રેસ્ટોરન્ટ બહાર નીકળી તો નેહાને બાળકોએ ઘેરી લીધી અને પછી નેહાએ જે કર્યું એ વાઈરલ થઇ ગયું

બોલીવૂડ ની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ છેલ્લા થોડા દિવસો થી પોતાના લગ્ન ને લઇ ને ચર્ચા માં છે.તેમના લગ્ન તો થયા નહિ પરંતુ ઇન્ડિયન આઈડલ ને ખુબ જ ટીઆરપી મળી ગઈ.હા ટીઆરપી માટે નેહા કક્કડ અને આદિત્ય નારાયણ ના લગ્ન ની રમત રમવા માં આવી હતી, જેમાં મેકર્સ સફળ પણ થઇ ગયા.

આ બધાની વચ્ચે નેહા કક્કડ નો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે બાળકો ને પૈસા વેચતી હોય તેવું દેખાઈ રહ્યું છે.આને જોઇને જ તેમની દરિયાદિલી ના તમે ખુબ જ વખાણ કરશો.

અવાજ ની સાથે સુંદરતા ને લીધે પણ છે પ્રખ્યાત :

બોલીવૂડ ની સિંગર નેહા કક્કડ પોતાના અવાજ ની સાથે જ પોતાની સુંદરતા ને લીધે પણ પ્રખ્યાત છે,જેને લીધે તેમની એક ઝલક મેળવવા માટે પણ લોકો ખુબ જ આતુર હોય છે.એવા માં જયારે નેહા એક રેસ્ટોરન્ટ માંથી બહાર નીકળી ત્યારે તેમને એક લોકોના ટોળા એ ઘેરી લીધી.આ જ ટોળા માં કેટલાક બાળકો પણ હતા અને જેમને જોઇને તે પોતાને રોકી ના શકી અને પછી તેમની ઉદારતા નો આ વિડીયો સામે આવ્યો.

બે-બે હજાર ની નોટ આપતી નેહા કક્કડ નો થયો આ વિડીયો વાયરલ :

 

View this post on Instagram

 

#nehakishaadi ???

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વાયરલ થયેલા આ વિડીયો માં નેહા કક્કડ બાળકો સાથે વાત કરતી જોવા મળી રહી છે જેને તેમના ચાહકો દ્વારા ખુબ જ પ્રેમ મળ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે નેહા એક રેસ્ટોરન્ટ ની બહાર કેટલાક બાળકો ને પોતાના પર્સ માંથી ૨૦૦૦ ની નોટ કાઢી ને આપે છે.એવા માં નેહા ની આ દરિયાદિલી ને તમે જોઈ શકો છો. આમ પણ તે કોઈ ને કોઈ ને મદદ કરતી જ રહે છે.

લોકો એ લીધી સેલ્ફી :

નેહા કક્કડ ને જોઈ ને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે આતુર થઇ ગયા અને વાયરલ થયેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે કોઈ ને કોઈ તેને કહી રહ્યા છે કે મેમ એક ફોટો પ્લીઝ અને તે લોકો ની ઈચ્છા પૂરી કરતી જોવા મળી રહી છે.ઇન્ડિયન આઈડલ ના સેટ પર થી નેહા ની ઘણી તસ્વીરો અવાર નવાર વાયરલ થતી રહે છે.

એક વ્યક્તિ એ પૂછ્યું આવું :

વાયરલ થયેલા આ વિડીયો માં એક વ્યક્તિ એ નેહા કક્કડ ને પૂછ્યું કે “મેમ લગ્ન ક્યારે છે? જેના પર નેહા કક્કડ જોર થી હસતી હોય તેવું દેખાય રહ્યું છે. ” યાદ અપાવી દઈએ કે કેટલાક મહિના થી નેહા ના લગ્ન ની રમત ચાલી રહી હતી, જે ૧૪ ફેબ્રુવારી પહેલા પૂરી થઇ ગઈ હતી.

આદિત્ય નારાયણ ના પિતા એ આ વાત પરથી પડદો હટાવી ને ખુલ્લાસો કર્યો હતો કે ઇન્ડિયન આઈડલ ના મેકર્સ એ ટીઆરપી વધારવા માટે આ ખબર ચગાવી હતી.એવા માં નેહા કક્કડ અને આદિત્ય ના લગ્ન નથી થવાના.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!