આ બોલીવુડ એક્ટ્રેસીસની મમ્મીઓ હુનરથી છલકાય છે – આવી જોબ કરીને જાતે જ પોતાનું ઘર ચલાવે છે

કહેવાય છે કે કોઈ બાળક ની સફળતા પાછળ તેના માં બાપ નો હાથ હોય છે. એવા માં આજે અમે તમને બોલીવૂડ ની કેટલીક એક્ટ્રેસ ની મમ્મીઓ વિશે જણાવવા ના છીએ કે જેઓ હુનર થી છલકાય છે.ફિલ્મી અભિનેત્રીઓ ની આ બધી મમ્મીઓ અલગ અલગ પ્રકાર ની જોબ કરે છે.તો ચાલો જાણીએ પોતાનું ઘર ચલાવવા માટે તેઓ કેવી કેવી જોબ કરે છે.

કૃષ્ણા મુખર્જી ( રાની મુખર્જી ની માં) :

૯૦ ના દશક ની પ્રખ્યાત અભિનેત્રી રાની મુખર્જી ની માં નું નામ કૃષ્ણા મુખર્જી છે.રાની ની માં ફિલ્મ જગત માં એક પ્લે બેક સિંગર રહી ચુકી છે.

ઉજ્જ્લા પાદુકોણ (દીપિકા પાદુકોણ ની માં) :

દીપિકા પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ ની દીકરી છે. દીપિકા અત્યારે પહેલા નંબર ની એક્ટ્રેસ છે. ખુબ જ ઓછા લોકો જાણે છે કે દીપિકા ની મમ્મી એક ટ્રાવેલ કન્સલ્ટન્ટ છે.

જેની કિમ (જૈક્લીન ફર્નાન્ડીસ ની માં) :

શ્રીલંકા માં જન્મી જૈક્લીન અત્યારે બોલીવૂડ નું જાણીતું નામ બની ચુકી છે.તેમની મમ્મી જેની કીમ એક એર હોસ્ટેસ હતી.જાણવા જેવી વાત એ છે કે જૈક્લીન ના પિતા ની સાથે તેમની મુલાકાત એક ફ્લાઈટ માં થઇ હતી.

મધુ ચોપડા (પ્રિયંકા ચોપડા ની મમ્મી) :

બોલીવૂડ અને હોલીવૂડ બંને જગ્યાએ પોતાનું નામ આગળ વધારવા વાળી પ્રિયંકા ચોપડા ની મમ્મી મધુ ચોપડા એક ડોક્ટર છે.આ માં દીકરી ની તસ્વીર ઘણી વખત વાયરલ થતી રહે છે.

સુઝૈન (કેટરીના કૈફ ની મમ્મી) :

કેટરીના કૈફ અત્યારે પોતાના કરિયર ના ટોપ પર ચાલી રહી છે. તેમની મમ્મી સુઝૈન એક વકીલ અને સમાજ સેવીકા છે.

માના શેટ્ટી (અથિયા શેટ્ટી ની માં) :

સુનીલ શેટ્ટી ની પત્ની ને અથીયા શેટ્ટી ની માં નું નામ માના શેટ્ટી છે. માના રીયલ એસ્ટેટ ની દુનિયા નું એક જાણીતું નામ છે.આ સિવાય તે “સેવ ધ ચિલ્ડ્રન” નામનું એનજીઓ પણ ચલાવે છે.

સુનંદા શેટ્ટી (શિલ્પા શેટ્ટી ની માં) :

બોલીવૂડ ની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની માં સુનંદા શેટ્ટી એક ઉદ્યમી છે. તે પોતાના પતિ ની સાથે બિઝનેસ સંભાળે છે.આના સિવાય તે એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી ચુકી છે. જોકે તે ફિલ્મ હજી સુધી રીલીઝ થઇ નથી.

સુભ્રા સેન (સુસ્મિતા સેન ની માં) :

મિસ યુનિવર્સ નો ખિતાબ જીતવા વાળી એક્ટ્રેસ સુષ્મિતા સેન ની માં સુભ્રા સેન એક જ્વેલરી ડિઝાઈનર છે.

સુનીતા કપૂર (સોનમ કપૂર ની માં) :

અનીલ કપૂર ની દીકરી સોનમ કપૂર પણ બોલીવુડ નું એક જાણીતું નામ છે.સોનમ ની માં સુનીતા કપૂર એક ઇન્ટીરીયર અને જ્વેલરી ડિઝાઈનર છે.

બ્રિન્ઘા રાય (એશ્વર્યા રાય ની માં) :

વિશ્વ સુંદરી એશ્વર્યા રાય ની સુંદર માં બ્રિન્ઘા રાય એક પ્રખ્યાત લેખક છે.

કુસુમ ચડ્ડા (ઋચા ચડ્ડા ની માં) :

ઋચા ચડ્ડા એ બોલીવૂડ માં પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે.તેની માં કુસુમ ચડ્ડા એ દિલ્લી યુનીવર્સીટી માં એક પ્રખ્યાત કોલેજ માં પ્રોફેસર છે.

આશા રનૌત (કંગના રનૌત ની માં) :

કંગના બોલીવૂડ માં સ્ત્રી પ્રધાન ફિલ્મો માં કામ કરવા માટે જાણીતી છે. કંગના ની માં આશા એક સ્કુલ માં શિક્ષક છે.

સમીરા ડીકૃઝ (ઈલીયાના ડીકૃઝ ની માં) :

બોલીવૂડ એક્ટ્રેસ ઈલીયાના ડીકૃઝ ને પોતાની સુંદરતા તેની સુંદર માં સમીરા તરફથી વિરાસત માં મળી છે. સમીરા પહેલા એક હોટેલ માં કામ કરતી હતી અને પછી તેણે મોડેલીંગ પણ કરી હતી.

ગીતા સેનન (કૃતિ સેનન ની માં) :

નવી જનરેશન ની ખુબ જ સારી એક્ટ્રેસ કૃતિ સેનન ની માં ગીતા સેનન દિલ્લી યુનીવર્સીટી માં એક પ્રોફેસર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!