પ્રકૃતિ સાથે ચેડા કરતા ચાઈનાની નિર્દયતા જોઇને ચોંકી જશો – સજા આખા વિશ્વ ને ભોગવવી પડશે

ચીન ના વુહાન શહેર માં કોરોના વાયરસ થી પીડિત પહેલો માણસ મળ્યો, અથવા એમ પણ કહી શકાય કે કોરોના વાયરસ ના જેટલા પણ શરૂઆત ના દર્દીઓ મળ્યા તે બધા જ વુહા શહેર ના મીટ માર્કેટ થી જ આવ્યા હતા. એવા માં સવાલ એ થાય છે કે આખરે ક્યાંથી આવ્યો આ વાઈરસ.. એ કઈ જગ્યા હતી જ્યાંથી લોકોના શરીર માં આ વાયરસ થયો દાખલ અને આજે તેને આંતરરાષ્ટ્રીય આપાતકાલીનતા જાહેર કરવાની જરૂર કેમ પડી?

આજે અમે આ બધાજ પ્રશ્નો ના જવાબ દેવાના છીએ.જેથી તમને જાણ થશે કે કોરોના વાઈરસ આખરે કઈ રીતે ફેલ્યો અને કઈ રીતે કોરોના વાઈરસ ને પ્રકૃતિ નો બદલો કહી શકાય છે.

વુહાન ના મીટ માર્કેટ માંથી થઇ શરૂઆત :

તમને જાણી ને હેરાની થશે કે વુહાન શહેર ના જે મીટ માર્કેટ માંથી કોરોના વાઈરસ ની શરૂઆત થઇ ત્યાં ૧૨ પ્રકાર ના જાનવરો નું મીટ વેચાય છે.તમે એ કહેવત તો સાંભળી જ હશે “જેવા સાથે તેવું” માણસે પ્રકૃતિ સાથે ઘણા મોટા ચેડા કરેલા છે.

માણસ ની જાતને પ્રકૃતિ એ તક આપી કે તે આગળ વધે. તે પ્રમાણે બધુજ નક્કી છે. હવામાન બનાવ્યું છે પ્રકૃતિ બનાવી છે અને એ બધા રસ્તાઓ આપ્યા છે જેનાથી માણસ પોતાની વસ્તી વસાવી શકે.આજના સમયે માણસ ફૂડચેન ના ટોપ પર છે.આજે માણસ પ્રકૃતિ માં મળતી બધીજ પ્રજાતિઓ માં સૌથી ઉપર આવે છે કેમકે માણસ પાસે મગજ છે.

માણસે જ નોતર્યું છે આ બધું :

પૃથ્વી એ માણસ ને એટલા માટે પસંદ કર્યો કે તે પૃથ્વી ને આગળ વધારી શકે અને બાકી જાનવરો ને પોતાની છત્ર છાયા માં પાળે અને તેમનું ધ્યાન રાખે.પરંતુ માણસે શું કર્યું.. માણસે હમેશા જ પ્રકૃતિ પાસે થી બધું લીધું જ છે અને બદલામાં કઈ પાછુ આપ્યું નથી.

માણસે હમેશા પ્રકૃતિ નો ઉપયોગ કર્યો છે અને ક્યારેય પ્રકૃતિ ના રક્ષણ વિશે કઈ વિચાર્યું જ નથી.વિચારો કેવી વિડમ્બણા છે કે જે જાનવરો ને માણસે માર્યા, તેઓને જીવતા વેચ્યા અને જીવતા ખાધા, આજે તે જ જાનવરો ની અંદર ની બીમારી માણસ માં ઘર કરવા લાગી અને તે પોતાની રીતે જ થયું છે.

માત્ર જાનવરો માં જ હતી આ બીમારી :

આ ચેપ, આ બીમારી માત્ર જાનવરો માં જ મળતી હતી અને હવે તે માણસો ને પણ થઇ ગઈ છે.કેમ થયું આવું ? શું આને પ્રકૃતિ નો બદલો કહી શકાય. પ્રકૃતિ એ માણસ ને જે જગ્યા આપી હતી શું તે તેને પાછી લઇ લેવા માંગે છે અને શું આવનાર સમય માં કોરોના વાયરસ માણસ જાતી ના અંત નું કારણ બની જશે.

ચીન માંથી ફેલાયેલા કોરોના વાઈરસ ને કારણે આખી દુનિયા માં અત્યાર સુધી ૧૦ હજાર થી વધુ લોકો સંક્રમિત થયેલ છે જેમાંથી ૬ હજાર થી વધુ લોકો ચીન ના છે.ચીન ના કોરોના વાઈરસ ને કારણે અત્યાર સુધી ૨૨૦ લોકો ના મૃત્યુ પણ થઇ ગયા છે.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વુહાન ના એ માર્કેટ કે જેમાં માણસ ના ખાવા માટે દરરેક પ્રકાર ના જાનવર મળે છે.અને કદાચ આજ જાનવરો માંથી કોઈ એક જાનવર ની અંદર કોરોના વાઈરસ હતો જે માણસ ની અંદર આવ્યો.

જીવતા અને મરેલા બંને જાનવરો મળે છે :

વુહાન શહેર ના મીટ માર્કેટ માં માત્ર મુરઘી કે બકરા નું માસ જ નથી મળતું પરંતુ ત્યાં એવા બધાજ જાનવરો નું મીટ મળે છે કે જેને માણસ ખાઈ શકે છે.અહી જીવતા જાનવરો ની સાથે જ મરેલા જાનવરો ને પણ વેચવામાં આવે છે.તો તમે જ વિચારો આ જાનવરો માં જોવા મળતી આ બીમારી હવે માણસ માં પણ આવી ગઈ છે.

ચીન ની સરકાર દ્વારા મળેલી જાણકારી મુજબ દેશ માં કોરોના વાઈરસ ને લીધે સોમવાર સુધી હજી ૬૪ લોકો ની મોત થઇ ગઈ છે.હવે મરવા વાળા લોકો ની સંખ્યા ૪૨૫ થઇ ગઈ છે.

ભારત માં પણ કેરલ માં મળ્યા છે ત્રણ કેશ :

ભારત માં કોરોના વાઈરસ ની અસર ની વાત કરીએ તો કોરોના ના હાલમાં જ કેરળ માં ત્રીજો કેસ મળ્યો છે.આ માણસ હાલ માં જ ચીન થી ભારત આવ્યો છે.અહી આ દર્દી ને અલગ વોર્ડ માં જ રાખેલ છે. કેરળ માં મળેલા આ કેસ ના બીજા જ દિવસે રાજ્ય સરકારે કોરોના વાઈરસ ના ખતરા વિશે જણાવ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!