ટ્રેન માંથી કોઈ મુસાફર પડી ગયો તો એનો જીવ બચાવવા ડ્રાઈવરે જે કર્યું એ વાંચી જોઇને સલામ કરી ઉઠશો…

મહારાષ્ટ્ર માં એક ચાલતી ટ્રેન માથી એક મુસાફર નીચે પડી ગયો અને આ અકસ્માત માં આ મુસાફર ખરાબ રીતે ઘાયલ થઇ ગયો.જેના પછી આ મુસાફર ને તરત જ હોસ્પિટલ માં લઇ જાવામ આવ્યા. આ ઘટના મહારાષ્ટ્ર ના જલગાવ ની છે.

રેલ્વે થી મળેલી માહિતી મુજબ ગુરુવારે જલગાવ ની પાસે પચોરા-મહેઝી સ્ટેશન ની વચ્ચે એક મુસાફર ચાલતી ટ્રેન પરથી પડી ગયો. જેવી ટ્રેન ચાલક ને આ વાત ની જાણ થઇ તેણે જરા પણ સમય બગડ્યા વગર પાછળ ચાલવા નું શરુ કરી દીધું. જેને લીધે ટ્રેન થી નીચે પડી ગયેલા મુસાફર ની મદદ થઇ જાય.

૫૦૦ મીટર સુધી પાછળ ચલાવી ટ્રેન :

જયારે આ મુસાફર ટ્રેન થી નીચે પડી ગયો તેની જાણ થઇ ત્યારે આ ટ્રેન ૫૦૦ મીટર આગળ ચાલી ગઈ હતી.જોકે જેવી આ મુસાફર ના પડી જવાની ખબર પડી તરતજ ટ્રેન ચાલકે ટ્રેન ને ૫૦૦ મીટર સુધી પાછળ લઇ લીધી.

જેના પછી ટ્રેન પરથી ઉતરી ને ઘાયલ થયેલા મુસાફર ની મદદ કરવામાં આવી હતી અને તેને તરતજ સ્ટેશન પર પહુચાડવામાં આવ્યા અને ત્યાં થી હોસ્પિટલ માં પહોચાડવામાં આવ્યા. હોસ્પિટલ માં આ મુસાફર ની સારવાર થઇ રહી છે. રાહત ની વાત એ છે કે આ મુસાફર હવે સારી હાલત માં છે અને જલ્દી જ તેની તબિયત પણ સારી થઇ જશે.

લોકો કરી રહ્યા છે ડ્રાઈવર ના વખાણ :

ટ્રેન ના ડ્રાઈવર દિનેશ કુમાર દ્વારા જે રીતે મુસાફર નું જીવન બચાવ્યું તેના માટે તેના વખાણ કરીએ એટલા ઓછા કહેવાય.કેમકે જે જગ્યા એ આ મુસાફર પડી ગયા હતા તે જગ્યા એકદમ એકલી હતી અને આ જગ્યા પર તેની મદદ કરવા માટે કોઈ પણ હતું નહિ.

જો ટ્રેન ને પાછળ લઇ જઈ ને આ યાત્રી ની મદદ ન કરવામાં આવી હોત તો તેનો જીવ પણ જઈ શકે તેમ હતું.જે ઘાયલ થયેલા યુવક ની મદદ કરવામાં આવી હતી તેમનું નામ સંજય પાટીલ છે અને તેમની ઉમર ૨૭ વર્ષ છે.

કરવામાં આવશે સમ્માનિત :

જે રીતે આ વ્યક્તિ ની મદદ કરવામાં આવી તેના માટે રેલ્વે ના ડ્રાઈવર દિનેશ કુમાર અને ગાર્ડ ને સમ્માનિત કરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે અને જલ્દી જ આ બંને નું સમ્માન કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી એ કર્યા વખાણ :

ડ્રાઈવર દિનેશ કુમાર અને ગાર્ડ દ્વારા કરવામાં આવેલા આ કામ ની સરાહના કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ એ કરી હતી.સાથે જ એક વિડીયો શેર કરતા ની સાથે તેઓએ લખ્યું છે કે રેલ્વે કર્મચારીઓ ની માનવતા અને સંવેદનશીલતા નો આ એક ખુબ જ સારું ઉદાહરણ છે. આટલું જ નહિ રેલ્વે મંત્રાલય એ પણ પોતાના ટ્વીટર પર વિડીયો શેર કરી અને આ બંને કર્મચારીઓ ના વખાણ કર્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!