૧૬ માર્ચે બંધ રહેશે સમસ્ત હિરાઉદ્યોગ, ૧૫ થી ૧૭ માર્ચે છે ઉપવાસ આંદોલન – ક્લીક કરી જાણો વિચિત્ર કારણ..

માંગ પૂરી ન થાય તો આંદોલન તો ઘણા કરે છે, જેને લીધે લોકો ને પોતાની માંગ પૂરી થઈ જવાની આશા હોય છે. આવું જ કઈક સમસ્ત હિરાઉદ્યોગ દ્વારા ૧૫ થી ૧૭ માર્ચે કરવામાં આવી શકે છે.

૧૬ માર્ચે બંધ રહી શકે છે સમસ્ત હિરાઉદ્યોગ :

મળેલી માહિતી મુજબ ૧૫ થી ૧૭ માર્ચ રત્નકલાકાર સંઘ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી શકે છે અને સાથે જ ૧૬ માર્ચે સમસ્ત હિરાઉદ્યોગ ને બંધ રાખવાનું એલાન પણ થઈ  શકે છે.

આ છે કારણ આ આંદોલન નું :

હિરાઉદ્યોગ માં કુલ ૬.૫ લાખ જેટલા રત્નકલાકારો કામ કરે છે. આ સમસ્ત આ બધાજ કારીગરો પાસેથી ૧૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી નો ખોટો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. આ ટેક્સ ને દૂર કરવાં માટે આ ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન ઉપવાસ આંદોલન કરવામાં આવી શકે છે અને સાથે જ ૧૬ માર્ચે સમસ્ત હિરાઉદ્યોગ ને બંધ રાખવાનું એલાન પણ થોડા દિવસો માં થઈ શકે છે. 

વારંવાર પાલિકા ને રજૂઆત કર્યા છતાં આ બાબત નો નિકાલ ન આવવા ને કારણે ભરી રહ્યા છે આ પગલું.

૬ માર્ચે આપશે આવેદન પત્ર :

૧૫ થી ૧૭ માર્ચે આંદોલન કરવા પહેલા ૬ માર્ચે રત્નકલાકાર સંઘ બીજા ડાયમંડ એસોશીએશન સાથે મળી ને સુરત જિલ્લા ના કલેકટર ને આવેદન પત્ર આપશે. 

સંઘ ના પ્રમુખે કહ્યું આવું :

રત્નકલાકાર સંઘ ના પ્રમુખ એવા જયેશ ગજેરા એ કહ્યું કે, હિરાઉદ્યોગ માં આશરે ૬.૫ લાખ જેટલા    રત્નકલાકારો કામ કરે છે. આ બધાજ પાસેથી ૧૫૦ થી ૨૦૦ રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ના નામે ઉઘરાવાય છે. 

આ બધાજ મજૂર ની વ્યાખ્યા માં આવે છે. જે રીતે મજૂર તગારા ઉછકે છે એવી જ રીતે આ લોકો પણ દિવસ માં ૫૦ વખત કટોરા ઉચકે છે. એવામાં કારીગરો પસેથી લેવામાં આવતો આ ટેક્સ ને નાબૂદ કરવા માટે અમે પાલિકા કમિશનર અને રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ ને રજૂઆત કરી હતી.

પરંતુ અમારી માંગ ને કોઈ સાંભળતું નથી જેથી અમારે ફરજિયાત પણે ૬ માર્ચે સુરતના કલેકટર ને આવેદન પત્ર આપવાનું નક્કી કરવું પડ્યું છે.

જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો તારીખ ૧૫ થી ૧૭ માર્ચ સુધી ઉપવાસ આંદોલન કરીશું આ સાથે જ તારીખ ૧૬ માર્ચ એ સમસ્ત હિરા ઉધ્યોગ બંધ નું એલાન પણ કરવામાં આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!