વિરાટ હાર્દિક ના રસ્તે ચાલી નીકળ્યો છે આ ક્રિકેટર – કરશે બાહુબલી ફેઈમ દેવસેના સાથે લગ્ન

બોલીવૂડ અને ક્રિકેટ નો જુનો સંબંધ છે અને ટીમ ઇન્ડિયા ના ક્રિકેટરો ને ફિલ્મ ની અભિનેત્રીઓ પસંદ આવી જાય છે. આમાંથી ઘણા એવા ખેલાડીઓ છે કે જેઓએ ફિલ્મ ની અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે, જેમાં કોહલી-અનુષ્કા શર્મા, ઝહિર ખાન-સાગરિક ઘાટકે, મનીષ પાંડે-આશ્રીતા શેટ્ટી, હાર્દિક પાંડયા-નતાશા સ્ટાનકોવિક જેવા ઘણા નામો સામેલ છે.

હવે વિરાટ અને હાર્દિક ની જેમ ટીમ ઇન્ડિયા નો આ ખેલાડી પણ ચાલી નીકળ્યો છે, તે સાઉથ ની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે લગ્ન કરવા ની ઈચ્છા રાખે છે.આવી ચર્ચા ખુબ જ થઇ રહી છે પરંતુ આ વાત કેટલી સાચી છે એ તો સમય આવ્યે જ ખબર પડશે. તો ચાલો જાણીએ ટીમ ઇન્ડિયા ના આ ભારતીય ક્રિકેટ ખેલાડી કોણ છે ?

અનુષ્કા શેટ્ટી સાથે લગ્ન કરવા ઈચ્છે છે આ ખેલાડી :

“બાહુબલી” ફેમ અનુષ્કા શેટ્ટી નું નામ સાઉથ ના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ સાથે જોડાઈ ચુક્યું છે, જેમાં પ્રભાસ નું નામ પણ સામેલ છે.પરંતુ હવે તેમનું નામ એક ક્રિકેટર સાથે જોડવામાં આવી રહ્યું છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે અનુષ્કા જલ્દી જ તેમની સાથે લગ્ન કરી શકે છે.

પિંકવિલા ની એક રિપોર્ટ પ્રમાણે અનુષ્કા શેટ્ટી હવે એક ભારતીય ક્રિકેટર ની સાથે સંબંધ માં છે અને તેમની સાથે લગ્ન કરવાની તૈયારીઓ ચાલી રહી છે.જોકે આ ભારતીય ક્રિકેટર કોણ છે તેનો ખુલાસો તો હજી સુધી થયો નથી પરંતુ આ ખેલાડી ઉતર ભારત નો છે અને તેની ટીમ ઇન્ડિયા માં ખાસ જગ્યા છે.

અનુષ્કા એ નથી આપી પ્રતિક્રિયા :

જોકે અનુષ્કા શેટ્ટી એ આ ખબર વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ પિંકવિલા એ આ વાત ની પુષ્ટિ કરી છે કે આ ક્રિકેટર નું નામ ખબર પડશે ત્યારે આના વિશેની આધિકારિક જાણકારી અનુષ્કા પોતાની સોશિયલ મીડિયા પર આપશે.

અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મો માં ટોપ એક્ટ્રેસ છે, જેમણે બાહુબલી ના બંને પાર્ટ માં “દેવસેના” નું પાત્ર ભજવ્યું હતું અને તેના માટે તેણીને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.

હાલ માં જ હાર્દિક એ કરી હતી નતાશા સાથે સગાઇ :

હાલ માં જ પેલી જન્યુવારી ના દિવસે હાર્દિક એ એક્ટ્રેસ નતાશા સાથે સગાઇ કરી હતી અને હવે જલ્દી જ તે નતાશા સાથે લગ્ન ના સંબંધ માં જોડાઈ જશે.હવે જોવાનું એ છે કે અનુષ્કા શેટ્ટી ક્યારે પોતાના ડ્રીમ બોય વિશે પોતાના ચાહકો ને જણાવશે અને કોની સાથે તેમના લગ્ન થશે એ પણ સમય જ બતાવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!