગ્ન જલ્દી થી થઇ જાય છે.ગુરુવાર ના દિવસે કેળા ના ઝાડ ની પૂજા કરવી અને આ ઝાડ પર પાણી ચઢાવવું.સાથે જ આ દિવસે માત્ર પીળા રંગના વસ્ત્રો જ પહેરવા.ગુરુવાર ના દિવસે આ ઉપાયો કરવાથી લગ્ન એક વર્ષ ની અંદર થઇ જાય છે.

હળદર ના પાણી થી સ્નાન કરવું :

જે લોકો ના લગ્ન ન થતા હોય તો તેવા લોકો એ રોજ હળદર ના પાણી થી સ્નાન કરવું.સ્નાન કરવા ના પાણી માં એક ચમચી હળદર ઉમેરી દેવી અને આ પાણી થી સ્નાન કરવું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!