વિડીયો – કોરોના વાઈરસને લીધે ઘરે ના જઈ શકતી નર્સ એની રડતી દીકરીને આ રીતે હગ કરે છે, જોઇને આંસુ આવી જશે

કોરોના વાઈરસ નો દર ઓછો થવાનો નામ નથી લઇ રહ્યો છે.આ વાઈરસ એટલો બધો જોખમી બની ગયો છે કે આ કારણે અત્યાર સુધી ૮૦૦ થી વધુ લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે.ચીન ના વુહાન શહેર થી શરુ થયેલા આ વાઈરસ આઉટબ્રેક ને લીધે જન જીવન ખુબજ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.ચીન ના ઘણા બધા શહેરો ને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે.આ શહેરો ની અંદર જવા કે બહાર નીકળવા માટે સખત મનાઈ થઈ ગઈ છે.

ચીન ની સાથે સાથે બાકીના દેશો માં પણ આ વાઈરસ ના કેટલાક ગણ્યા ગાઠયા કેસ જોવા મળ્યા છે.જોકે ચીન ની હાલત સૌથી ખરાબ છે.ત્યાં વાઈરસ ને લીધે સૌથી વધુ લોકો ના જીવ ગયા છે.

દિવસ રાત કામ કરે છે ડોક્ટર અને નર્સ :

ચીન માં ફેલાયેલા આ ભયાનક વાઈરસ થી પીડાયેલા લોકો ની સારવાર કરવા માટે ત્યાના ડોક્ટર અને નર્સ દિવસ રાત કામ કરી રહ્યા છે.તેઓ દિવસ રાત હોસ્પિટલ માં જ રહે છે, ત્યાં જ કોઈ ખુરશી કે જમીન પર સુઈ જાય છે.આ ડોકટરો અને નર્સો ને પોતાની જાતને પણ કોરોના વાઈરસ થી પીડિત લોકો પાસેથી ચેપ ન લાગે તેનું ધ્યાન રાખવું પડે છે.

એટલા માટે આ લોકો ૨૪ કલાક માસ્ક પહેરીને ફરે છે.આ માસ્ક ને લીધે તેમના ચહેરા પર નિશાન પણ પડી ગયા છે.આ બધાની વચ્ચે ઈન્ટરનેટ પર એક વિડીયો બધાની આખો માં ચડી ગયો છે.

આ વિડીયો માં કોરોના વાઈરસ ના દર્દીઓ નો ઈલાજ કરી રહેલી એક નર્સ પોતાની દીકરી ને ગળે નથી લગાવી સકતી એટલે તે રળતી દીકરી ને દુર થી જ હગ કરી લે છે.

હેનાન પ્રાંત ના એક હોસ્પિટલ નો છે આ વિડીયો :

“ચીન શિન્હુઆ ન્યુઝ” મુજબ આ વિડીયો હેનાન પ્રાંત ની એક હોસ્પિટલ નો છે.અહી એક નર્સ માસ્ક અને ઓવરકોટ પહેરી ને દુરથી જ પોતાની દીકરી ને મળવા માટે મજબુર થઇ ગઈ હતી. નર્સ એવું નથી ઈચ્છતી કે તે તેની દીકરી ની નજીક જાય જેથી તેની દીકરી ને પણ કોરોના વાઈરસ નો ચેપ લાગી જાય.દીકરી દુરથી જ પોતાની માતા ને જોઈને ખુબ જ રળતી જોવા મળે છે.તે માતા ને પૂછે છે કે તે ઘરે ક્યારે આવશે.એના જવાબ મા તેની માં તેને કહે છે કે અત્યારે તે એક રાક્ષસ ની સાથે લડી રહી છે અને તેને હરાવીને પછી તે ઘરે આવશે.

દીકરી ને હવા મા કરી હગ :

કેમકે તે પોતાની દીકરી ને હગ નથી કરી શકતી એટલે તે દુર થી જ પોતાની દીકરી ને હવા માં હગ કરવાની એક્ટિંગ કરી રહી છે.આ આખો વિડીયો જોવા માં ખુબ જ ભાવુક કરી દે તેવો લાગે છે.સોશિયલ મીડિયા માં જેટલા પણ લોકો એ તે વિડીયો જોયો છે તેમની આંખ માં આંસુ આવી ગયા છે. હવે તમે પણ જોવો આ ભાવુક કરી દે તેવો વિડીયો.
જુઓ વિડીયો :
સોશિયલ મીડિયા પર આ વિડીયો હજી સુધી કરોડો લોકો એ જોયો છે.આ વિડીયો કોઈને પણ ભાવુક કરી દે એવો છે.તમે પણ જરૂર આ વિડીયો જોઇને ભાવુક થઇ જશો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!