સના ખાને બોયફ્રેન્ડ ને વેઈટર કહ્યો અને પછી કંઇક આવો મેસેજ મોકલ્યો – સ્ક્રીનશોટ જોઈ લો

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો “બીગ બોસ ૬” દરમિયાન ઘર ઘર માં પોતાના ચાહકો બનાવી ચુકી અભિનેત્રી સના ખાન એ કહેવાતા પોતાના બોયફ્રેન્ડ કે  મેલ્વિન લુઇસ જે એક કોરિયોગ્રાફર છે તેમનું બ્રેક અપ કરી દીધું હતું. સના એ મેલ્વિન ના બીજી છોકરી સાથે ના અફેયર વિશે જાણતા જ તેમની સાથે બ્રેકઅપ કરી લીધું છે.

વજહ તુમ હો ની એક્ટ્રેસ રહી ચુકી સના ખાન ના સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રસંશકો છે અને તે હમેશા પ્રસંશકો માટે પોતાના બોયફ્રેન્ડ લુઇસ ની સાથે પોતાની પ્રેમ ભરી તસ્વીર શેર કરતી હતી.સના ની હાલ ની પોસ્ટ એ તેમના બ્રેક અપ ની ચર્ચા ચાલુ કરી દીધી છે, જે તેમના ચાહકો માટે એક ઝટકા થી ઓછુ નથી.

આઠ વર્ષ સુધી ડેટીંગ કરીને અલગ થવા નો નિર્ણય કર્યો :

એક રીપોર્ટ મુજબ સના અને મેલ્વિન એ આઠ વર્ષ ડેટિંગ કર્યા પછી હવે અલગ થવાનો નિર્ણય લઇ લીધો. એવું કહેવામાં આવે છે કે સના ખાન એ મેલ્વિન એ કોઈ બીજી છોકરી સાથે ના અફેયર વિશે ખબર પડી હતી.

એક ઈન્ટરવ્યું માં, સના એ પોતાના બ્રેક અપ વિશે વાત કરી અને કહ્યું “હું મેલ્વિન ની સાથે બ્રેકઅપ કરી રહી છું કેમકે તે મને દગો આપી રહ્યો હતો. મેં તેમને આખા દિલ થી પ્રેમ કર્યો હતો અને તેને લઈને કમિટેડ હતી. આના બદલે મને દગો મળ્યો, જેણે મને વિચલિત કરી દીધો, અને ત્યારથી હું ડિપ્રેશન નો સામનો કરી રહી છું.”

સના એ શેર કરી દિશા અંગત મેસેજ ના સ્ક્રીન શોટ :

બોયફ્રેન્ડ મેલ્વિન લુઇસ ની સાથે બ્રેકઅપ પછી હવે અભિનેત્રી સના ખાન એ કેટલાક અંગત મેસેજ ના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ અંગત મેસેજ ના સ્ક્રીનશોટ ને જોઇને સીધું જ લાગે છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ એ સના ને લુઇસ અને તેની કોઈ છોકરી સાથે ના અફેયર વિશે જણાવી રહ્યું છે.

આ બધા સ્ક્રીન શોટ ને જોઇને જ એવું લાગે છે કે લુઇસ અને આ અજાણી વ્યક્તિ એક બીજાને પહેલા થી જ ઓળખે છે.જોકે આ મેસેજ માં તે છોકરી નું નામ ક્યાય આવ્યું નથી જેની સાથે લુઇસ ના અફેયર ની વાત ચાલી રહી છે.

આ જવાબ આપ્યો લુઇસ એ :

સના ખાન ને જવાબ આપતા લુઇસ એ પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં લુઇસ એ એક એવું ટી-શર્ટ પહેરેલ છે કે જેના પર લખ્યું છે કે “બુલાતી હૈ મગર જાનેકા નહિ” આ સના ખાન ની ઉપર કમેન્ટ છે.

સના એ આપી દીધો આવો જવાબ :

લુઇસ ની આ પોસ્ટ નો સન એ સામે જવાબ આપી દીધો.તેઓએ લખ્યું કે “જે છોકરાઓ લખી રહ્યા છે કે, બુલાતી હૈ મગર જાનેકા નહિ”.. તેમની સાચી વાત તો એ છે કે “જાનેકા તો હૈ પર બુલાતી હી નહિ” જેનાથી લાગી રહ્યું છે કે બ્રેક અપ પછી બંને વચ્ચે ઘણી નોક જોક થઇ રહી છે.

આનાથી પહેલા પણ સના ખાન એ ઇન્સ્ટાગ્રામ માં એક ફોટો શેર કર્યો હતો જેમાં તે હાથ માં બર્ગર લઈને બીજી બાજુ જોતી નજર આવી રહી હતી.આ તસ્વીર ના કેપ્શન માં લખ્યું હતું કે જયારે વેઈટર બોયફ્રેન્ડ કરતા પણ વધુ હેન્ડસમ હોય. આ તસ્વીર ના કેપ્શન માં લખેલી આ વાત નો નિશાનો સીધી રીતે લુઇસ જ હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!