ઉઘાડા પગે પહાડો ચડીને આ રીતે બાલાજી દર્શને પહોચી જ્હાનવી – સાદગી જોઇને લોકોએ આ રીતે વખાણ કર્યા

અભિનેત્રી જ્હાનવી કપૂર બોલીવૂડ ની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવી ની પુત્રી છે. જ્હાનવી કપૂર આજકાલ આંધ્રપ્રદેશ ના તિરુપતિ બાલાજી ની ધાર્મિક યાત્રા પર ગઈ છે. અભિનેત્રી જ્હાનવી કપૂર એ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની ધાર્મિક યાત્રા ની તસ્વીરો શેર કરી છે.જોકે પોતાની આ તસ્વીર માં જ્હાનવી એ કેપ્શન માં કઈ નથી લખ્યું. 

પરંતુ આ ફોટા સાથે ઇન્દ્રધનુષ વાળી ઈમોજી પણ શેર કરી છે.આ તસ્વીર માં જ્હાનવી કપૂર પહાડ ની ટોચ પર બનેલી સીડી પર બેઠી હોય તેમ નજર આવી રહી છે.

૧૨ કિલોમીટર ચઢીને તિરુપતિ દર્શન કર્યા :

 

View this post on Instagram

 

??

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


આ તસ્વીરો માં થી એક તસ્વીર જ્હાનવી પીળા રંગના દુપટ્ટા સાથે સફેદ રંગનું સલવાર શૂટ પહેર્યું છે અને હસતી નજર આવી રહી છે. જ્હાનવી કપૂર ૧૨ કિલો મીટર પર્વતો પર ચઢીને તિરુપતિ મંદિર માં દર્શન કરવા પહુચી હતી. સોશિયલ મીડિયા પર જ્હાનવી કપૂર ની તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને તેનાં ચાહકો તેની ખુબ જ પ્રસંસા પણ કરે છે. જ્હાનવી કપૂર ના એક ચાહક એ એક ઈમોજી ની સાથે કમેન્ટ કરી – “વોક બાય તિરુમલા.. “

શ્રીદેવી ના જન્મદિવસે તિરુપતિ બાલાજી દર્શન કરવા ગઈ :

આ પહેલી વાર નથી કે જયારે જ્હાનવી કપૂર તિરુપતિ ગઈ હોય આની પહેલા પણ તે પોતાની માતા શ્રીદેવી ના જન્મદિવસ ના દિવસે તિરુપતિ બાલાજી ના મંદિર માં દર્શન કરવા ગઈ હતી.જ્હાનવી કપૂર અત્યારે ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં તે નજર આવવાની છે.જ્હાનવી કપૂર જલ્દી જ “રુહી અફ્ઝા, દોસ્તાના ૨, તખ્ત અને ગુંજન સક્સેના બાયોપીક” માં નજર આવશે. 

ગુંજન સક્સેના ની બાયોપિક માં મુખ્ય ભૂમિકા ભજવશે :

જ્હાનવી કપૂર ગુંજન સક્સેના ની બાયોપિક માં મુખ્ય ભૂમિકા માં નજર આવશે.અત્યારે આ ફિલ્મ ની શુટિંગ ચાલુ છે. દોસ્તાના ૨ માં જ્હાનવી કાર્તિક આર્યન ની સાથે જોવા મળશે.પોતાની ફિલ્મ ધડક ના સફળ થયા પછી તેના ચાહકો જ્હાનવી ની હવે પછી ની ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે.

આ સિવાય જ્હાનવી કપૂર નેટફ્લીક્સ ની વેબ સીરીઝ “ઘોસ્ટ સ્ટોરીઝ” માં પણ નજર આવી હતી.આ બધું જોઇને જાણવા મળે છે કે ફિલ્મ નિર્માતાઓ ની વચ્ચે જ્હાનવી ની માંગ વધુ છે.જલ્દી જ જ્હાનવી કપૂર “મિસ્ટર લેલે” માં પણ જોવા મળશે.

આ ફિલ્મ શશાંક ખૈતાન ની છે, આ ફિલ્મ માં જ્હાનવી કપૂર સાથે વરુણ મુખ્ય ભૂમિકા ભજવશે. સાથે જ જ્હાનવી પોતાની પહેલી ફિલ્મ “ધડક” માં શશાંક ની સાથે કામ કરી ચુકી છે.જ્હાનવી કપૂર જોવા માં ખુબ સુંદર ની સાથે સાથે સ્ટાઈલીશ પણ છે. તે પોતાની સ્ટાઈલ ની સાથે ફીટનેશ માટે પણ જાણીતી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!