વિડીયો – આ ૪ છોકરાઓએ કર્યો મગજ ફેરવી નાખે એવો ડાન્સ – ક્રિએટીવીટી જોઇને આંખો પર વિશ્વાસ નહિ આવે

ડાન્સ એક એવી વસ્તુ છે જેને કરીને દિલ ખુશ થઇ જાય છે. જે લોકો ડાન્સ નથી કરતા તેઓને ડાન્સ જોઇને પણ ઘણી મજા આવે છે.છેલ્લા થોડા સમય થી સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સ ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

આ જ કડી માં એક યુવા ગ્રુપ નો એક ક્રિએટીવ ડાન્સ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.કોઈ પણ ડાન્સ ને આકર્ષક બનાવવા માટે સાચી કોરિયોગ્રાફી ની જરૂર હોય છે.ખાસકરીને ત્યારે કે જયારે આ ડાન્સ ગ્રુપ માટે હોય.ગ્રુપ માં ડાન્સ કરી રહેલા બધા જ ડાન્સર્સ ની વચ્ચે સરખો તાલમેલ અને ટાઈમિંગ હોવી ખુબ જ જરૂરી છે.આવું થવાથી જ ડાન્સ ની મજા આવે છે.

આ ચાર છોકરાઓએ મગજ ફેરવી દે એવો કર્યો ડાન્સ :

તમે લોકો એ હજી સુધી ઘણા ડાન્સ જોયા હશે પરંતુ આજે જે ક્રિએટીવ ડાન્સ અમે તમને બતાડવા જઈ રહ્યા છીએ એમાં ચાર છોકરાઓ નો ડાન્સ મગજ ફેરવી દે તેવો છે.

આ જગ્યાએ અને આ ગીત પર કર્યો ડાન્સ :

આ ચાર છોકરાઓ ના ગ્રુપ એ “મુકાબલા – મુકાબલા” ગીત પર એવો ડાન્સ કર્યો કે જોવા વાળા પણ અચંભા માં રહી ગયા. મુંબઈ ના સમુદ્ર કિનારે ડાન્સ કરી રહેલા આ ચાર છોકરાઓ લોકો ના પ્રિય બની ગયા છે.આ લોકો એ પોતાના ડાન્સ માં હાથ, પગ અને માથા ના ખુબ જ સારા મુવમેન્ટ બતાવ્યા છે.

વાયરલ થયેલા વિડીયો ને આ પ્રખ્યાત નિર્દેશકે કર્યો શેર :

આ ચાર છોકરાઓ નો ડાંસ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો ને પ્રખ્યાત નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી એ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વિડીયો ને શેર કરતા ની સાથે તેઓ એ લખ્યું છે કે “ભારત ના યુવા ખુબ જ ક્રિએટીવ છે.અને છેલ્લી ફ્રેમ ને વારંવાર જોવા માટે મજબુર થઇ જશો”

આ છે આ ગ્રુપ નું નામ :

સોશિયલ મીડિયા પર જે ચાર છોકરાઓ નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમના ગ્રુપ નું નામ MJ૫ છે, અહી MJ એટલે પ્રખ્યાત ડાન્સર માઈકલ જેક્શન છે. આ ગ્રુપ આનાથી પહેલા પણ પ્રખ્યાત રીયાલીટી શો “ઇન્ડિયા ગોટ ટેલેન્ટ” માં પણ પરફોર્મ કરી ચુક્યા છે.

ત્યારે પણ આ ગ્રુપ ના ડાન્સ એ બધા ને દિવાના બનાવી દીધા હતા.આ વાયરલ વિડીયો ના અંતમાં તેઓ એ જે ગરદન ફેરવવા નું સ્ટેપ કર્યું છે તે ખુબ જ કમાલ છે, તેને વારંવાર જોઇને પણ એ નથી ખબર પડતી કે તેઓ આવું કઈ રીતે કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!