સાધારણ મહિલાઓ ની જેમ નીતા અંબાણી અને એમની વહુ પણ એક ના એક કપડા બીજે પહેરે છે – ફોટા સાબિતી આપશે

આપણે અવાર નવાર સામાન્ય લોકો પાસેથી આ વાત સંભાળીએ છીએ કે તેઓ એ એક જ કપડા કે બીજી વસ્તુઓ એક ની એક પણ પહેરે છે.આ વાત બિલકુલ સાચી છે કેમકે આજ ના દૌર માં લોકો કેટલા કપડા અને બીજી વસ્તુઓ ખરીદે.પરંતુ આ કામ કોઈ મોટો માણસ કરે તો આ સોસાયટી માં આના વિશે વાતો થવા લાગે છે.

પરંતુ અહી અમે અલગ વાત કરવાના છીએ કેમકે નહિ કે સામાન્ય સ્ત્રીઓ પરંતુ અંબાણી કુટુંબ ની વહુઓ અંને દીકરીઓ પણ પોતાના કપડાઓ ને રીપીટ કરે છે.આમાં તેમની પત્ની નીતા અંબાણી નું નામ ખાસ સામેલ છે જે પોતાની લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે.

નીતા અંબાણી અને તેમનો પરિવાર રીપીટ કરે છે કપડા :

ભારત ના સૌથી પૈસાદાર વ્યક્તિ અને વ્યાપારી મુકેશ અંબાણી નું નામ હમેશા કોઈ ને કોઈ કારણ ને લીધે ચર્ચા માં હોય જ છે. ઘણી વાર લોકો ના મનમાં એવો સવાલ થતો હોય છે કે તેમનું જીવન કેવું હશે, તેઓ કેવી રીતે ખરીદી કરતા હશે અને કેવા કપડા પહેરતા હશે, આ સિવાય તેઓ પોતાના જુના કપડા નું શું કરતા હશે? અહી અમે તમને તેમના ઘર ની દીકરી, વહુ અને પત્ની તેમના કપડા અને જ્વેલરી રીપીટ કરતા હોય છે, તેના વિશે જણાવવા ના છીએ.

ઈશા અંબાણી :

અંબાણી કુટુંબ ની દીકરી ઈશા અંબાણી હવે પરમાલ ખાનદાન ની વહુ છે.તેઓએ વર્ષ ૨૦૧૮ માં આનંદ પરમાર સાથે લગ્ન કરી ને પોતાનું નવું જીવન શરુ કર્યું હતું. હાલ માં જ ઈશા અંબાણી કરીના કપૂર ના પિતરાઈ અરમાન જૈન ના લગ્ન માં ગયા હતા.

અહી તેઓ અબુ જાની સંદીપ ખોસરા દ્વારા ડિઝાઈન કરેલ પિંક રંગનો ડ્રેસ પહેરેલ જોવા મળી હતી એમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી.ઈશા આ ડ્રેસ પોતાના પરિવાર ના ફંક્શન માં પહેરી ચુકી છે અને જ્વેલરી પણ તેણીએ રીપીટ કરી હતી.આ વાત ને મીડિયા ના કેમેરા એ કેદ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by isha ambani (@ishaambaniii) on

શ્લોકા મેહતા :

અરમાન જૈન ના લગ્ન માં અંબાણી પરિવાર ની વહુ શ્લોકા મેહતા પણ ખાસ અંદાઝ માં પહુચી હતી.તેઓએ સબ્યસાચી નો એક મલ્ટી કલર નો ડ્રેસ પહેર્યો હતો અને સાથે જ ગળા માં કુંદન નો ચોકાર અને મેચિંગ ઈયરીંગ પણ પહેર્યા હતા.આ સુંદર ચોકર ને શ્લોકા એ પોતાના લગ્ન માં પણ પહેર્યું હતું જેને અરમાન ના લગ્ન માં રીપીટ કર્યું હતું.

થનારી વહુ અને દીકરી બંને એ પહેર્યો એક જ નેકલેસ :

અંબાણી પરિવાર ના વિષે એવી ખબરો છે કે રાધિકા મર્ચેન્ટ મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી ની સાથે લગ્ન કરી શકે છે. આ દિવસો માં તે અંબાણી પરિવાર ની સાથે દરરેક જગ્યા એ જોવા મળી રહી છે અને હાલ માં જ તે અરમાન જૈન ના લગ્ન માં જોવા મળી હતી.

રાધિકા અને ઈશા અંબાણી બંને ખુબજ સારી મિત્ર છે અને આ બંને અલગ અલગ તકો માં એક જ નેકલેસ પહેરેલ જોવા મળી ચુકી છે.આ નેકલેસ ઓક્ટોમ્બર ૨૦૧૮ માં ઈશા અંબાણી એ ગણેશ પૂજા દરમિયાન પહેર્યું હતું.

નીતા અંબાણી :

વર્ષ ૨૦૧૯ માં નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ ના વાર્ષિક દિવસ પર બ્લુ અને વ્હાઈટ જેકેટ માં નજર આવી. આના થી એક દિવસ પહેલા તે આઈ પી એલ માં પણ આજ જેકેટ પહેર્યું હતું અને આની સાથે જ સફેદ બેગ રાખ્યું હતું. નીતા અંબાણી આનાથી પહેલા જ પોતાના કપડા અને જ્વેલરી રિપીટ કરી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!