પોતાની ફેંસ સાથે જ પ્રેમ માં પાગલ થઈને આ ૪ ખેલાડીઓ એ રચાવ્યો સંસાર – જુવો ક્યુટ ફોટા

ક્રિકેટ ભારત ની સૌથી વધારે રમાતી રમત છે અને ભારત માં ક્રિકેટ ના પ્રસંશકો પણ ખુબ જ છે.આ જ કારણ છે કે લોકો ભારતીય ક્રિકેટ ટીમ માં રમી રહ્યા દરરેક વ્યક્તિ ના ફેન બની જાય છે.ક્રિકેટ ના ખેલાડીઓ ની લોકપ્રિયતા અને ફેન ફોલોવિંગ પણ કોઈ બોલીવૂડ ના સિતારાઓ થી ઓછી નથી.આજે અમે તમને એવા ચાર ક્રિકેટરો વિશે જણાવવા ના છીએ કે જેઓએ પોતાની સૌથી મોટી પ્રસંશક સાથે જ લગ્ન કરી લીધા છે.

મન્સુર અલી ખાન પટૌડી અને શર્મિલા ટૈગોર :

સૈફ અલી ખાન ના પિતા મન્સુર અલી ખાન પટૌડી પોતાના જમના માં જાણીતા ક્રિકેટર હતા.હેન્ડસમ હોવાને લીધે તે સ્ત્રીઓ ની વચ્ચે ખુબ જ પ્રખ્યાત હતા.તેમની રાગો માં શાહી પરિવાર નું લોહી હતું અને સાથે જ તે ભારતીય ક્રિકેટ ટીમ ના સૌથી યુવાન કેપ્ટન પણ હતા. આખા દેશ ને તેમના પર ગર્વ હતો.

આજ કારણ છે કે તે જમાના માં તેમના લાખો ચાહકો હતા.આ બધાજ ચાહકો માંથી એક બોલીવૂડ ની એક્ટ્રેસ શર્મિલા ટૈગોર પણ હતી.એવા માં જયારે બંને વચ્ચે સંબંધો વધી ગયા જે પછી મન્સુર એ પોતાની સૌથી મોટી ચાહક શર્મિલા સાથે નિકાહ કરી લીધા.

સચિન તેંદુલકર અને અંજલી :

સચિન ને ક્રિકેટ ના ભગવાન કહેવામાં આવે છે. તેમના આખી દુનિયા માં કરોડો ચાહકો છે.સચિન ઈચ્છતા તો કોઈ પણ સારી પ્રખ્યાત અને ખુબ જ સુંદર છોકરી સાથે લગ્ન કરી શકત. જોકે સચિન નું દીલ પોતાની સૌથી મોટી ફેન અંજલી પર આવીને અટકી ગયું હતું.

તમને જાણીને હેરાની થશે કે અંજલી ઉમર માં સચિન થી ૬ વર્ષ મોટી છે.અંજલી પહેલા ડોક્ટર હતી અને તેને ક્રિકેટ વિશે બહુ જાણકારી ન હતી.જોકે સચિન ની ચાહક હોવા ને લીધે તેને ક્રિકેટ માં થોડો ઘણો રસ હતો.પછી ૧૯૯૫ માં સચિન અને અંજલી બંને લગ્ન થી બંધાઈ ગયા હતા.આના પછી અંજલી એ ક્રિકેટ વિશે ની ઘણી વાતો સીધી સચિન પાસે થી શીખી હતી.

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી :

ધોની ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન રહ્યા છે.તે દરમિયાન તેઓ મીડિયા થી દુર જ રહ્યા હતા. જોકે તેના ચાહકો કોઈ ને કોઈ રીતે ધોની ના જીવન સાથે જોડાયેલી વાતો જાણીજ લેતા હતા.જયારે તેઓ કુવારા હતા ત્યારે તો છોકરીઓ તેમને પોતાનો વાર બનાવવા માટે ના સપના જોતી હતી.

સાક્ષી પણ ધોની ની ખુબ મોટી ચાહક હતી.જેના પછી આ દોસ્તી પ્રેમ માં બદલાઈ ગઈ અને બંને એ ૪ જુલાઈ ૨૦૧૦ ના દિવસે દેહરાદુન માં લગ્ન કરી લીધા હતા.

રોહિત શર્મા અને રિતિકા સઝ્દેહ :

રોહિત શર્મા ભારત ના ધુરંધર બેટસમેન છે.તે પોતાની ડબલ સદી થી પ્રખ્યાત છે.તેઓએ ભારત ને ઘણા બધા મેચ જીતાડવા માં યોગદાન આપ્યું છે. રિતિકા રોહિત ની મેનેજર હતી.સાથે જ તે રોહિત ની ખુબ જ મોટી ચાહક હતી.પછી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને ૨૦૧૫ બંને એ લગ્ન કરી લીધા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!