ટ્રમ્પના એરફોર્સ-૧ ને દુનિયા નું સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે – ખૂબીઓ વાંચી ચોંકી જશો

અમેરિકા ને દુનિયા નો સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવે છે અને આ દેશ નો દબદબો આખી દુનિયા માં છે. અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જલ્દી જ ભારત આવવા ના છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ના આવતા પહેલા અમેરિકી સેના નું વિશેષ વિમાન એરફોર્સ – ૧ પહુચી જશે.

અમેરિકી સેના નું આ વિશેષ વિમાન અમદાવાદ પહોચ્યું છે અને આ વિમાન ને દુનિયા નું સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે.

આટલા ચોરસ ફૂટ નું છે આ વિમાન :

આ વિમાન ખુબજ વિશાળ જે ૪૫૦૦ ચોરસ ફૂટ નું છે. આ વિમાન દ્વારા બે દિવસ પહેલા ટ્રમ્પ ની સુરક્ષા માં સામેલ થનાર ગાડીઓ, સ્નાઈપર, સ્પાઈ કેમેરા અને ફાયર સેફટી સિસ્ટમ ભારત લઇ આવવા માં આવ્યા છે.આ વિમાન માં સિક્રેટ સર્વિસ ના ઓફિસરો પણ આવ્યા છે કે જેઓ ટ્રમ્પ ના અમદાવાદ આવતા પહેલા તેમની સુરક્ષા ની બધી વ્યવસ્થાઓ કરશે.

આ વિમાન માં ઘણા બધા આધુનિક સુરક્ષા ના ઉપકરણો પણ લગાવેલા છે.આધુનિક હથિયારો થી સજ્જ અ વિમાન ખુબ જ મોટું છે અને આ વિમાન ની અંદર ઓફીસ અને કોન્ફરન્સ રૂમ પણ છે.આ વિમાન માં સફર કરતા કરતા પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું કામ પણ સારી રીતે સંભાળી શકે છે.

આ છે એરફોર્સ-૧ ની વિશેષતાઓ :

  • દુનિયા નું સૌથી મોટું વિમાન છે અને આ વિમાન માં ૭૦ લોકો પ્રવાસ કરી શકે છે.
  • આ વિમાન ની લંબાઈ ૨૩૧ ફૂટ અને ૧૦ ઇંચ છે.
  • એરફોર્સ – ૧ માં ચાર એન્જીન લગાવેલ છે અને તેની સ્પીડ ૬૩૦ માઈલ પર અવર છે.
  • ૨૬ કૃ મેમ્બર્સ સફર કરી શકે છે.
  • હવા માં ઉડતા ઉડતા પણ આ વિમાન માં ઇંધણ ભરી શકાય છે.
  • આ દુનિયા નું સૌથી મોંઘુ વિમાન છે અને આમાં એન્ટી એયર મિસાઈલ સિસ્ટમ પણ લગાવેલ છે.
  • આ વિમાન ની રેંજ ૧૨,૫૫૦ કિમી ની છે.
  • રસોડું, થીએટર, પ્રેસ કોન્ફરન્સ, ડાઈનીંગ અને ચિકિત્સા રૂમ પણ છે.

આ દિવસે આવવાના છે ટ્રમ્પ :

જાણકારી અનુસાર ૨૪ ફેબ્રુવારી એ ટ્રમ્પ બે દિવસીય ભારત ના પ્રવાસ માટે આવવા ના છે. આ પહેલી વાર છે કે જયારે ટ્રમ્પ અમેરિકા ના રાષ્ટ્રપતિ તરીકે ભારત આવી રહ્યા છે.પોતાના આ પ્રવાસ માં ટ્રમ્પ અમદાવાદ માં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

ટ્રમ્પ ની સુરક્ષા માટે ૨૫૦૦૦ સુરક્ષા કર્મીઓ ને તૈનાત કરવામાં આવશે.જેમાં ૨૫ આઈપીએસ, ૬૫ એડીશનલ સુપ્રીટેન્ડેન્ટ, ૨૦૦ ઇન્સ્પેક્ટર, ૮૦૦ સબ ઇન્સ્પેક્ટર અને ૧૨ હજાર સીટી પોલીસ ના જવાન સામેલ થશે.

સાથે જ એનએસજી, સેન્ટ્રલ ફોર્સ, એસપીજી, એલઆરડી, એસઆરપીએફ અને સીઆરપીએફ ના જવાનો ટ્રમ્પ ની સુરક્ષા માટે આવી ગયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સ્વાગત :

ટ્રમ્પ એરફોર્સ – ૧ વિમાન દ્વારા ૨૪ ફેબ્રુવારી એ અમદાવાદ આવશે અને તેમનું સ્વાગત નરેન્દ્રમોદી દ્વારા કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ ટ્રમ્પ નું વિમાન સવારે ૧૧:૩૦ વાગે સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ પર ઉતરશે.જ્યાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમનુ નેતૃત્વ કરશે.

આ પછી ટ્રમ્પ અને મોદી સાબરમતી આશ્રમ જશે. ત્યાં થોડો સમય પસાર કર્યા બાદ તેઓ “ઇન્ડિયા રોડ શો” કરશે અને બપોરે ૧:૧૫ વાગે મોટેરા સ્ટેડીયમ પહુચશે. આ જગ્યાએ મોદી અને ટ્રમ્પ દ્વારા “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમ કરવામાં આવશે.

આ કાર્યક્રમ પછી બપોરે ૩:૩૦ વાગે તેઓ દિલ્લી માટે રવાના થશે અને દિલ્લી જઈને ઘણા કરાર કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!