વિડીયો – દીકરીના સ્પોર્ટ્સ ડે પર મેદાનની વચ્ચે સોહા અલી ખાન પડી ગઈ અને બની હાસ્યનું પાત્ર

બોલીવૂડ ની અભિનેત્રી અને લેખક સોહા અલી ખાન નો એક વિડીયો હમણાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયો વાયરલ થવાનું કારણ સોહા અલી ખાન નું મેદાન ની વચ્ચે પડી જવું છે.હા, હાલ માં જ પોતાની પુત્રી ઇનાયા ના સ્પોર્ટ્સ ડે માં ભાગ લેવા પહુચી હતી સોહા અલી ખાન રસ્સાકશી રમતી વખતે મેદાન માં જ ઝડપ થી પડી ગઈ હતી.

આ રમત નું આયોજન સોહા અલી ખાન ની પુત્રી ઇનાયા ના સ્કુલ માં કરવામાં આવ્યું હતું. સોહા અલી ખાન એ શુક્રવારના દિવસે પોતાના ટ્વીટર પર પોતાનો એક વિડીયો મુક્યો છે કે જેને જોઈ ને લોકો એ તેના ખુબ જ વખાણ કર્યા હતા.સાથે જ ઘણા લોકો એ તેના મેદાન માં વચ્ચે પડી જવા ને લીધે મજાક પણ કરી રહ્યા છે.

રસ્સાકશી ની રમત રમી રહી છે આ વિડીયો માં :

આ વિડીયો માં તમે જોઈ શકો છો કે સોહા અલી ખાન બીજી સ્કુલ ના બાળકો ના માતા પિતા ની સાથે રસ્સાકશી ની રમત રમતી જોવા મળી રહી છે.જોકે સોહા અલી ખાન ની ટીમ આ રમત માં હારી જાય છે કેમકે સામે વાળી ટીમ એ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.

આ બધી ખેચા ખેચી માં જ સોહા અલી ખાન મેદાન માં વચ્ચે જ પડી ગઈ હતી.પોતાના ટ્વીટર અકાઉન્ટ માં આ વિડીયો શેર કરતા તેણીએ કેપ્શન માં લખ્યું છે કે “એક માતાના રૂપ માં મારો પહેલો સ્પોર્ટ્સ ડે હતો.રસ્સાકશી માં થોડી ચુકી ગઈ હતી.અત્યાર સુધીના સૌથી વધુ સારા ખેલ દિવસ નું આયોજન કરવા માટે ટોડઇન્ડિયા તમારો ધન્યવાદ. અમારા બધા તરફથી તમને ખુબ ખુબ પ્રેમ.”

જુઓ આ વિડીયો :

સોહા અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ હોય છે.તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની દીકરી સાથે ની તસ્વીરો શેર કરતી રહે છે.થોડા દિવસો પહેલા જ સોહા અલી ખાન એ પોતાની દીકરી ને કૃણાલ ખેમુ સાથે વિચિત્ર ભાષા માં વાત કરતા એક વિડીયો શેર કર્યો હતો.

આ વિડીયો માં ભલે આ વાતચીત સમજમાં આવતી નથી પરંતુ આ વાતચીત ખુબ જ પ્રેમાળ લાગી રહી હતી. સોહા અલી ખાન અને કુણાલ ખેમુ એ ૨૫ જાન્યુવારી ના દિવસે પાંચમી લગ્નની વર્ષગાઠ મનાવી હતી. પોતાના લગ્ન ની વર્ષગાઠ પર સોહા અલી ખાન એ પોતાના રોયલ લગ્ન ની શોર્ટ ક્લીપ્સ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!