શિવ મહાપુરાણ પ્રમાણે ૫ રીતના અલગ અલગ પાપ નું અસ્તિત્વ હોય છે – આ કાર્ય સીધું નરકનો દરવાજો ખોલે છે

હિંદુ ધર્મ માં કુલ ૧૮ મહાપુરાણ છે અને આ જ મહાપુરણો માંથી એક છે શિવ પુરાણ. શિવ મહાપુરાણ માં શિવજી થી જોડાયેલી કથાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે અને શિવજી થી જોડાયેલ મંત્રો જણાવવા માં આવ્યા છે. શિવ મહાપુરાણ માં એક પ્રસંગ દ્વારા ભગવાન શિવ એ એવા પાંચ પાપો વિશે જણાવ્યું છે જેને કરવા થી નર્ક ના દ્વાર ખુલી જાય છે.

શિવ પુરણ અનુસાર જે લોકો આ પાપો કરે છે તે લોકો ને દુષ્પ્રભાવ નો સામનો કરવો પડે છે.તો ચાલો શિવ પુરાણ માં જણાવવા માં આવ્યા આ પાપો વિશે કે જેમને ભૂલી ને પણ ન કરવા જોઈએ.

૧) ખોટા વિચારો કરવા :

જે લોકો ના મગજ માં ખરાબ વિચારો આવે છે તે લોકો પાપ ના ભાગીદાર બની જાય છે.શિવપુરાણ પ્રમાણે મન માં ખોટા વિચારો આવવા એ માનસિક પાપ ગણાય છે અને જે લોકો હમેશા ખરાબ વિચારે છે તેઓ માનસિક પાપી બને છે.એટલા માટે તમારે ક્યારેય મનમાં ખરાબ વિચારો ના લાવવા અને હમેશા સારું જ વિચારવું.જેટલું થઇ શકે મન ને નિયંત્રણ માં રાખવાનો પ્રયત્ન કરવો.

૨) ખોટું બોલવું :

જે લોકો હમેશા લડાઈ કરે છે અને ખોટું બોલે છે તેઓ મૌખિક પાપ કરી બેસે છે. અવાર નવાર આપણે લડાઈ કરતી વખતે ઘણા અપશબ્દો નો ઉપયોગ કરતા હોયે છીએ જેને લીધે સામે વાળા નું દિલ દુખી જાય છે.શિવપુરાણ અનુસાર મૌખિક પાપ કરવા વાળા લોકો સદા ને માટે દુખી જ રહે છે.એટલે તમે મૌખિક પાપ કરવાથી બચો અને હમેશા મીઠું જ બોલવાનો પ્રયત્ન કરો.

પોતાના થી મોટા અને નાના લોકો નું સમ્માન કરવું. હમેશા કોશિશ કરવી કે તમારા દ્વારા બોલવામાં આવેલી કોઈ પણ વાત ના કારણે કોઈ નું દિલ ના દુભાય.

૩) શારીરિક કષ્ટ આપવું :

લોકો ને શારીરિક પીડા આપવી એ પણ એક પાપ જ છે.વૃક્ષો કાપવા, જાનવરો ને મારવા અને મનુષ્યો ને શારીરિક ઈજા આપવી એ પણ પાપ ની શ્રેણી માં આવે છે.જે લોકો આ પાપ કરે છે તેમના શારીરિક દોષ લાગી જાય છે.એટલા માટે ક્યારેય પણ કોઈને શારીરિક દુખ ન પહોચાડવું અને હમેશા બધેની સાથે પ્રેમ થી જ રહેવું.

૪) લોકો ની નિંદા કરવી :

અવાર નવાર લોકો ને નિંદા કરવી પસંદ હોય છે.શિવ પુરાણ માં નિંદા કરવા ને સારું માનવામાં નથી આવતું અને જે લોકો હમેશા લોકો ની નિંદા કરે છે કે તપસ્વી, ગુરુ અને વરિષ્ઠ વ્યક્તિઓ નું અપમાન કરે છે.તેઓ પાપ ના ભાગીદાર બને છે.એટલા માટે તમારે નિંદા કરવાથી હમેશા બચવું જોઈએ અને હમેશા જ લોકો ના વખાણ કરવા જોઈએ.

૫) ખોટું કામ કરવું :

આપણે જે કામ કરીએ છીએ તેના આધાર પર જ આપણને ફળ મળે છે.શિવપુરાણ અનુસાર ખોટું કામ કરવા વાળા લોકો ને નર્ક માં જ જગ્યા મળે છે.જે લોકો દારૂ પીવે છે અને ચોરી કરે છે તેમને પણ પાપ જ લાગે છે એટલે જ માણસ એ ખોટું કામ કરવા થી બચવું જોઈએ અને હમેશા સારું જ કામ કરવું જોઈએ.

આ રીતે બચવું પાપો થી :

આપણે ગમે તેટલી કોશિશ કરીએ પરંતુ આમ છતાં પણ આપણે કોઈ ને કોઈ પાપ કરી બેસીએ છીએ.જો તમારા થી પણ કોઈ પાપ થઇ ગયું હોય તો તમે નીચે જણવ્યા પ્રમાણે ના ઉપાયો કરી શકો છો અને આ ઉપાયો કરવાથી પાપ માંથી મુક્તિ મળે છે.

  • સોમવાર ના દિવસે શિવજી ની પૂજા કરવી અને તેમના પાસે માફી માંગવી.
  • પવિત્ર નદિયોં માં સ્નાન કરવું.
  • ગાય ની સેવા કરવી.
  • બ્રાહ્મણો ને ભોજન કરાવવું અને તેમની સેવા કરવી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!