માતા મેલડીનું આટલું સત અચલ છે – માં પર શ્રદ્ધા હોય તો આ લેખ જરૂર વાંચીને શેર કરજો

આજે આપણે આ પોસ્ટ માં કોઈ સમાચાર કે કોઈ બોલીવૂડ ના કલાકારો વિશે નહિ પરંતુ માં મેલડી ના પરચા વિશે જણાવવાના છીએ. આ પરચા વિશે શા માટે જાણીને તમને સમજાઈ જશે કે શા માટે મેલડી માનું આટલું બધું સત છે.

મેલડી માં ના સત ને લઈને ઘણી કથાઓ છે જેમાંની એક વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

અહી થી શરુ થાય છે કથા :

વાત એમ છે કે ઉજ્જૈન ના રાજા પ્રદુમન વીર વિક્રમ હતા કે જે અઢાર ભાષાઓ ના જાણકાર હતા અને સ્વભાવે ખુબ જ સરળ અને વિવેકી હતા. એક વખત રાજા ને એમ થયું કે પોતાને યોગ સિદ્ધિ મંત્ર શિખવો છે અને આ મંત્ર કામરૂ દેશ માં શીખવવા માં આવતો હતો.

આ મંત્ર શિખવા માટે રાજા પોતે એક રાત્રે કામરૂ દેશ જવા નિકળ્યા હતા, કામરૂ દેશ ના જંગલ માં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા. તેમની પાસે જઈને રાજા એ “અલખ નિરંજન” એમ બોલ્યા. રાજા નો અવાજ સાંભળી ને બળનાથ એ આંખ ખોલી અને પૂછ્યું કે કોણ છે તું ? અને અહી શા માટે આવ્યો છે ?

રાજા એ આપ્યો આ જવાબ :

બાવા બળનાથ ના પ્રશ્ન નો જવાબ આપતા રાજ એ કહ્યું કે હું ઉજ્જૈન નગરી નો રાજા છું અને મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે એટલા માટે હું અહી આવ્યો છું. આ વાત સાંભળી ને બાપા એ રાજા ને પૂછ્યું કે તું આ મંત્ર ને શિખી ને શું કરીશ ?

આ વાત નો જવાબ આપતા રાજા એ કહ્યું કે, “હું આ મંત્ર મારી પ્રજા માટે શિખવા આવ્યો છું” આ જવાબ સાંભળી ને બાવા જી તેમને આ યોગ સિદ્ધી મંત્ર શિખવવા તૈયાર થઇ ગયા હતા પરંતુ તેના માટે એક શરત રાખી હતી.

આ રાખી હતી શરત :

રાજા ને યોગ સિદ્ધિ મંત્ર શિખવતા પહેલા બળનાથજી એ એક શરત રાખી હતી, આ શરત મુજબ રાજાએ પહેલા કાળીચૌદસ ની રાત્રે ભૂતડી ની વાવ ના તળિયેથી એક લોટો પાણી નો ભરી ને લાવવા નો રહેશે.

રાજા એ સ્વીકારી લીધી શરત :

રાજા એ પોતાને આપેલી શરત પૂરી કરવા માટે કાળીચૌદસ ની રાત્રે ૧ વાગે ભૂતડી વાવ પાસે આવ્યા અને એક લોટો લઇ ને તે વાવ ની નીચે ઉતારવા લાગ્યા. જયારે રાજા ૫૦ જેટલા પગથીયા ઉતરે છે ત્યારે તેમને વાવ ની બહાર થી અચાનક એક અવાજ આવે છે, જેને લીધે રાજા સીધા વાવ માં નીચે જતા રહે છે.અને ઉપર થી આવેલા અવાજ ને લીધે ગભરાઈ ગયેલા રાજા વાવ માં સંતાઈ જાય છે.

એવા માં ફરી પાછો વાવ ની ઉપર થી એક અવાજ આવે છે, કે “ખાઈ જાવ તને, તારા કાળજા ખાવ” આ વાત સાંભળી ને રાજા ને થયું કે તેમનું મોત તેમની પાસે જ આવી ગયું છે, અને આમાંથી તેમના કુળદેવી  માં હિંગળાજ જ તેમને બચાવી શકશે. એટલા માટે રાજા એ તેમના કુળદેવી નું સ્મરણ કરવાનું ચાલુ કરી દીધું. 

થોડી જ વાર માં રાજા ના કુળદેવી માં હિંગળાજ પ્રગટ થયા. ત્યારે માતા રાજા ને પૂછે છે કે તું અહી શા માટે આવ્યો છે ? તેમને જવાબ આપતા રાજા આખી જ ઘટના જણાવે છે. તેનો જવાબ આપતા હિંગળાજ માતા કહે છે કે, “તે મને પહેલા કીધું હોત તો હું જ તને તે મંત્ર શિખવાડી દેત, પણ હવે હું તારી કોઈ પણ પ્રકાર ની મદદ નહિ કરી શકું” આટલું કહી ને માતા ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા.

પછી યાદ કર્યા ૬૪ જોગણીયો ને :

હિંગળાજ માતા દ્વારા મદદ ન કરવા થી રાજા નો ડર વધી ગયો. આ પછી તેમને ૬૪ જોગણીયોના મંત્ર ની યાદ આવી. એટલા માટે તેણે આ મંત્ર નો જપ કર્યો. જોત જોતા માં જ ૬૪ જોગણીયો પ્રગટ થઇ જાય છે. પરંતુ તેઓ પણ રાજા ના કુળદેવી ની જેમ મદદ કરવા ની નાં કહી ને ચાલ્યા જાય છે.આ પછી તે માની લે છે કે હવે તો તેની મોત થવાની જ છે.

રાજા આપે છે આ વચન :

કોઈ પણ પ્રકારે મદદ ન મળતા રાજા ઉભા થઇ ને કહે છે કે, “આ કામરૂ દેશ માં છે કોઈ દેવી, દેવતા, ભગવાન, પીર, પયગંબર કે જે મને જીવતો બહાર કાઢી શકે તો હું તમે કહેશો એમ કરવા તૈયાર છું એવું વચન હું રાજા વીર વિક્રમ આપું છું”

માખણીયા ડુંગર વાળી માં એ સંભાળ્યો અવાજ :

રાજા ના વચન આપવાનો અવાજ બીજા કોઈ એ ન સાંભળ્યો પરંતુ માખણીયા ડુંગર વાળી મેલડી માતા મેલડી એ સંભાળ્યો. અને તેઓ રાજાની સામે આવી ને ઉભા રહી ગયા. માતાજી ને પોતાની સામે આવી ને ઉભેલા જોઈ ને રાજા એ કહ્યું કે, “માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ વાવ માંથી બહાર કાઢો”.

આ સાંભળી ને માતા જી એ કહ્યું કે, “તું વચન આપે છે એટલા માટે હું તને કઈ પણ નહિ થવા દવ, હું માખણીયા ડુંગર વાળી માં મેલડી છું”

માતા એ બહાર કાઢી ને કહ્યું આવું :

માતાજી એ રાજા ને બહાર કાઢ્યા ત્યારે રાજા એ માતા ને નમન કરી ને પૂછ્યું કે બોલો માં હું તમારી માટે શું કરી શકું ? ત્યારે મેલડી માં એ જવાબ આપ્યો કે આજે નહિ બરાબર ૧ વર્ષ પછી આજ જગ્યાએ આવજે ત્યારે હું કહીશ તારે શું કરવાનું છે.

ધીરે ધીરે સમય પસાર થઇ ગયો અને એક વર્ષ પસાર થઇ ગયું. પોતાના વચન મુજબ રાજા તે જ સમયે તે જ જગ્યા એ જઈને ઉભા રહી ગયા અને કહ્યું કે , “માં મારા વચન મુજબ હું અહી આવી ગયો છું, હુકમ કરો મારે શું કરવાનું છે?” એ સમયે માતાજી નો અવાજ આવ્યો કે, “મારે તારું કાળજું જોઈએ છીએ.”

રાજા એ કર્યું આવું :

માં ની કાળજા ની માંગ સાંભળી ને રાજા એ તરત જ પોતાની કમર માં ખોસેલી કટાર કાઢી અને એક જ ઝાટકા માં પોતાનું કાળજું માંના ચરણો માં અર્પણ કરી દીધું. માતાજી રાજાએ પાળેલા વચન થી પ્રસન્ન થયા અને તરત જ રાજા ને પાછા જીવીત કરી દીધા. આ સાથે જ રાજા ને જણાવ્યું કે, “હું તારી વચન પાળવાની વાત થી ખુબ જ પ્રસન્ન છું, હું તો તારી પરીક્ષા લેતી હતી. ઉજ્જૈન માં મારું મંદિર સ્થાપજે અને ત્યાં બિરાજી ને હું તારા રાજ ની પ્રજા ના દુખો ને દુર કરી દઈશ” 

માખણીયા ડુંગળ વાળી મેલડી માં ના કહ્યા પ્રમાણે રાજા એ પોતાના રાજ માં એ માં નું ભવ્ય મંદિર બનાવ્યું અને લોકો ત્યાં દર્શન કરવા આવવા લાગ્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!