રીક્ષા ચાલકે મોદીજી ને દીકરીના લગ્નનું આમંત્રણ આપેલું – જયારે ફરી મળ્યા ત્યારે મોદીજી એ જે કહ્યું …..

૧૬ ફેબ્રુવારી એ પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસી ના એક દિવસીય પ્રવાસ દરમિયાન, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ એક રીક્ષા ચાલક મંગલ કેવટ સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે મંગલ કેવટ એક વ્યક્તિ છે જેઓએ થોડા દિવસો પહેલા પોતાની પુત્રી ના લગ્ન માં સામેલ થવા માટે નરેન્દ્ર મોદી ને આમંત્રિત કર્યા હતા.પ્રધાન મંત્રી એ કેવટ અને તેમના પરિવાર ના હાલ ચાલ પૂછ્યા અને સ્વચ્છ ભારત અભિયાન માં તેમના યોગદાન ની પ્રસંશા કરી.

રીક્ષા ચાલક ને ભૂલ્યા નહિ પીએમ મોદી :

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ રવિવાર ના દિવસે વારાણસી માં રીક્ષા ચાલક મંગલ કેવટ ની મુલાકાત લીધી હતી, જેઓએ પોતાની પુત્રી ના લગ્ન માટે તેમને આમંત્રિત કર્યા હતા. 

પ્રધાન મંત્રી દ્વારા દતક લેવા માં આવેલા ડોમરી ગામ ના એક નિવાસી કેવટ એ  પ્રધાનમંત્રી કાર્યાલય ને એક નિમંત્રણ કાર્ડ મોકલાયું હતું. આ પત્ર માં કેવટ એ ૧૨ ફેબ્રુવારી એ પોતાની પુત્રી ના લગ્ન માં આવવા માટે તેમને નિમંત્રણ આપ્યું હતું.

આવું કહ્યું કેવટ એ ઈન્ટરવ્યું માં :

એક ઈન્ટરવ્યું માં કેવટ એ જણાવ્યું કે “અમે પ્રધાનમંત્રી ને પોતાની પુત્રી ના લગ્ન માં પહેલું નિમંત્રણ આપ્યું હતું, મેં પોતે જ આ નિમંત્રણ ને દિલ્હી માં પીએમઓ માં પહોચાડ્યું હતું. ૮ ફેબ્રુવારી એ અમને પીએમ મોદી નું અભિનંદન પત્ર મળ્યું જેને જોઈ ને અમે ખુબ જ ઉત્સાહિત થયા. ”

પીએમ સાથે ની મુલાકાત થી છે ખુબ જ ખુશ :

પીએમ મોદી સાથે થયેલ મુલાકાત થી મંગલ કેવટ ખુબ જ ખુશ થયા.તેમની મુજબ પીએમ મોદી ને મળવું એ તેમના માટે એક ઉપહાર થી ઓછું નથી.મંગલ પ્રસાદ કેવટ ના મુજબ  પ્રધાન મંત્રી એ જે રીતે તેમની સાથે વાત કરી એ તેમના માટે ક્યારેય ન ભૂલાય તેવો અનુભવ છે.

મોદીજી એ કહ્યું હતું આવું :

જયારે પ્રધાન મંત્રી મંગલ કેવટ ને મળ્યા ત્યારે મોદીજી એ કહ્યું હતું કે “આવો મંગલ જી કેવા છે હાલ ચાલ? તમારી પુત્રી અને જમાઈ ને સાથે ન લાવ્યા?” મંગલ મુજબ પ્રધાન મંત્રી એ તેમને કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે તમે દેશ ની સેવા કરો છો.

સ્વચ્છતા અભિયાન માં જોડાયેલ છે :

જાણવા મળ્યું છે કે મંગલ પ્રધાનમંત્રી ના સ્વચ્છતા અભિયાન થી પ્રેરિત થઇ ને આ અભિયાન ની સાથે ઘણા સમય થી જોડાયેલ છે.તેઓ અવાર નવાર એકલા જ ગંગા ઘાટ અને પોતાના ગામ માં સાફ સફાઈ કરે છે.મંગલ ના પરિવાર ની વાત કરીએ તો તેમના પરિવાર માં પત્ની સિવાય, એક પુત્રી અને બે પુત્રો છે.તેઓએ પોતાની પુત્રી ના લગ્ન ૧૨ ફેબ્રુવારી એ વારાણસી ની પાસે સ્થિત ચંદૌલી ગામ માં કર્યા હતા.

તેઓએ આ લગ્ન નું નિમંત્રણ પ્રધાન મંત્રી ને આપ્યું હતું અને સામે પ્રધાન મંત્રી એ તેમને અભિનંદન પત્ર મોકલી ને નિરાશ ન કર્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!