ઉમર પોતે આ સિતારાઓના ઘરનો રસ્તો ભૂલી ચુકી છે – કોઈએ ૪૦ વટાવ્યા તો કોઈએ ૭૦ પણ યુવાની જતી નથી

વધતી ઉમર વ્યક્તિ માટે ખુબ જ કષ્ટ દેવા વાળી બની જાય છે, મોટા ભાગના લોકો તેના થી ઘબરાય જ છે. પરંતુ બોલીવૂડ માં કામ કરવા વાળા આ સિતારાઓ ની ઉમર આ લોકો ના ઘર નો રસ્તો જ ભૂલી ગઈ હોય તેવું લાગે છે. વધતી ઉમર માત્ર તેમના માટે એક નંબર જ હોય તેવું લાગે છે.

કેમકે તેઓ વધતી જત્તી ઉમર ની સાથે સાથે જવાન થતા જાય છે અને તેમને જોઈ ને તમને એવું નહિ લાગે કે ઉમર એ આ સિતારાઓ ના ઘર નો રસ્તો જ ભૂલી ગઈ છે.આ બધા જ છે ૪૦ થી વધુ ઉમર ના પરંતુ તેમનો જીવન જીવવા નો અંદાજ જવાન જ છે.

આ સિતારાઓ ના ઘર નો રસ્તો જ ભૂલી ગઈ ઉમર :

દુનિયા માં લોકો ઈ ઉમર ને લઈને ચિંતા કરવા લાગે છે પરંતુ બોલીવૂડ ના આ કેટલાક સિતારાઓ માટે તો આ માત્ર એક નંબર જ ગયા છે. ઉમર વધવાની સાથે સાથે બાળપણ વધી રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે તેઓ ક્યારેય વૃદ્ધ નહિ થાય.

અનીલ કપૂર :

વર્ષ ૧૯૫૬ માં જન્મેલા અનીલ કપૂર ની ઉમર ૬૩ વર્ષની છે આમ છતાં તેઓ ફિલ્મો માં એક્ટીવ છે. વર્ષ ૧૯૭૯ માં તેઓએ ફિલ્મ હમારે તુમ્હારે માં એક નાનું પાત્ર ભજવી ને પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. આના પછી વર્ષ ૧૯૮૦ માં તેઓએ પહેલી તેલુગુ ફિલ્મ માં કામ કર્યું હતું.

આ પછી અનીલ કપૂર એ રામ લખન, જુદાઈ, મિસ્ટર ઇન્ડિયા, બેટા, નાયક, સ્લમડોગ મિલેનીયર, લાડલા, તેઝાબ, કર્મા, લોફર, હીર રાંઝા, મેરી જંગ, ઘરવાલી- બહારવાલી, નો એન્ટ્રી, બુલંદી, વેલકમ, ટોટલ ધમાલ જેવી ઘણી સફળ ફિલ્મો માં કામ કર્યું. તેમની હાલ ની રીલીઝ થયેલી ફિલ્મ મલંગ છે જેમાં તેમના પાત્ર ને લોકો એ ખુબ જ પસંદ કર્યું.

મલાઈકા અરોરા :

૨૩ ઓક્ટોબર ૧૯૭૩ માં મહારાષ્ટ્ર ના થાને માં જન્મી મલાઈકા ને જોઇને એવું કોઈ ના કહી શકે કે તે ૪૬ વર્ષની છે. મલાઈકા બોલીવૂડ ની પ્રખ્યાત ડાન્સર પણ છે અને તેઓએ ઘણા બધા સુપરહીટ ગીતો પર અઈટમ નંબર કર્યું છે. તેમની ફિટનેસ ને જોઇને તમને લાગશે કે તે ૨૫ જ વર્ષની છે.

રેખા :

બોલીવૂડ એક્ટ્રેસ રેખા નો જન્મ ૧૦ ઓક્ટોમ્બર ૧૯૫૪ માં ચેન્નઈ માં થયો હતો. રેખા નું જીવન એક કોરા કાગળ જેવું છે, તેમના જીવન માં બહારો તો આવી પરંતુ તેઓ એકલા જ રહી ગયા.રેખા ની સુંદરતા જોઇને તમને જરાય એવું નઈ લાગે કે તેઓ ની ઉમર ૬૫ વર્ષ છે.

રેખાએ બોલીવૂડ માં વર્ષ ૧૯૬૫ માં ચાઈલ્ડ એક્ટ્રેસ ના રૂપ માં પોતાના કરિયર ની શરૂઆત કરી હતી બોલીવૂડ માં રેખા એ આસ્થા, કામસૂત્ર, મુકદર કા સિકંદર, ખુબસુરત, ખૂન ભરી માંગ, ઉમરાવ જાન, ઘર, ખિલાડીઓ કા ખિલાડી, ડો અનજાને, ખૂન પસીના, અમીરી-ગરીબી, ફૂલ બને અંગારે, કોઈ મિલ ગયા અને ક્રીસ જેવી સુપરહીટ ફિલ્મો માં કામ કર્યું છે.

મિલિન્દ સોમન :

૪ નવેમ્બર ૧૯૬૫ ના દિવસે યુનાઈટેડ કિન્ગ્ડમ માં જન્મેલા મિલિન્દ એક ભારતીય છે. તેઓએ બે લગ્ન કર્યા હતા એક ફિરંગી છોકરી સાથે અને બીજી ૫૧ વર્ષ ની ઉમર માં ૨૩ વર્ષ ની છોકરી સાથે.

તેમના આ લગ્નો ખુબ જ ચર્ચા માં રહ્યા હતા.તેમના વાળ ભલે સફેદ હોય પરંતુ તેમની બોડી આજે પણ એક નવા છોકરા થી ઓછી નથી.તેઓ ૯૦ ના દશક ના પ્રખ્યાત મોડેલ છે અને તેઓએ કેટલીક ફિલ્મો માં પણ કામ કર્યું છે.

હેમા માલિની :

૧૬ ઓક્ટોમ્બર ૧૯૪૮ ના દિવસે દક્ષીણ ભારત માં જન્મી હેમા માલિની એક્ટ્રેસ થી એક સાંસદ બની ગઈ છે, પરંતુ તેમનો ચહેરો આજે પણ પહેલા જેવો છે.૭૧ વર્ષ ની ઉમર માં પણ તેમની ઉમર નો અંદાજ ના લગાવી શકાય તેઓ એવા સુંદર છે. તેઓ એ ૧૯૬૨ માં તમિલ ફિલ્મ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી પરંતુ બોલીવૂડ માં ૧૯૬૮ માં ફિલ્મ સાપનો ક સૌદાગર થી કરી હતી.

આના પછી શોલે, સીતા ઔર ગીતા, સત્તે પે સત્તા, નસીબ, ક્રાંતિ, પ્રેમ નગર, જુગનું, જોની મેરા નામ, બાગબાન, જમાઈ રાજા જેવી ઘણી સફળ ફિલ્મો કરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!