આ ૬ હિરોઇન્સે બાળ કલાકાર તરીકે જ પોતાનું કેરિયર શરુ કરેલું – શ્રીદેવી-ઉર્મિલાને ભાગ્યે જ ઓળખી શકશો

બોલીવૂડ માં રોજ સેકડો લોકો પોતાના નસીબ અજમાવા માટે આવે છે, પરંતુ તેમને કોઈ ખાસ તક મળતી નથી. પરંતુ કેટલાક એવા સ્ટાર્સ પણ છે કે જેઓ એ પોતાના ટેલેન્ટ ના આધારે બાળપણ માં જ બોલીવૂડ માં તેનું કેરિયર શરુ કરી દીધું હતું. આજે અમે તમને આવા સ્ટાર્સ વિશે જણાવીશું કે જેમણે પોતાના કેરિયર ની શરૂઆત બાળપણ માં જ કરી દીધી હતી.

શ્રીદેવી :

બોલીવૂડ ની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી ભલે જ આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની ફિલ્મો માં ભજવેલા પાત્રો દ્વારા હમેશા આપણા દિલ માં જ રહેશે. તેઓએ ૪ વર્ષ ની ઉમર માં તમિલ ફિલ્મ કંદન કરુનાઈથી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.

હિન્દી સિનેમા માં તેમની પહેલી ફિલ્મ રાની મેરા નામ (૧૯૭૨) હતી. જેના પછી તેઓએ ચાંદની, ચાલબાઝ, મિસ્ટર ઇન્ડિયા, નગીના, હિંમતવાલા, સદમાં, જુદાઈ, સોને પે સુહાગા, તોહફા, લાડલા, ખુદા ગવાહ, મોમ અને ઈંગ્લીશ વિન્ગ્લીશ જેવી ઘણી બધી સુપરહીટ ફિલ્મો કરી હતી.

ઉર્મિલા માતોંડકર :

વર્ષ ૧૯૮૦ માં ફિલ્મ ઝલોકા થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ કરતી વખતે તે માત્ર ૬ વર્ષ ની હતી. તેમની પહેલી હિન્દી ફિલ્મો વર્ષ ૧૯૮૧ માં આવેલી કલયુગ હતી પરંતુ તેમને ફિલ્મ માસુમ (૧૯૮૩) થી ખાસ ઓળખ મળી હતી. તેમાં ફિલ્માવવા માં આવેલા ગીત “લકડી કી કાઠી, કાઠી કા ઘોડા” આજે પણ બાળકો ને યાદ છે.

ઉર્મિલા એ બોલીવૂડ માં રંગીલ, જુદાઈ, કૌન ભૂત, એક હસીના થી, સત્યા, પિંજર, પ્યાર તુને ક્યાં કિયા, જંગલ, દૌડ, કુંવારા, ચમત્કાર, જાનમ સમજા કરો, દીવાનગી, દીવાને અને દિલ્લગી જેવી ફિલ્મો માં કામ કર્યું હતું.

આલિયા ભટ્ટ :

આજ ના દિવસે સુપરહિટ થયેલી એક્ટ્રેસ આલિયા ભટ્ટ એ વર્ષ ૧૯૯૯ માં ૫ વર્ષ ની ઉમરે પોતાની પહેલી ફિલ્મ સંઘર્ષ કરી હતી. તેમાં તેઓએ પ્રીતિ ઝીંટા ના બાળપણ નું પાત્ર ભજવ્યું હતું. લાંબા બ્રેક પછી વર્ષ ૨૦૧૨ માં આલિયા ભટ્ટ એ સ્ટુડન્ટ ઓફ ધી યર માં કામ કર્યું હતું.

આલિયા ભટ્ટ એ બોલીવૂડ માં હજી સુધી બદ્રીનાથ કી દુલ્હનિયા, હમ્ટી શર્મા ની દુલ્હનિયા, રાઝી, ગલ્લી બોય, ડીયર ઝીંદગી જેવી ફિલ્મો માં કામ કર્યું છે.

સના સઈદ :

વર્ષ ૧૯૯૮ માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં ૮ વર્ષ ની એક છોકરી હતી જેનું નામ સના સઈદ છે તેણે પણ સ્ટુડન્ટ ઓફ ધ યર માં એક એડલ્ટ તરીકે એક મહત્વ નું પત્ર ભજવ્યું હતું. ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં સના એ શાહરૂખ ખાન અને રાની મુખર્જી ની દીકરી નું પાત્ર ભજવ્યું હતું.

આયેશા ટાકિયા :

મોટા ભાગના લોકો એ ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કાર જોઈ હશે જ. આ ફિલ્મ દરરેક ઉમર ના લોકો ને પસંદ આવે તેવી હતી. આ ફિલ્મ માં આયેશ ટાકિયા એ પોતાના કરિયર ની શરૂઆત કરી હતી પરંતુ આનાથી પહેલા પણ ટીવી માં હિસ્સો બની ચુકી છે. તેઓએ કોમ્પ્લેઇન ની એક જાહેરાત માં કામ કર્યું હતું. તે સમયે આયેશા માત્ર ૮ જ વર્ષ ની હતી.

હંસિકા મોટવાણી :

હંસિકા મોટવાણી એ બાલ કલાકાર ના રૂપ માં સોન પરી, કરિશ્મા કા કરિશ્મા, શાકા લાકા બુમ બુમ જેવી ઘણી બધી સીરીયલો માં કામ કર્યું હતું અને આના સિવાય તેણે કોઈ મિલ ગયા અને આબરા કા ડાબરા જેવી ફિલ્મો માં પણ કામ કર્યું હતું. 

હંસિકા એ એડલ્ટ ના રૂપ માં ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું અને હવે તે સાઉથ ફિલ્મ માં સક્રિય છે અને તે ત્યાં ખુબ જ પ્રખ્યાત છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!