આ કારણથી રેલવેના પાટા પર પથ્થર મુકવામાં આવે છે – લગભગ કોઈને આ સાચું કારણ ખબર નથી હોતી

આપણે બધાએ ક્યારેક તો ટ્રેન માં મુસાફરી કરી જ હશે.ટ્રેન માં મુસાફરી કરવાની એક અલગ જ મજા હોય છે. તમને ઘણી વાર આ પ્રશ્ન થયો હશે કે ટ્રેન ના પાટા ની નીચે પત્થર શા માટે મુકવામાં આવે છે? જોકે કેટલાક લોકો ને આ પ્રશ્ન નો જવાબ ખબર હશે પરંતુ મોટા ભાગના લોકો ને આના વિશે ખબર હોતી નથી.

એટલા માટે આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમ થી રેલ્વે ના પાટા ની નીચે પથ્થર શા માટે મુકવામાં આવે છે તેના વિશે જણાવીશું.

આવી હોય છે રચના :

ટ્રેન માં સફર કરતી વખતે તમે રેલ્વે ના ટ્રેક ની રચના જોઈ જ હશે, તેમાં સૌથી પહેલા કપચી જેવા પથ્થરો ભરવામાં આવે છે.એના પર કોન્ક્રીટ ના પાટા ને રાખવામાં આવે છે અને છેલ્લે તે કોન્ક્રીટ ના પાટા ની ઉપર બંને સાઈડ માં લોખંડ ના પાટા ને ફીટ કરવામાં આવે છે.

આ છે કારણ :

જયારે પણ લાખો ટન નો વજન ઘરાવતી ટ્રેન એ માત્ર એકલા રાખેલા લોખંડ ના પાટા પરથી પસાર થાય છે ત્યારે ટ્રેન ના વજન ને કારણે તે પાટા નો ખસી જવાનો ભય રહે છે, એવા માં કોઈ દુર્ઘટના થઇ શકે છે. એટલા માટે ટ્રેન ના પાટાની નીચે કપચી ના પથ્થરો રાખવામાં આવે છે, કે જેનાથી અલગ અલગ આકાર વાળા પથ્થરો એક બીજાને ખુબ જ મજબૂતી થી પકડી રાખે. કારણકે જો સરખા આકાર ના પથ્થરો રાખવામાં આવે તો તે આટલી બધી મજબૂતી દેતા નથી. જેથી તે પથ્થરો અને તેના પર રાખેલા પાટા નો ખસી જવાનો ભય રહે છે.

કોન્ક્રીટ ના પાતા રાખવાનું છે આ કારણ :

રેલ્વે ના પાટા માં કપચી નો પથ્થર મુક્યા બાદ તેના પર કોન્ક્રીટ ના પાટા ને રાખવામાં આવે છે. આ પાટા ને રાખવાથી લોખંડ ના બે પાટા વચ્ચે નું અંતર બધી જગ્યાએ એક સરખું જ રહે છે. અને અલગ અલગ અંતર ને લીધે પણ કોઈ દુર્ઘટના થવાનો ભય રહેતો નથી.

તો આ બંને કારણ થી આ પથ્થર અને તેના પર કોન્ક્રીટ ના પાટા રાખવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!