શિયાળો પછી ઉનાળો અને હવે ચોમાસું – આ તારીખે વરસાદ પડી શકે છે

ભારત માં શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય ચાર ચાર મહિના સુધી રહેતા, જોકે હજી એવું જ રહે છે પરંતુ વધી રહેલા પ્રદુષણ ને કારણે પણ કોઈ પણ ઋતુ માં શું થઇ જાય તેનું નક્કી નથી રહેતું. જેમકે અત્યારે જ શિયાળો હજી પૂરો તો થયો જ નથી આમ છતાં લોકો ને ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. એમાંય હમણાં થોડા દિવસ થી તો બપોર ના સમયે ચોખ્ખો ઉનાળો હોય તેવી ગરમી પડી રહી છે.

એવા માં હવામાન વિભાગ એ એક આગાહી કરી છે કે જે અનુસાર થોડા દિવસો માં માવઠું એટલે કે કમોસમી વરસાદ પડી શકે છે.

આ દિવસો માં પડી શકે છે વરસાદ (માવઠું) :

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ આ મહિના ની ૨૫ તારીખ થી ૨૭ તારીખ માં માવઠું થઇ શકે છે. આ વાત ખેડૂતો માટે ચિંતા જનક બની શકે છે કેમકે કમોસમી વરસાદ ને લીધે પાક ને નુકસાન થઇ શકે છે જેને લીધે ખેડૂતો ને નુકસાન થઇ શકે છે. સામાન્ય રીતે કચ્છની કેરી મોડી આવે છે એમાં પણ આ વખતે આ વાતાવરણ ના ફેરફાર ને લીધે તેને આવવા માં વધુ સમય લાગી શકે છે.

વધુ માં આ પણ જણાવ્યું :

હવામાન વિભાગે માવઠા ની જાણકારી ની સાથે જ વધુ એક જાણકારી આપી છે કે જેમાં તેઓએ કહ્યું છે કે કહ્યું છે કે હમણાં થોડા દિવસ સુધી વાતાવરણ સુકું બની રહેશે.એમાં પણ ખાસ કરીને પૂર્વ અને પૂર્વોતર રાજ્યો માં વાતાવરણ ના સુકા બની જવા ની વધું શક્યતા છે.

માવઠા નું જણાવ્યું આ કારણ :

હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદ કે માવઠા અને વાતાવરણ નું સુકું બનવા નું કારણ કાશ્મીર નજીક પશ્ચિમી સર્ક્યુલેસન ને જણાવ્યું છે.જેના કારણે દિલ્હી, હરિયાણા અને પંજાબ નો  પારો ઉચકાયો છે. આ સાથે બીજા પણ ઘણા એવા રાજ્યો છે કે જેમાં પણ શિયાળા ની આ ઋતુ માં ગરમી નો અહેસાસ થઇ રહ્યો છે.હવે જોવાનું એ છે કે આવનારી ૨૫, ૨૬ અને ૨૭ તારીખ ના કેટલો વરસાદ પડશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!