આ ૧૪ સિતારાઓ પાસે શિખો બાળકના નામ રાખવાની રીત – આટલા અલગ અને અટપટા નામ ક્યાંય નહિ સાંભળ્યા હોય

જયારે પણ કોઈ ના ઘર માં બાળક નો જન્મ થાય છે ત્યારે સૌથી વધુ રસ તેમના નામ રાખવામાં જ હોય છે.દરરેક માતા પિતા ઈચ્છે છે કે તેના દીકરા કે દિકરી નું નામ અલગ જ હોય.એવા માં આજે અમે તમને એવા બોલીવૂડ સિતારાઓ ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તેઓએ પોતાના બાળકો નું નામ એવું અલગ રાખ્યું કે એ નામ સંભાળવા માં ખુબ અટપટા છે.

ન્યાસા :

ન્યાસા એ અજય દેવગન અને કાજોલ ની મોટી દિકરી છે.આ સિવાય તેમનો એક દિકરો પણ છે જેનું નામ યુગ રાખવામાં આવ્યું છે.આ બંને ભાઈ બહેનો ના નામ અલગ જ છે.

ઝેને ઝો અને ઝેકે ઝિદાન :

બોલીવૂડ ના કોમેડી એક્ટર એવા અરશદ વારસી અને તેમની પત્ની મારિયા એ તેમના બાળકો નું નામ ઝેને ઝો અને ઝેકે  ઝિદાન રાખ્યું જે ખુબ જ વિચિત્ર છે.

મિશા :

શાહિદ કપૂર અને મીરાં ની પુત્રી નું નામ મિશા છે.આ નામ પણ બહુ ઓછા લોકો એ સાંભળ્યું હશે.જોકે સોશિયલ મીડીયા પર તે ખુબ જ પ્રખ્યાત છે.

મહિકા અને માયરા :

મહિકા અને માયરા બોલીવૂડ ના એક્ટર અર્જુન રામપાલ ની દીકરીઓ છે. માયરા નું નામતો હજી સાંભળ્યું હશે.પરંતુ મહિકા નામ તો ભાગ્યેજ સાંભળ્યું હશે.

ઈરા :

ઈરા એ આમિર ખાન ની પહેલી પત્ની રીના દતા ની પુત્રી છે. “ઈરા” આવું નામ પણ ભાગ્યેજ સાંભળ્યું હશે.

અકિરા અને શાક્યા :

અકિરા અને શાક્યા એ બોલીવૂડ અભિનેતા ફરહાન અખ્તર ની પુત્રીઓ ના નામ છે.તેમના નામ ખુબ જ અટપટા છે.ખાસકરીને શાક્યા નામ તો ક્યારેય નહિ સાંભળ્યું હોય તેવું છે.

અરિન અને રયાન :

માધુરી દીક્ષિત નેને એ પોતાના બંને દિકરા ના નામ અલગ જ રાખ્યા છે. તેમના દીકરાઓ નું નામ અરિન અને રયાન છે. 

અન્યા અને દિવા :

કોરિયોગ્રાફર થી ડાયરેક્ટર બની ફરાહ ખાન ના ત્રણ બાળકો છે. જેમાં તેની બે પુત્રીઓ છે જેમનું નામ “અન્યા” અને “દિવા” છે. જોકે તેમના દિકરા નું નામ સિરાજ છે જે ખુબ જ અલગ છે.

મિકાઈલ :

મિકાઈલ નામ સંભાળવામાં થોડું વિદેશી જેવું લાગે છે. આ નામ બોલીવૂડ માં ફ્લોપ થઇ ચુકી એક્ટ્રેસ આયેશા ટાકિયા એ રાખ્યું છે.મિકાઈલ તેના જ દીકરા નું નામ છે.

સમાયરા અને કિઆન :

૯૦ ના દશક ની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર એ પોતાના બાળકો નું નામ ખુબ જ અલગ અને આકર્ષક રાખ્યું છે.કરિશ્મા ની દીકરી નું નામ સમાયરા જયારે દીકરા નું નામ કિઆન છે.

અદીરા :

અદીરા બોલીવૂડ ની એક્ટ્રેસ રાન મુખર્જી અને નિર્દેશક અને નિર્માતા આદિત્ય ચોપડા ની પુત્રી છે. તેમની પુત્રી નું નામ ખુબ જ અનોખું છે.

રાશા :

૯૦ ના દશક ની ચુલબુલી એક્ટ્રેસ રવિના ટંડન ની પુત્રી “રાશા” દેખાવમાં તે પોતાની માં ની જેમ જ સુંદર છે.રાશા નામ ખુબ જ અલગ છે.

અબરામ :

બોલીવૂડ કિંગ શાહરૂખ ખાન એ પોતાના સૌથી નાના દીકરા નું નામ “અબરામ” રાખ્યું.આ નામ ખુબ જ અનોખું છે.જયારે અબરામ નો જન્મ થયો ત્યારે તેનું નામ ખુબ જ ચર્ચા માં હતું.

વિઆન :

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ના દીકરા નું નામ વિઆન છે. વિઆન નામ પણ ખુબ જ અલગ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!