<<ખોટી બનાવતી વાર્તા >>રોજ આટલી કલાક ભણીને આ બસ કંડકટરે UPSC મેઈન્સ ની પરીક્ષા પાસ કરી – વાંચીને ગર્વ થશે

મિત્રો, સૌ પ્રથમ તો અમે મોજેમોજ।કોમ તરફથી માફી માંગીએ છીએ કે આ પોસ્ટ આ પહેલા તમારા સામે આવેલી। પણ તાજેતરમાં જ અમને માહિતી મળી છે કે, આ ન્યુઝ કે જે શરુ માં ઘણા બધા ન્યુઝ પ્લેટફોર્મ પર છપાયેલા, પછી ખ્યાલ આવ્યો કે આ ન્યુઝ ખોટા છે અને આવી કોઈ હકીકત નથી.  બેંગ્લોર મિરર અને બીજી અમુક વેબસાઈટ ને સાચી માહિતી મળતા એમને પણ આ સ્ટોરી સુધારી લીધી હતી અને અમને પણ આ માહિતી મળી જેથી અમે પણ આ સ્ટોરી ડીલીટ કરવાને બદલે આ મેસેજ આપી રહ્યા છીએ જેથી કોઈ બીજા મિત્રો આ ખોટી વાત થી ભરમાઈ ના જાય. આ ખોટી માહિતી અમારા ધ્યાન માં દોરવા માટે અમો “ફેક્ટ ક્રેસૅન્ડો” અને એમના એડિટર વિકાસભાઈ વ્યાસ નો પણ આભાર માનીએ છીએ. અને હવે ભવિષ્ય માં ખોટી વાત અમારા બ્લોગ કે પેઈજ પર ના મુકાઈ એના માટે વધુ મહેનત કરીશું અને ધ્યાન આપીશું। જેથી આપ સૌ મિત્રોએ ગુજરાતનો સૌથી લોકપ્રિય બનાવેલ આ બ્લોગ ને ક્યારેય ફરી આવી રીતે શરમિંદા ના થવું પડે. આભાર મિત્રો।

 

એવું કહેવાય છે કે જે મહેનત કરે છે તેને ફળ મળે જ છે, કદાચ તે ફળ મળવા માં થોડું વહેલું મોડું થઇ શકે છે પરંતુ ફળ મળે છે તો ખરાજ.આવી જ કઈક વાત છે બેંગ્લોર ના એક બસ કંડક્ટર મધુ એનસીએ ની જેમણે બસ કંડક્ટર ની નોકરી કરતાની સાથે સાથે જ UPSC પરીક્ષા ની પ્રિલીમ અને મેઇન પરીક્ષા પાસ કરી લીધી છે.

બેંગલોર ના છે મધુ એનસીએ :

આ વાત છે બેંગલોર માં મેટ્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની બસ માં કંડક્ટર ની ફરજ બજાવતા મધુ એનસીએ ની. તેઓ અત્યારે ૨૯ વર્ષ ના કે અને તેઓએ ગયા જુન માં પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી જેને પાસ કર્યા બાદ તેઓએ ઓક્ટોમ્બર માં મેઇન ની પરીક્ષા આપી અને એ પણ પાસ કરી લીધી છે હવે તેમનું ઈન્ટરવ્યું જ બાકી છે.આ ઈન્ટરવ્યું ૨૫ માર્ચ ના દિવસે છે, જો તે આ ઈન્ટરવ્યું પાસ કરી શકશે તો તેઓ IPS કે IAS ઓફીસર બની જશે અને પોતાના માતા પિતાનું નામ રોશન કરશે.

નોકરી ઉપરાંત ૫ કલાક કરે છે તૈયારી :

મધુ એનસીએ હાલ માં તો UPSC ની પ્રિલીમ અને મેઈન્સ પાસ કરી લીધી છે પણ તેની પાછળ તેની સખત મહેનત છે. તેઓ પોતાની આઠ કલાક ની કંડક્ટર ની નોકરી કર્યા બાદ ૫ કલાક પરીક્ષા ની તૈયારી કરતા હતા.

આ સિવાય તેઓ ઈન્ટરનેટ અને વરિષ્ઠ કર્મચારીઓની મદદ થી તૈયારી કરતા હતા અને હજી પણ કરે છે.

ધરાવે છે પોલીટીકલ સાઈન્સ ની માસ્ટર ડિગ્રી :

મધુ એનસીએ કર્નાટક ના એક નાના ગામના છે.તેઓ જયારે ૧૯ વર્ષ ના હતા ત્યારથી જ સ્કુલ પછી કંડક્ટર ની નોકરી શરુ કરી દીધી હતી.આ સાથે તેઓએ ડીસ્ટન્સ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજુએશન પણ કરેલું છે.તેમણે પોલીટીકલ સાયન્સ ની માસ્ટર ડિગ્રી પણ મેળવેલી છે.

તેઓના કહેવા પ્રમાણે પોતાના ઘરમાંથી તે એકલા એવા છે કે જે આ પ્રમાણે ભણ્યા હોય અને તેમના માતા પિતાને એ ખબર નથી કે તેઓએ કઈ પરીક્ષા પાસ કરી છે પણ કોઈક પરીક્ષા પાસ કરી છે, એ જાણી ને તેઓ ખુબ જ ખુશ છે.

તેમના બોસ સી.શિખા કરે છે રોજ 2 કલાક ઈન્ટરવ્યું માટે ગાઈડ :

એવું જાણવા મળ્યું છે કે મધુ એનસીએ ના બોસ સી.શિખા કે જેઓ પણ IAS છે તેઓ મધુ ને દરરોજ ૨ કલાક સુધી ઈન્ટરવ્યું માટે ગાઈડ કરે છે.

હવે જોવાનું એ છે કે ૨૫ માર્ચ ના તેમના ઈન્ટરવ્યું માં શું થાય છે?  એવી આશા છે કે તેઓ ઈન્ટરવ્યું ક્લીયર કરે જ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!