વોટ્સએપ માં આવી રહ્યા છે સિક્રેટ ચેટિંગ અને આવા બીજા નવા ફીચર્સ – જોરદાર છે

અત્યારે વોટ્સએપ ચેટીંગ, વિડીયો, ઓડીયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરવા માટે નું સૌથી વધુ વપરાતી એપ છે.અને આ વસ્તુ ને જાળવી રાખવા માટે વોટ્સએપ માં તેની ટીમ કોઈને કોઈ નવા અપડેટ લાવતી જ રહે છે. આ વર્ષે પણ ઘણા નવા અપડેટ આવવા ના છે.છેલ્લા થોડાક મહિના થી નવા આવવાના આ ફીચરો નું ટેસ્ટીંગ ચાલી રહ્યું હતું.

તો ચાલો જાણીએ ક્યાં ક્યાં નવા ફીચરો આવવાના છે વોટ્સએપ માં :

ઓટોમેટીક મેસેજ ડિલીટ સુવિધા :

આ અપડેટ એવી છે કે જેમાં વોટ્સએપ ના યુઝર પોતે કોઈ એક દિવસ કે વર્ષ જેવી સમય અવધી નક્કી કરી શકશે અને એનાથી જુના બધા જ મેસેજ ઓટોમેટીક ડિલીટ થઇ જશે.આ ફીચર ની લોકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા.સૌથી પહેલા આ ફીચર માત્ર ગ્રુપ ચેટ માં જ આવે તેવી સંભાવનાઓ છે.પછી દરરેક માટે આ ફીચર આવી શકે છે.

ગ્રુપ મેમ્બર્સ ની સંખ્યા માં વધારો :

અત્યારે વોટ્સએપ માં એક ગ્રુપ માં વધુ માં વધુ ૨૫૬ મેમ્બર્સ ને એડ કરી શકાય છે, જોકે આ સિવાય ની ઘણી મેસેજિંગ એપ માં ૫ હજાર સુધીના લોકોને જોડી શકાય તેમ છે.હવે વોટ્સએપ યુઝર માટે આ ખુશખબર છે કે વોટ્સએપ માં પણ એક ગ્રુપ માં ૨૫૬ થી વધુ સભ્યો ને જોડવાની અપડેટ આવી રહી છે.જેથી એક ગ્રુપ માં ૨૫૬ થી વધુ લોકો ને ઉમેરી શકાશે.

ડાર્ક મોડ :

આ એક એવી અપડેટ છે કે જે વોટ્સએપ ના યુઝર ની આંખને બ્લુ લાઈટ થી બચાવશે. આ ફીચર એવો છે કે જેમાં વોટ્સએપ નો ઇન્ટરફેસ ડાર્ક થઇ જશે જેથી કરીને સ્ક્રીન ની બ્લુ લાઈટ દુર થઇ જશે અને વોટ્સએપ ના યુઝર ની આંખમાં બ્લુ લાઈટ જતા અટકશે.આ ફીચર ની પણ લોકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા છે.

સિક્રેટ ચેટ :

નવો આવવાનો આ ફીચર એવો છે કે જેમાં બે યુઝર વચ્ચે થયેલી વાત વોટ્સએપ ના સર્વર પર સ્ટોર થશે નહિ જેથી કરીને તે ચેટ ને ક્યારેય ટ્રેક કરી શકાશે નહિ.આ સાથે જો કોઈ પણ આ ચેટ ને સેવ કરવા માટે સ્ક્રીનશોટ પણ લેશે તો તેના વિશે ની નોટીફીકેશન પણ બંને ચેટ કરનાર ને મળી જશે.

પર્સનલ સ્ટોરેજ :

ચેટ હિસ્ટ્રી અને મીડિયા ફાઈલ્સ ને સ્ટોર કરવા માટે એક નવું ફીચર લાવી શકે છે જેમાં એન્ડ્રોઈડ યુઝરો તેના ચેટ ને ગૂગલ ડ્રાઈવ માં અને આઈફોન યુઝરો તેમના ચેટ ને iCloud માં સેવ કરી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!